Home> Gujarat
Advertisement
Prev
Next

Olpad: પીડિત પરિવારને સાંત્વન આપવા પહોચેલા હાર્દિક પટેલ ગાજ્યા, કહી આ વાત

કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલ (Hardik Patel) પરિવાર ને સાંત્વના આપવા કોંગ્રેસ (Congress) કાર્યકરો સાથે પહોંચ્યા હતા. જીવન જરૂરિયાતની વસ્તુ આપી મદદ કરી હતી.

Olpad: પીડિત પરિવારને સાંત્વન આપવા પહોચેલા હાર્દિક પટેલ ગાજ્યા, કહી આ વાત

કિરણસિંહ ગોહીલ, સુરત: કોંગ્રેસ (Congress) ના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલ (Hardik Patel) ઓલપાડ (Olpad) ના એરથાણ ગામના પીડિત પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હતા. ખેડૂતોને સંબોધતા હાર્દિક પટેલ (Hardik Patel) બરાબર ગાજયા હતા. 2022 ની ચૂંટણી સરકાર અને જનતા વચ્ચે થવાની છે.

વાત કરીએ ઓલપાડ (Olpad) ના એરથાણ ગામે વ્યારા ફળિયામાં બે સરકારી આવાસ તૂટી પડતા એક બાળકીનું મોત થયું હતું. જ્યારે આદિવાસી પરિવારના સાત લોકો દબાયા હતા. કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલ (Hardik Patel) પરિવાર ને સાંત્વના આપવા કોંગ્રેસ (Congress) કાર્યકરો સાથે પહોંચ્યા હતા. જીવન જરૂરિયાતની વસ્તુ આપી મદદ કરી હતી અને કોંગ્રેસની સરકાર આવશે. તો ટકાઉ અને પાકા મકાનો લાભાર્થીઓને આપશે.

Gujarat: આ શહેરમાં માણસો અને મગર વચ્ચે છે મિત્રતા, મગરના બેસણામાં સફેદ વસ્ત્રો પહેરી પહોંચ્યા લોકો

એરથાણ ગામના ખેડૂતો (Farmer) ની માંગને સ્વીકારી હાર્દિક પટેલે (Hardik Patel) એરથાણ ગામે ખેડૂતોને સંબોધિયા હતા જેમાં આવાસ દુર્ઘટનાને વખોડી હતી અને પરિવારને પાકા મકાન અને આર્થિક લાભ આપવા જોઈએ. આગામી 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ નું સ્ટેન્ડ શુ હશે તો હાર્દિકે કહ્યું હતું કે 2022 ની ચૂંટણી ભાજપ (BJP) અને જનતા વચ્ચે રહેવાની છે અને જનતા ભાજપ (BJP) થી ટ્રસ્ટ થઈ ગઈ છે. આ વખતે જનતા મોંઘવારી,બેરોજગારી,ખેડૂતોને થતા અન્યાય,ગામડા અને ખેતી બચાવવા જનતા કોંગ્રેસને મત આપશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More