Home> Gujarat
Advertisement
Prev
Next

જામનગર હાપા માર્કેટિંગ યાર્ડના નવા ચેરમેન પદે પ્રવિણસિંહ ઝાલા બિનહરીફ ચૂંટાયા, જમન ભંડેરી વાઈસ ચેરમેન

જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન તથા વા.ચેરમેનની મુદ્ત પૂર્ણ થતાં આજરોજ હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે ચૂંટણી યોજાઇ હતી. જેમાં હાપા માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે પ્રવિણસિંહ ઝાલા તથા વાઇસ ચેરમેન તરીકે જમનભાઇ ભંડેરીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

જામનગર હાપા માર્કેટિંગ યાર્ડના નવા ચેરમેન પદે પ્રવિણસિંહ ઝાલા બિનહરીફ ચૂંટાયા, જમન ભંડેરી વાઈસ ચેરમેન

મુસ્તાક દલ, જામનગર: જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન તથા વા.ચેરમેનની મુદ્ત પૂર્ણ થતાં આજરોજ હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે ચૂંટણી યોજાઇ હતી. જેમાં હાપા માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે પ્રવિણસિંહ ઝાલા તથા વાઇસ ચેરમેન તરીકે જમનભાઇ ભંડેરીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ દ્વારા યાર્ડ ખાતે બંને નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છા પાઠવવામાં આવી.

જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીને લઇને રાજકીય ક્ષેત્રમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજકીય લોબી સક્રિય બની હતી. સહકારી ક્ષેત્રના રાજકારણમાં આ ચૂંટણીને લઇને ગરમાવો જોવા મળ્યો હતો. હાપા માર્કેટ યાર્ડના ચેરમેન રાઘવજી પટેલ અને વા.ચેરમેન તરીકે ધીરૂભાઇ કારીયાની અઢી વર્ષની મુદ્ત પૂર્ણ થતાં આજરોજ યાર્ડ ખાતે ચૂંટણી યોજાઇ હતી. યાર્ડની ઓફિસ ખાતે યોજાયેલી ચૂંટણીમાં યાર્ડના ચૂંટાયેલા સભ્યોની ઉપસ્થિતિમાં યાર્ડના ચેરમેન તરીકે પ્રવિણસિંહ ઝાલા તથા વા.ચેરમેન તરીકે જમનભાઇ ભંડેરીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (હાપા યાર્ડ) ના ચેરમેન અને વા.ચેરમેનના હોદાઓ અઢી વર્ષની સમય મર્યાદા પૂર્ણ થતાં નવા હોદ્દેદારોની વરણી કરવા માટે ગુજરાત ખેત ઉત્પન્ન બજારના નિયમો 1965ના નિયમન અન્વયે ચૂંટાયેલા અને નિયુક્ત સદસ્યોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં હાપા યાર્ડના બીજી ટર્મના હોદેદારો માટે ચૂંટણી અધિકારીએ આજરોજ ચૂંટણી યોજવા પરિપત્ર જાહેર કર્યો હતો. જેને લઇને છેલ્લા એકાદ અઠવાડીયાથી યાર્ડના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો હતો. ત્યારે આજરોજ યાર્ડના ચેરમેન અને વા.ચેરમેનની વરણી યાર્ડની બેઠકમાં કરવામાં આવી હતી.

આ તકે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જામનગર ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં અને નવનિયુક્ત ચેરમેન પ્રવિણસિંહ ઝાલા તથા વા.ચેરમેન જમનભાઇ ભંડેરીની નિમણૂંક થતાં યાર્ડના સભ્યોએ આ નિમણૂંકને આવકારી બંને હોદ્દેદારોનો ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે વેપારી અને ખેતી સહિતની પેનલના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. ચૂંટણી વ્યવસ્થા હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલ દ્વારા ગોઠવવામાં આવી હતી.

ગત ટર્મમાં યાર્ડના ચેરમેન રહી ચૂકેલા રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, તેમણે સમય દરમિયાન ખેડૂતોના વિકાસ માટે શકય એટલા તમામ પ્રયત્નો સભ્યોના સહકારથી કરવામાં આવ્યા છે. હાપા યાર્ડમાં તેઓ વર્ષ 2004 થી 2008 એમ કુલ ચાર વર્ષ તથા વર્ષ 2014 થી 2021 કુલ પાંચ ટર્મ સેવાઓ આપી છે. દરમિયાન બજાર વિસ્તારના ખાતેદારો ખેડૂતો, લાયસન્સદાર વેપારીઓ, કર્મચારીઓ, હમાલ તોલાટના અકસ્માત સમયે પાંચ લાખ સુધીનું વીમા પ્રિમીયમ, ખેડૂતોના કુટુંબીજનોને કેન્સર જેવી ભયંકર બીમારીઓમાં 25 હજાર સુધીની સહાય, દુષ્કાળ સમયે બજાર વિસ્તારના ગામોમાં તળાવ-ડેમો ઉંડા ઉતારવા તથા શ્રમિકોને છાશ વિતરણ ઉપરાંત કોરોના કાળમાં હેન્ડ સેનીટાઈઝર, માસ્ક વિનામૂલ્યે વિતરણ કરાયું હતું તેમજ પ્રધાનમંત્રી રાહત ફંડ, મુખ્યમંત્રી રાહત ફંડમાં પાંચ લાખનું અનુદાન સહિતની અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. તેમણે કચેરીનો સ્ટાફ, જિલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ, જામનગર તથા તેમની કચેરીનો સ્ટાફ અને યાર્ડના સભ્યો તથા બજાર સમિતિના કર્મચારીઓનો બજાર સમિતિના ચેરમેન તરીકે કરેલ કાર્યો સફળ બનાવવા બદલ આપેલ સહયોગ માટે આભાર વ્યકત કર્યો હતો.
 

Income Tax ના નવા પોર્ટલ પરથી તાત્કાલિક બનાવો ઈ-પાન, જાણો કઈ રીતે APPLY કરશો
 

Post Office ની આ Savings Schemes આપે છે Bank FD કરતા પણ વધારે રિટર્ન, જલ્દી જાણી લો સંપૂર્ણ વિગતો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More