Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટમાં અનેક ગંભીર ગુનાઓને અંજામ આપનાર 11 શખ્સોની ટોળકી વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો નોંધાયો

રાજકોટમાં હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ જેવા અનેક ગુનાઓને અંજામ આપનાર ટોળકી વિરુદ્ધ પોલીસે ગુજસીટોકના કાયદાથી કેસ દાખલ કર્યો છે. 

રાજકોટમાં અનેક ગંભીર ગુનાઓને અંજામ આપનાર 11 શખ્સોની ટોળકી વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો નોંધાયો

રક્ષિત પંડ્યા/રાજકોટઃ રાજકોટમાં ગુજરાતનો ત્રીજો ગુજસીટોકનો ગુનો નોંધાયો છે. શહેરમાં ગેરકાયદેસર ટોળકી બનાવીને હત્યા, હત્યાની પ્રયાસ અને લૂંટ જેવા ગંભીર ગુનાઓને અંજામ આપનાર 11 શખ્સોની ટોળકી વિરુદ્ધ પોલીસે ગુજસીટોકનો ગુનો નોંધ્યો છે.

રાજકોટના થોરાળા વિસ્તારમાં થોડા દિવસ પહેલા જાહેરમાં મારામારી અને ફાયરિંગનો બનાવ બન્યો હતો. આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ઘરવામાં આવી હતી અને આ બનાવને ઇમ્તિયાઝ ઉર્ફે લાલો રાઉમા અને તેના સાગરીતો દ્વારા અંજામ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યુ હતુ. પોલીસે આ મામલે ઇમ્તિયાઝની ધરપકડ કર્યા બાદ આજે તેની અને તેના સાગરીતોની સામે ગુજસીકોટ એટલે કે ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરિરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. 

પોલીસના જણાવ્યા પ્રમાણે આ શખ્સો દ્વારા હત્યા, હત્યાનો પ્રયાસ ,લૂંટ અને ઘાડ જેવા અનેક ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે. પોલીસે આ ગુનામાં 6 શખ્સોની ધરપકડ કરી છે જ્યારે બે શખ્સો પહેલાથી જ જેલમાં છે. જ્યારે ત્રણ શખ્સો હજુ ફરાર છે. જેની પોલીસે શોધખોળ શરૂ કરી છે. હવે આ શખ્સો સામે ગુજસીકોટ હેઠળ ગુનો નોંઘાયો છે ત્યારે ડીસીપી કક્ષાના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાશે અને કાયદાનો ગાળીયો મજબૂત થશે.

રાજકોટ મનપાની સામાન્ય સભામાં હંગામો, કોંગ્રેસે બેનરો સાથે કર્યો વિરોધ

શું છે રાઉમાનો ગુનાહિત ઇતિહાસ..?
પોલીસના કહેવા પ્રમાણે પકડાયેલા તમામ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે. ફાયરિંગના કેસમાં ઇમ્તિયાઝ હાલ જેલમાં છે જેની સામે રાજકોટ શહેરમાં હત્યા, હત્યાનો પ્રયાસ, ગેરકાયદેસર હથિયાર, મારામારી, ધાડ અને પ્રોહિબિશનના 15 ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે અને આજે પકડાયેલા તમામ શખ્સો અન્ય ગુનામાં તેની સાથે સંકળાયેલા છે.

હાલ તો પોલીસે આ મામલે જેલમાંથી ઇમ્તિયાઝ અને એજાઝનો કબ્જો લેવાની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અન્ય શખ્સોના રિમાન્ડ લેવાની તાજવીજ હાથ ધરી છે. પોલીસના કહેવા પ્રમાણે આ ગુનાના કારણે રાજકોટ શહેરમાં પૂર્વ આયોજિત કાવતરાથી થતા ગુનાઓ કરતા ગુનેગારોમાં ફફડાટ જોવા મળશે. રાજકોટના થોરાળામાં જે ટોળકીનો ત્રાસ હતો તેની સામે પોલીસે કડક કાર્યવાહી કરીને ગુનેગારો સામે પણ લાલ આંખ કરી છે.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More