Home> Gujarat
Advertisement
Prev
Next

શરત મારી લો, ગુજરાતના આ શહેરમાં થતી ફટાકડાની દિવાળી ક્યાંય નહિ જોઈ હોય!!!

અમરેલી (Amreli) ના સાવરકુંડલામાં દિવાળી (diwali) ના દિવસે ઈંગોરિયા અને કોકડાની લડાઈ જામે છે. જે પ્રકારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યાં છો યુવાનો એક બીજા પર ફટાકડા ફેંકતા નજરે પડે છે. આ કોઈ યુદ્ધ નથી. પણ આ એક પરંપરાગત રમત છે જે વર્ષોથી સાવરકુંડલા (savar kundla) માં યોજાતી હોય છે. સાવરકુંડલા એક માત્ર એવુ ગામે છે, જ્યાં શિવાકાશીના ફટાકડાની જગ્યાએ હોમમેઈડ ફટાકડાથી યુવાનો આ રમત રમે છે. આગના સળગતા ગોળા યુવાનો હાથમાં એવી રીતે પકડે છે કે જાણે ગુલાબનુ ફુલ પકડ્યું હોય. આ ઈંગોરિયાને સળગાવી યુવાનો એકબીજા પર ફેંકે છે. આ રમત વર્ષોથી રમાતી આવે છે.

શરત મારી લો, ગુજરાતના આ શહેરમાં થતી ફટાકડાની દિવાળી ક્યાંય નહિ જોઈ હોય!!!

કેતન બગડા/અમરેલી :અમરેલી (Amreli) ના સાવરકુંડલામાં દિવાળી (diwali) ના દિવસે ઈંગોરિયા અને કોકડાની લડાઈ જામે છે. જે પ્રકારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યાં છો યુવાનો એક બીજા પર ફટાકડા ફેંકતા નજરે પડે છે. આ કોઈ યુદ્ધ નથી. પણ આ એક પરંપરાગત રમત છે જે વર્ષોથી સાવરકુંડલા (savar kundla) માં યોજાતી હોય છે. સાવરકુંડલા એક માત્ર એવુ ગામે છે, જ્યાં શિવાકાશીના ફટાકડાની જગ્યાએ હોમમેઈડ ફટાકડાથી યુવાનો આ રમત રમે છે. આગના સળગતા ગોળા યુવાનો હાથમાં એવી રીતે પકડે છે કે જાણે ગુલાબનુ ફુલ પકડ્યું હોય. આ ઈંગોરિયાને સળગાવી યુવાનો એકબીજા પર ફેંકે છે. આ રમત વર્ષોથી રમાતી આવે છે.

આ પણ વાંચો : ગુજરાતના આ ગામે સાચવી જૂની પરંપરા, નવા વર્ષે ચોકમાં દોડાવ્યા પશુ

સાવરકુંડલામા દિવાળી (diwali celebration) ના દિવસે ઈંગોરીયા અને કોકડાની લડાઈ જામે છે. સાવરકુંડલામાં લગભગ સો વર્ષથી દિવાળીની રાતે ઈંગોરિયાની લડાઈ જામે છે. યુવાનો ગામના અલગ અલગ ચોકમાં ભેગા થઈ એકબીજા પર ઈંગોરિયા નામના ફટાકડા ફોડે છે. સળગતા આગના ગોળા યુવાનો હાથમાં એવી રીતે પકડે છે કે જાણે ગુલાબનુ ફુલ પકડ્યું હોય. આ ઈંગોરિયા (crackers) ને સળગાવી યુવાનો એકબીજા પર ફેકે છે. આ રમત વર્ષોથી રમાતી આવે છે. લગભગ આ ચોથી પેઢી આ રમત રમી રહી છે. પહેલાના સમયમાં સાવર અને કુંડલા વચ્ચે આ યુધ્ધ જામતુ હતુ. હવે શહેરના મુખ્ય ત્રણ ચોકમાં ફટાકડાની આ રમત રમાતી રહે છે. આ રમત જોવા લોકો અમદાવાદ, મુંબઈ, કોલકાત્તા, રાજકોટ જેવા મોટા શહેરોમાંથી લોકો આવે છે. આ એક નિર્દોષ રમત છે.

fallbacks

ઈંગોરીયાની રમત છેલ્લા ચાર દાયકાથી સાવરકુંડલામાં રમાય છે. પહેલા ઈંગોરીયાની રમત રમાતી હતી, પરંતુ સમય જતાં હવે કોકડાએ સ્થાન લીધું છે. સાવરકુંડલાના યુવાનો ઈંગોરીયા અને કોકડા એક બીજા ઉપર ફેંકે છે. આ રમતથી કોઈ વ્યક્તિ દાઝતું નથી. આ રમત સાવરકુંડલાના નાવલી ચોકમાં, રાઉન્ડ વિસ્તારમાં તેમજ દેવળાગેઇટ વિસ્તારમાં રમાય છે. સાવરકુંડલાની બહાર રહેતા લોકો પણ ઈંગોરીયા અને કોકડાની રમત જોઈને ચકિત થઈ જાય છે.

fallbacks

ઈંગોરિયા અને કોકડાની આ લડાઈમાં હજુ સુધી કોઈ જાનહાનિ થઈ નથી. આ ઉપરાંત કોઈ ગંભીર રીતે દાઝ્યુ હોઈ તેવુ પણ બન્યુ નથી. સંપુર્ણ પણે હોમમેઈડ એવા ઈંગોરિયાની લડાઈ જોવા દુર દુરથી લોકો સાવરકુંડલા આવે છે. ખાસ કરીને સાવરકુંડલાનો યુવાન દેશનો કોઈ પણ ખુણે સ્થાઈ થયો હોય, પરંતુ દિવાળીના દિવસે તે અચૂક કુંડલામાં આ રમત રમવા આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More