Home> Gujarat
Advertisement
Prev
Next

‘ભાજપમાં જગ્યા નથી...’ એક દિગ્ગજ ભાજપી નેતાએ હાર્દિક પટેલને સીધેસીધુ સંભળાવી દીધું

Hardik Patel News : પૂર્વ કેબીનેટ મંત્રી ગણપત વસાવાએ કહ્યું કે, કોંગ્રેસના ઘણા નેતાઓ ભાજપમાં જોડાવા તૈયાર... કોંગ્રેસના નેતાઓને અમારે ના પાડવી પડે છે... હાર્દિક બાદ હવે કોંગ્રેસ પાસે ગણ્યા ગાંઠ્યા લોકો બચ્યા....
 

‘ભાજપમાં જગ્યા નથી...’ એક દિગ્ગજ ભાજપી નેતાએ હાર્દિક પટેલને સીધેસીધુ સંભળાવી દીધું

ગૌરવ પટેલ/હિતેન વિઠ્ઠલાણી/અમદાવાદ :હાર્દિક પટેલના કોંગ્રેસ છોડવાથી ગુજરાતુ રાજકારણ ગરમાયુ છે. આવામાં અનેક હાર્દિક પટેલના ભાજપમાં જોડવાની અટકળોએ વેગ પકડ્યુ છે. જોકે, હાર્દિક પટેલ ભાજપમાં જાય તો તો એકલા નહિ જાય, પણ સાથે કેટલાક દિગ્ગજ નેતાઓને લઈને જશે તેવુ ચર્ચાઈ રહ્યુ છે. હાર્દિકના કોંગ્રેસ છોડ્યા બાદ હાર્દિક સાથે સંકળાયેલા નેતાઓ પર કોંગ્રેસની નજર છે. કારણ કે તેઓ પણ કોંગ્રેસ સામે બગાવત કરી શકે છે. હાર્દિક સાથે કેટલાક પાટીદાર ધારાસભ્સ પણ પાર્ટી છોડવાની આશંકા છે. 
 
હાર્દિક સાથે નારાજ ધારાસભ્યો પણ પાર્ટી છોડશે તેવી ભીતિ
હાર્દિક સાથે સંકળાયેલા કે હાર્દિક થકી ધારાસભ્યો બનેલા નેતાઓ કોંગ્રેસના રડારમાં છે. જેમાં કિરીટ પટેલ, લલિત વસોયા, લલિત કગથરા સહિતના પાટીદાર ધારાસભ્યો હાર્દિક સાથે જાય તેવો કોંગ્રેસને ડર છે. જોકે નરેશ પટેલની પગલા પર પાટીદાર નેતા અને ધારાસભ્યોની નજર છે. જો નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તો પાટીદાર નેતાઓની કોંગ્રેસ છોડવા પર બ્રેક લાગી શકે છે. 

આ પણ વાંચો : દોસ્ત દોસ્ત ના રહા... કોંગ્રેસ છોડ્યા પછી જિજ્ઞેશ મેવાણીએ હાર્દિકને ચોખ્ખું સંભળાવી દીધું..

આજે નરેશ પટેલનો ફાઈનલ જવાબ મળશે 
આ ડર વચ્ચે આજે નરેશ પટેલ અને રઘુ શર્મા દિલ્હી હાઈકમાન્ડ સાથે બેઠક કરવાના છે. જેમાં નરેશ પટેલના કોંગ્રેસમાં આવવા પર ફાઈનલ મહોર લાગી શકે છે. દિલ્હીના સૂત્રો અનુસાર, નરેશ પટેલ આજે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મળી શકે છે. આજે જો નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવાની હામી ભરશે તે સાથે જ તેમના કોંગ્રેસમાં જોડાવાની તૈયારીઓ શરૂ કરી દેવાશે. જોકે, એમ પણ કહેવાય છે કે, નરેશ પટેલનું કોંગ્રેસમાં જોઈનિંગ દિલ્હીમાં નહિ, પરંતુ એક મોટી રેલીના માધ્યમથી કરવામાં આવશે. 

ભાજપમાં જગ્યા નથી - ગણપતસિંહ વસાવા
તો બીજી તરફ, ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે, તે જોતા કોંગ્રેસ ભાજપમાં જાય તેવી શક્યતા જોવાઈ રહી છે. ત્યારે આ મામલે પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવાએ સ્ફોટક નિવેદન આપીને કહ્યું કે, કોંગ્રેસના ઘણા નેતાઓ અમારા સંપર્કમાં છે અને ભાજપમાં જોડાવા તત્પર છે. અમારે કોંગ્રેસના લોકોને ના કહેવું પડી રહ્યું છે. હાર્દિક પટેલે પણ કોંગ્રેસને રામ રામ કર્યા છે. હવે કોંગ્રેસ પાસે ગણ્યા ગાંઠ્યા લોકો બચ્યા છે. કોંગ્રેસ નામશેષ થવાના આરે છે, કોંગ્રેસ ડૂબતુ જહાજ છે. 2022 માં ભાજપ 182 બેઠક પર કેસરિયો લેહરાશે.

આ પણ વાંચો : ગીરની સ્પેશિયલ કેસર કેરીની આવકમાં 50 ટકાનો ઘટાડો, જાણો 10 કિલોના કેટલા ભાવ?

તો હાર્દિક ભાજપમાં જઈ શકે છે 
સૂત્રો એમ પણ કહે છે કે, કોંગ્રેસના ચાર ધારાસભ્ય સાથે હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ શકે છે.  PM મોદીના આગામી ગુજરાત પ્રવાસ દરમિયાન હાર્દિક પટેલ કેસરિયો કરી શકે છે. હાર્દિક પટેલના નજીકનાં સૂત્રો પ્રમાણે, કોંગ્રેસના ચાર ધારાસભ્યને તોડીને ભાજપમાં લઈ જશે. હાર્દિકની સાથે કેટલાક ધારાસભ્યો પણ કોંગ્રેસથી નારાજ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More