Home> Gujarat
Advertisement
Prev
Next

પરસોતમ સાબરીયાને મળી હળવદ-ધ્રાંગધ્રાની ટિકિટ, કહ્યું- ગત ચૂંટણી કરતા વધુ મતોથી વિજેતા બનીશ

ગુજરાત વિધાનસભામાંથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યા પછી કેસરિયા ખેસ ધારણ કરનારા હળવદ ધ્રાંગધ્રા બેઠકના માજી ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયાને ભાજપે વિધાનસભાની આજ બેઠકની ટીકીટ આપી છે.

પરસોતમ સાબરીયાને મળી હળવદ-ધ્રાંગધ્રાની ટિકિટ, કહ્યું- ગત ચૂંટણી કરતા વધુ મતોથી વિજેતા બનીશ

હિમાશું ભટ્ટ, મોરબી: ગુજરાત વિધાનસભામાંથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યા પછી કેસરિયા ખેસ ધારણ કરનારા હળવદ ધ્રાંગધ્રા બેઠકના માજી ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયાને ભાજપે વિધાનસભાની આજ બેઠકની ટીકીટ આપી છે. ત્યારે તેમણે પોતાના મતદારો અને ટેકેદારો ઉપર વિશ્વાસ વ્યક્ત કરીને ગત વિધાનસભાની ચુંટણીમાં જેટલા મતોથી તે વિજયી બન્યા હતા તેના કરતા પણ વધુ મતોથી તે આ પેટા ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવારની સામે વિજયી બનશે તેવી લાગણી વ્યક્ત કરી છે.

વધુમાં વાંચો: રાજકોટ લોકસભા બેઠક પર વર્તમાન સાંસદ રીપીટ, જાણો તેમની રાજકીય કારકિર્દી

દેશમાં લોકસભાની ચુંટણીની સાથોસાથ જ ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભાની બેઠકો માટે પણ પેટા ચુંટણી યોજાવાની છે. ત્યારે મોરબી જીલ્લામાં આવતી વિધાનસભાની હળવદ-ધ્રાંગધ્રા બેઠક માટે કોંગ્રેસમાંથી છેડો ફાડીને કેસરિયા ખેસ ધારણ કરનારા પરસોતમભાઈ સાબરીયાને ભાજપમાંથી હળવદ-ધ્રાંગધ્રા બેઠકની ટીકીટ દેવામાં આવી છે. ત્યારે તેમની સાથે વાત કરતા તેઓએ પહેલા તો ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.

ત્યાર બાદ હળવદ-ધ્રાંગધ્રા તાલુકામાં વિકાસના કામોને વેગ આપવાનું કહીને તેમના વિજય માટે દેશના વડાપ્રધાન મોદીજી ઉપર પૂરો ભરોસો છે. તેમ કહીને દરેક જ્ઞાતિ અગાઉની જેમ ફરી તેમના ઉપર પસંદગીનો કળશ ઢોળશે અને અગાઉ કોંગ્રેસના સિમ્બોલ સાથે તેઓ ભાજપના ઉમેદવારની સામે 14000 મતોની લીડથી ચુંટાયા હતા. જો કે આ પેટા ચુંટણીમાં તે આગાઉ મળેલી લીડ કરતા પણ વધુ લીડથી ચુંટાશે તેવો વિશ્વ પણ વ્યક્ત કર્યો હતો.

વધુમાં વાંચો: પંજાબના ખૂંખાર આરોપીની અમદાવાદ પોલીસે કરી ધરપકડ, નરોડામાં પણ આપ્યો ગુનાને અંજામ

અત્રે ઉલેખનીય છે કે, મોરબી જીલ્લાના ચકચારી નાની સિચાઈ યોજનાના કરોડો રૂપિયાના કૌભાંડમાં પરસોતમભાઈ સાબરીયા આરોપી હોવાથી કોંગ્રેસ પાસે તે મહત્વનો મુદ્દો હોવાની વાત કરતા તેઓએ કહ્યું હતું કે તે ન્યાય પાલિકાનો મુદ્દો છે અને મને ન્યાય પાલિકા ઉપર પૂરો ભરોસો છે. મારા મત વિસ્તારના મતદારો મને સો ટકા સારી રીતે ચુંટી કાઢશે. તેવી લાગણી અંતમાં તેમને વ્યક્ત કરી હતી.

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More