Home> Gujarat
Advertisement
Prev
Next

ભરશિયાળે લીંબુની ખટાસ થઈ મોંઘી! ટામેટાના ભાવ થયા લાલચોળ, લસણનો તડકો પડી રહ્યો છે ભારે!

ટામેટા, લીંબુ અને લસણના ભાવ તો લોકોને રડાવી રહ્યા છે. ભાવ એટલા વધી ગયા છે કે લોકોએ પોતાની થાળીમાંથી લસણને દૂર કરી નાંખ્યું છે. જુઓ મોંઘવારીના મારથી ત્રસ્ત પ્રજાનો આ અહેવાલ.

ભરશિયાળે લીંબુની ખટાસ થઈ મોંઘી! ટામેટાના ભાવ થયા લાલચોળ, લસણનો તડકો પડી રહ્યો છે ભારે!

ઝી બ્યુરો/અમદાવાદ: હાલ શાકભાજી વધેલા ભાવને કારણે ગૃહેણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. ટામેટા, લીંબુ અને લસણના ભાવ તો લોકોને રડાવી રહ્યા છે. ભાવ એટલા વધી ગયા છે કે લોકોએ પોતાની થાળીમાંથી લસણને દૂર કરી નાંખ્યું છે. જુઓ મોંઘવારીના મારથી ત્રસ્ત પ્રજાનો આ અહેવાલ.

  • શાકભાજીના ભાવમાં આગ વરસાવતી તેજી 
  • ટામેટા, લસણ અને લીંબુના ભાવમાં ભડકો 
  • ટામેટા 50, લસણ 500 અને લીંબુ 100 રૂપિયાના કિલો
  • મહિલાઓએ રસોડામાંથી દૂર કર્યું લસણ
  • લસણનો તડકો થઈ ગયો છે ખુબ જ મોંઘો
  • મહિલાઓએ દાળ-શાકમાં અડધુ કર્યું ટામેટું

હાલ શિયાળો ચાલી રહ્યો છે અને શિયાળામાં જાતભાતની શાકભાજી માર્કેટમાં આવતી હોય છે. લોકો શિયાળામાં વધુ પડતા લીલી શાકભાજી આરોગતા હોય છે. પરંતુ હાલ જે રીતે શાકભાજીનો આસમાન પહોંચ્યો છે તેના લોકો મહિલાઓ ત્રાહિમામ પોકારી ઉઠી છે. ખાસ જેની રોજ રસોડામાં જરૂર પડે તે ટામેટા લાલચોળ ભાવથી ગૃહેણીઓ ખુબ જ નિરાશ જોવા મળી રહી છે. ટામેટા પહેલા 100 રૂપિયામાં ચાર કિલો એટલે કે 25 રૂપિયામાં કિલો મળતાં હતા. જેનો ભાવ હાલ ડબલ થઈ ગયો છે. હાલ ટામેટા 50 રૂપિયા કિલોએ વેચાઈ રહ્યા છે. જેના કારણે મહિલાઓએ દાળ-શાકમાં ટામેટુ અડધુ કરી નાંખ્યું છે. 

ટામેટામાં લાલચોળ તેજી

  • ટામેટા પહેલા 100 રૂપિયામાં 4 કિલો, 25ના કિલો મળતાં હતા
  • હાલ ભાવ ડબલ થઈ ગયો છે. ટામેટા 50 રૂપિયા કિલો થયા 

તો ટામેટાની સાથે લસણનો તડકો પણ મહિલાઓને મોંઘો પડી રહ્યો છે. શિયાળામાં લસણની તો મજા જ કંઈક અલગ હોય છે. શિયાળામાં લસણને એક વસાણાં તરીકે ખાવામાં આવે છે. પરંતુ હાલ લસણનો જે ભાવ વધ્યો છે તેણે રસોડામાંથી લસણને જ દૂર કરી નાંખવું પડ્યું છે. લસણનો ભાવ 500 રૂપિયા કિલો પહોંચી ગયો છે. મહિલાઓએ શાકમાંથી લસણનો સંપૂર્ણ દૂર કરી નાંખ્યું છે. ઘણા લોકોને લસણનો ચટાકો હોય છે. પરંતુ જે પ્રકારે ભાવ વધ્યા છે તેનાથી લસણને ભારે હૈયે દૂર કરવું પડ્યું છે. 

લસણમાં તડકો થયો મોંઘો

  • લસણનો ભાવ 500 રૂપિયા કિલો પહોંચી ગયો છે
  • મહિલાઓએ શાકમાંથી લસણનો સંપૂર્ણ દૂર કરી નાંખ્યું 

લસણની સાથે લીંબુની ખટાશ પણ મોંઘી પડી રહી છે. હજુ તો ઉનાળો શરૂ થયો નથી ત્યાં જ લીંબુના ભાવમાં તેજી આવી ગઈ છે. ઉનાળામાં લીંબુનો સૌથી વધુ વપરાશ થતો હોય છે. પરંતુ શિયાળામાં જ લીંબુના ભાવ 100 રૂપિયા કિલો પહોંચી ગયા છે. જે ઉનાળામાં બેથી ત્રણ ગણા થઈ જાય તો નવાઈ નહીં. મધ્યમ વર્ગને શું ખાવુ અને શું ન ખાવું તે પ્રશ્ન થઈ ગયો છે. જોવાનું રહેશે કે આગ જરતી આ તેજીના ભાવમાંથી લોકોને ક્યારે મુક્તિ મળે છે. 

લીંબુના ભાવમાં તેજી 

  • શિયાળામાં જ લીંબુના ભાવ 100 રૂપિયા કિલો પહોંચ્યો
  • ઉનાળામાં બેથી ત્રણ ગણા ભાવ થઈ જાય તો નવાઈ નહીં

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More