Home> Gujarat
Advertisement
Prev
Next

Loksabha Election 2024: સૌને લડવી છે લોકસભા: ભાજપે બનાવ્યા છે માપદંડ, આ વૈતરણી કરવી પડશે પાર

Loksabha Election 2024: લોકસભાની ચૂંટણી માટે ભાજપ કોઈ પણ સમયે પોતાની પહેલું લિસ્ટ જાહેર કરી શકે તેમ છે. આ લિસ્ટમાં કોના નામ હશે તેના પર સમગ્ર દેશની નજર છે. મોદીની લહેરમાં સૌ કોઈ પોતાની નૈયા પાર કરાવવા માટે તલપાપડ છે. તેથી જ એક બેઠક પર અનેક દાવેદારોએ દાવેદારી કરી છે. વાત ગુજરાતની કરીએ તો ગુજરાતમાં 26 બેઠક પર સેન્સ લેવાઈ ગયા છે. નામોનું લિસ્ટ તૈયાર થઈ ગયું છે અને તે દિલ્લી પણ પહોંચી ગયું છે. ખુબ જ ટૂંકા ગાળાામાં તેની જાહેરાત કરી શકે છે. ત્યારે ભાજપે આ વખતે ટિકિટ આપવામાં કયા માપદંડ રાખ્યા છે ધ્યાને?

Loksabha Election 2024: સૌને લડવી છે લોકસભા: ભાજપે બનાવ્યા છે માપદંડ, આ વૈતરણી કરવી પડશે પાર

Loksabha Election 2024: લોકશાહીના સૌથી મોટા પર્વની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ખૂબ જ ટૂંકા સમયમાં ચૂંટણી પંચ તારીખોની જાહેરાત કરી શકે છે. રાજકીય પાર્ટીઓએ પોત પોતાની રીતે તૈયારીઓ શરૂ કરી દીધી છે. દેશ જ નહીં પરંતુ વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર પોતાના સૌથી મોટા નેતા નરેન્દ્ર મોદીની નામ પર મેદાનમાં ઉતરી ગઈ છે. મોદીની આ લહેરમાં નૈયા પાર કરવા ભાજપના અનેક નેતાઓએ ટિકિટની માગણી કરી છે. પરંતુ પાર્ટી ટિકિટ કોને આપે છે તેના પર સૌની નજર છે. ભાજપે ટિકિટની વહેંચણી માટે કેટલાક માપદંડો પણ નક્કી કર્યા છે. તેની પણ વાત કરીશું. આ માપદંડોમાં જે ફીટ બેસશે તેને જ પાર્ટી લોકસભાનું મેન્ડેટ આપશે. 

ભારતનું સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બનવા ગુજરાત અગ્રેસર, આ બે સ્થળે બનશે પ્લાન્ટ

ભાજપ આ વખતે લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક નિર્ણય લેવા જઈ રહી છે. અને આ નિર્ણય લેવા માટે ભાજપે ગુજરાતને એપી સેન્ટર બનાવ્યું છે. અને આમ પણ દેશની રાજનીતિમાં ગુજરાત રાજકીય લેબોરેટરી રહ્યું છે. ભાજપ માટે ગુજરાત ગઢ છે. તેથી જ કોઈ પણ પ્રયોગની શરૂઆત ભાજપ ગુજરાતથી કરે છે. થોડા સમય પહેલા જ મોદી સરકારે મહિલા અનામત બિલ પાસ કર્યું. આ બિલ પાસ થવાથી મહિલાઓને 33 ટકા અનામત મળવાની છે. તેથી ભાજપ આ વખતે ગુજરાતમાં સૌથી વધુ મહિલાઓને મેદાનમાં ઉતારવા જઈ રહ્યું છે. હવે કઈ મહિલાને લોકસભાની લોટરી લાગે છે તે જોવાનું રહેશે.

ભાવનગર બાદ ગુજરાતના આ શહેરમાં લાગુ થઈ શકે છે અશાંતધારો, પ્રોપર્ટી ખરીદતા વિચારજો

જે પ્રકારે ચર્ચાઓ અને ઓપિનિયન પોલ આવી રહ્યા છે તે પ્રમાણે ભાજપની જીત નક્કી માનવામાં આવી રહી છે. લોકો ઉમેદવાર કોણ છે તેને જોતા નથી પરંતુ મોદીના ચહેરા પર મત આપે છે. તેથી ભાજપ આ વખતે લોકસભામાં સિંહગર્જના કરી શકે તેવા મજબૂત અને મક્કમ ઉમેદવારને ટિકિટ આપે તેવી સંભાવના છે. ભાજપ આ વખતે શિક્ષિત અને હોશિયાર ચહેરાઓને ચાન્સ આપવા માંગે છે. સાથે જ યુવાઓને પણ વધુ પ્રાધાન્ય આપવા માગે છે. તેથી ગુજરાતના જે 26 ચહેરા હશે તે શિક્ષિત, હોશિયાર હશે તે નક્કી છે. જે મહિલાઓ પણ સૌથી વધારે હશે. 

શરૂઆત થઈ ગઈ! ગુજરાતમા આ જિલ્લામાં બપોર બાદ ચોમાસા જેવો માહોલ, માર્ગો ભીના થયા

સુત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ ગાંધીનગરથી અમિત શાહનું નામ નક્કી જ છે. તો વારાણસી પ્રધાનમંત્રી મોદી સતત ત્રીજી વખત મેદાનમાં ઉતરવાના છે. તો નવસારીથી પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનું નામ પણ ફાઈનલ માનવામાં આવી રહ્યું છે. ગાંધીનગર અને નવસારી સિવાયની જે 24 બેઠક છે તેમાં ભાજપનું પાર્લામેન્ટરી બોર્ડ કોના પર અંતિમ મહોર મારે છે તે જોવાનું રહેશે.

ગુજરાતમાં ભાજપે 4 સિનિયર નેતાઓને સોંપી મોટી જવાબદારી, લોકસભા ચૂંટણીના સોંગઠાં ગોઠવશે

ભાજપ પાસે દાવેદારીઓની કમી નથી. ન તો નેતાઓની અછત છે. એકથી એક ચડિયાતા નેતાઓ છે અને જેને પાર્ટી ઉમેદવાર બનાવે તેને સંપૂર્ણ જવાબદારી સાથે જીતાડનારા અનુશાસિત કાર્યકર્તાઓની ફોજ છે. પોતાના નેતાના એક અવાજ પર લક્ષાસ્વી કાર્યકરો કંઈ પણ કરી છૂટવા માટે તૈયાર છે. ત્યારે ગુજરાતની 26 બેઠક પર કયા મુરતિયાને દિલ્લીની લોકસભામાં બેસવાનો ચાન્સ મળે છે તે જોવું રહ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More