Home> Gujarat
Advertisement
Prev
Next

GUJCET Exam 2023: 6 જાન્યુઆરીથી ગુજકેટની પરીક્ષા માટે ફોર્મ ભરાશે, એક ક્લિકમાં જાણો દરેક વિગત

ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપવાની હોય છે. ધોરણ 12 બાદ વિવિધ કોર્ષમાં પ્રવેશ મેળવવા માટે આ પરીક્ષા લેવામાં આવતી હોય છે. આ વર્ષે યોજાનારી ગુજકેટની પરીક્ષા  માટે ફોર્મ ભરવાની તારીખ જાહેર કરી છે. 

GUJCET Exam 2023: 6 જાન્યુઆરીથી ગુજકેટની પરીક્ષા માટે ફોર્મ ભરાશે, એક ક્લિકમાં જાણો દરેક વિગત

અતુલ તિવારી, અમદાવાદઃ ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપવાની હોય છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ વર્ષે લેવાનાર ગુજકેટની પરીક્ષાનું ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ 6 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી ગુજકેટની પરીક્ષા માટે ફોર્મ ભરી શકશે. વિદ્યાર્થીઓ www.gseb.org અને gujcet.gseb.org વેબસાઇટ પરથી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. આ ફોર્મ ભરવા માટે 350 રૂપિયા ફી રાખવામાં આવી છે. ધોરણ 12 સાયન્સ A, B અને AB ગ્રુપના વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે. 

નોંધનિય છે કે, ગુજકેટની પરક્ષી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ ડિગ્રી ડિપ્લોમા, ડિગ્રી એન્જિનિરીંગ અને ફાર્મસીના પ્રવેશ માટે લેવામાં આવે છે. ધોરણ 12 (10+2)પછી વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લેવા માટે વર્ષ 2017થી કોમન એન્ટ્રેસ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા ફરજીયાત કરવામાં આવી છે. જેથી આ વર્ષે રાજ્યમાં ડિગ્રી એન્જિનિરિંગ, ડિગ્રી ડિપ્લોમાં ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ-એ, ગ્રુપ-બી અને ગ્રુપ એ,બીના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા આપતા હોય છે. 

GUJCETનો અભ્યાસક્રમ 
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક - મશબ/૧૨૧૭૪૧૦૩૬૭ તા.૨૫/૧૦/૨૦૧૭ થી શૈક્ષણિક વર્ષ જૂન-૨૦૧૯ થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની રજીસ્ટ્રેશન થયેલ શાળાઓમાં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન તેમજ ગણિત વિષયોમાં NCERTના પાઠ્યપુસ્તકનો અમલ કરેલ છે. NCERT આધારીત ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડ દ્વારા નિયત થયેલ પ્રવર્તમાન અભ્યાસક્રમ GUJCET-૨૦૨૨ ની પરીક્ષા માટે રહેશે.

આ પણ વાંચો- રાજ્યમાં પડશે હાડ થીજાવતી ઠંડી, અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે કરી ભયંકર આગાહી

GUJCET માટે પરીક્ષા માળખું 
 ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ માટે જણાવવામાં આવેલા વિષયના બહુવિકલ્પિય પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો ધરાવતા પ્રશ્નપત્રો રહેશે અને તેની સામે દર્શાવેલ પ્રશ્નો, ગુણ અને સમય રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More