Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતી ઉદ્યોગપતિ રિઝવાન આડતીયા આફ્રિકામાં અપહરણકારોની ચુંગાલમાંથી બચ્યા, 19 દિવસ બાદ છૂટકારો

પોરબંદર જાણીતા ઉદ્યોગપતિ અને આફ્રિકામાં સ્થાયી થયેલા રિઝવાન આડતીયાનો આખરે 19 દિવસ બાદ અપહરણકારો પાસેથી છુટકારો થયો હતો. 19 દિવસ બાદ સહી સલામત મળી આવતા તેમના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. આફ્રિકાના મોઝામ્બિકના માપુટો પાસેથી તેમનુ અપહરણ થયું હતું. મૂળ પોરબંદરના આ ઉદ્યોગપતિની કાર જંગલ જેવા વિસ્તારમાંથી રેઢી મળી આવી હતી. 

ગુજરાતી ઉદ્યોગપતિ રિઝવાન આડતીયા આફ્રિકામાં અપહરણકારોની ચુંગાલમાંથી બચ્યા, 19 દિવસ બાદ છૂટકારો

અજય શીલુ/પોરબંદર:પોરબંદર જાણીતા ઉદ્યોગપતિ અને આફ્રિકામાં સ્થાયી થયેલા રિઝવાન આડતીયાનો આખરે 19 દિવસ બાદ અપહરણકારો પાસેથી છુટકારો થયો હતો. 19 દિવસ બાદ સહી સલામત મળી આવતા તેમના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. આફ્રિકાના મોઝામ્બિકના માપુટો પાસેથી તેમનુ અપહરણ થયું હતું. મૂળ પોરબંદરના આ ઉદ્યોગપતિની કાર જંગલ જેવા વિસ્તારમાંથી રેઢી મળી આવી હતી. 

કોરોના વાયરસને કારણે તેમની સાથે ડ્રાઈવર કે અન્ય કોઈ ન હતું. મહત્વનું એ છે કે, તેમના જીવન પર બોલિવુડમાં એક ફિલ્મ પણ બની છે. આફ્રિકામાં સ્થાયી તયેલા રિઝવાન આડતીયા મૂળ પોરબંદરના છે. તેમનો જન્મ પણ પોરબંદરમાં જ થયો હતો. તેમનું COGEF ગ્રૂપ 2000થી વધુ કરોડોનું ટર્નઓવર ધરાવે છે. આ ઉપરાંત તેઓ પોરબંદરમાં દાનવીર તરીકે પણ પ્રખ્યાત છે. તેમના દ્વારા અનેક પ્રકારની સેવાપ્રવૃત્તિ થતી રહે છે. ગુજરાતના અનેક સિનીયર સિટીઝન્સને તેઓ મફતમાં વિદેશ ટુર કરાવે છે. 

તેમનો જન્મ પોરબંદરના ઈસ્માઈલી ખોજા પરિવારમાં થયો હતો. રીઝવાન આડતિયા ફાઉન્ડેશન એશિયા તેમજ આફ્રિકામાં સક્રિય છે અને બંને ખંડમાં વસતા અનેક જરૂરિયાતમંદ લોકોને મદદ કરે છે. પોરબંદરથી આફ્રિકા સ્થાયી થઈને તેઓએ વ્યવસાયમાં ઝંપલાવ્યું હતું. કોજસ ગ્રૂપના નામે સુપર માર્કેટ અને મોલનો બિઝનેસ શરૂ કર્યો હતો. આજે તેઓ પોતાની કંપની અને દાનવીર પ્રવૃત્તિઓને કારણે ફેમસ થઈ ગયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More