Home> Gujarat
Advertisement
Prev
Next

Asit Vora ના રાજીનામા માટે દંગલ, હવે કોંગ્રેસ-આપ લડી લેવાના મૂડમાં, કાર્યકર્તાઓની થઈ અટકાયત

પેપર લીક (head clerk paper leak) મામલે ગુજરાતમાં રાજકારણ ગરમાયુ છે. એક તરફ ગુજરાત સરકાર અને ગૌણ સેવા મંડળના પેટનુ પાણી હાલતુ નથી, આવામાં વિપક્ષે સરકાર સામે મોરચો માંડ્યો છે. કોંગ્રેસ (congress) અને આમ આદમી પાર્ટી દ્વારા અસિત વોરા (Asit Vora) ના રાજીનામાની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા ગુજરાતના વિવિધ શહેરોમાં પેપર લીક (paper leak) કૌભાંડને લઈને વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યા છે. તો બીજી તરફ, અમદાવાદમાં વિરોધ પ્રદર્શન માટે આપ (aap gujarat) ના નેતાઓ ઉપવાસ પર ઉતરે તે પહલાં જ તેમની અટકાયત કરવામાં આવી છે. ‘આપ’ના ગુલાબસિંહ, મહેશ સવાણી અને મનોજ સોરઠીયાની અટકાયત કરવામાં આવી છે. તો બીજી તરફ, કોંગ્રેસ પાર્ટી દ્વારા રેલીની શરૂઆત કરાય તે પહેલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. 

Asit Vora ના રાજીનામા માટે દંગલ, હવે કોંગ્રેસ-આપ લડી લેવાના મૂડમાં, કાર્યકર્તાઓની થઈ અટકાયત

ઝી મીડિયા/બ્યૂરો :પેપર લીક (head clerk paper leak) મામલે ગુજરાતમાં રાજકારણ ગરમાયુ છે. એક તરફ ગુજરાત સરકાર અને ગૌણ સેવા મંડળના પેટનુ પાણી હાલતુ નથી, આવામાં વિપક્ષે સરકાર સામે મોરચો માંડ્યો છે. કોંગ્રેસ (congress) અને આમ આદમી પાર્ટી દ્વારા અસિત વોરા (Asit Vora) ના રાજીનામાની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા ગુજરાતના વિવિધ શહેરોમાં પેપર લીક (paper leak) કૌભાંડને લઈને વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યા છે. તો બીજી તરફ, અમદાવાદમાં વિરોધ પ્રદર્શન માટે આપ (aap gujarat) ના નેતાઓ ઉપવાસ પર ઉતરે તે પહલાં જ તેમની અટકાયત કરવામાં આવી છે. ‘આપ’ના ગુલાબસિંહ, મહેશ સવાણી અને મનોજ સોરઠીયાની અટકાયત કરવામાં આવી છે. તો બીજી તરફ, કોંગ્રેસ પાર્ટી દ્વારા રેલીની શરૂઆત કરાય તે પહેલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. 

આમ આદમી પાર્ટી દ્વારા પેપર લીક કાંડ મુદ્દે આસિત વોરાના રાજીનામાની માંગ સાથે કમલમ કાર્યાલય પર આવેદનપત્ર પાઠવેત તે સમગ્ર મુદ્દે વિસ્તૃત માહિતી, તથ્યો અને આગામી રણનિતી વિશે પ્રેસ કોન્ફરન્સનુ આયોજન કરવામાં આવ્યું હતુ. દિલ્હી સરકારના ધારાસભ્ય તેમજ AAP ગુજરાતના પ્રભારી ગુલાબસિહ યાદવ, પ્રદેશ નેતા મહેશ સવાણી, સંગઠન મહામંત્રી મનોજભાઇ સોરઠીયા, મહામંત્રી સાગરભાઇ રબારી પ્રેસને સંબોધન કરીને સરકાર સામે સવાલો કરાયા હતા. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ પ્રેસ કોન્ફરન્સ કરીને અસિત વોરાના રાજીનામાની માંગ કરી હતી. 

આ પણ વાંચો : પેપરલીકના સળગતા મુદ્દા બાદ પણ અસિત વોરા શુભેચ્છા મુલાકાત કરે છે... CM સાથે બેઠક પૂર્ણ 

પોલીસની કોંગ્રેસ કાર્યાલય બહાર કિલ્લેબંધી
પેપરલીક કાંડ મામલે ગુજરાતમા વિરોધ વધી રહ્યો છે. અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા પ્રદેશ કાર્યાલયથી ગાંધી આશ્રમ સુધી બાઇક રેલીનું આયોજન કરાયુ હતું. એકઠા થયેલા કોંગ્રેસ કાર્યકરો દ્વારા સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરાયા હતા. જોકે, પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી ન હતી. આ કારણે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો તૈનાત કરાયો હતો. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય આસપાસ પોલીસે કિલ્લેબંધી કીર હતી. કોંગ્રેસ કાર્યકરોની બાઇક રેલી નીકળી ન શકે એ રીતે પોલીસ વાહનો ગોઠવી દેવાયા હતા.

આ પણ વાંચો : ભાજપની તમાશાબાજી કે પછી સત્તાનો નશો ચઢ્યો? ABVP ના નેતાઓએ રાજકોટની રેલીમાં રોંગ સાઈડ હંકારી કાર

પ્રેસ કોન્ફરન્સમાં આપના ગુલાબસિંહે જણાવ્યુ હતું કે, અસિત વોરા આખા પેપરલીક ષડયંત્ર પાછળ છે. એમની સામે કાવતરાની કલમ નથી લગાવતા. ઉલટાના આપના નિર્દોષ કાર્યકરોની સામે ખોટા કેસ કરાયા છે. શ્રદ્ધા રાજપુતે ઇસુદાન પર ખોટા આરોપ લગાવ્યા છે. આખા કમલમમાં ઠેર ઠેર cctv છે, કેમ હજી સુધી એકપણ પુરાવા નથી આપ્યા. શ્રદ્ધા રાજપુત નેશનલ હેલ્થ મિશનમાં કામ કરે છે અને સરકારનો પગાર પણ લે છે. કમલમમાં બેસીને અત્યંત બોગસ આરોપ લગાવે છે. અસિત વોરાના કુકર્મોની સજા 88000 ઉમેદવારોના પરિવાર ભોગવી રહ્યાં છે. ભાજપ પ્રદેશ પ્રમુખ અને ગૃહરાજય મંત્રી જે રીતે નિવેદનો આપે છે, એને જોઈને એમ થાય છે કે આટલી બેશર્મી ક્યાંથી લાવે છે. હું અને મહેશ સવાની અન્નનો ત્યાગ કરવાની જાહેરાત કરીએ છીએ. કલેકટર ઓફિસ બહાર શાંતિપૂર્ણ રીતે માંગણી કરીને બેસીશું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More