Home> Gujarat
Advertisement
Prev
Next

43 અને 44 ડિગ્રી તાપમાનથી મુક્તિ ક્યારે મળશે? આવી ગયા હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ

Gujarat Weather Forecast :  આજેપણ લોકોને સહન કરવી પડી રહી છે આકરી ગરમી... દીવમાં હિટવેવ અને અમદવાદમાં ઓરેન્જ અલર્ટ... મોચા વાવાઝોડાની દિશા બદલાતા આવતીકાલથી 4 ડિગ્રી તાપમાન ઘટશે... 
 

43 અને 44 ડિગ્રી તાપમાનથી મુક્તિ ક્યારે મળશે? આવી ગયા હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ

Gujarat Weather Update : મોચા વાવાઝોડાની અસરથી હાલ ગુજરાતમાં આકરી ગરમી પડી રહી છે. લોકો પાપડની જેમ શેકાઈ રહ્યાં છે. હીટવેવથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આકરી ગરમીથી રાહત ક્યારે મળશે તેવું લોકો વિચારી રહ્યાં છે. ત્યારે હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ આવી ગયા છે. લોકોને આજે શનિવારના દિવેસ આકરી ગરમી સહન કરવી પડશે. આગામી 24 કલાક બાદ 4 ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડશે. મોચા વાવાઝોડાની દિશા બદલાતા ગુજરાતમાં તાપમાન ઘટશે. આજે દીવમાં હિટવેવની હવામાન વિભાગની આગાહી છે. તો અમદાવાદ શહેરમાં 2 દિવસ ઓરેન્જ અલર્ટની આગાહી કરાઈ છે. આ વચ્ચે અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રી પાર જઈ શકે છે. તેમજ રાજ્યના અમુક ભાગોમાં તાપમાન 43 ડિગ્રીને પાર જશે. 

હવામાન વિભાગે આકરી ગરમીને લઈને આગાહી કરતા જણાવ્યું કે, આગામી 24 કલાક ગુજરાતનું તાપમાન યથાવત રહેશે. આ 24 કલાક બાદ 4 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો આવશે. આજે અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં 44.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગત રોજ અમદાવાદ અને સુરેન્દ્રનગર ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. ગત રોજ પોરબંદર અને દીવમાં સીવિયર હીટવેવ રહ્યું હતું. જૂનાગઢ અને સુરતમાં હિટવેવ રહ્યું હતું. મોચા વાવાઝોડાને કારણે પવનની દિશા બદલાતા તાપમાન વધ્યું હતું. પરંતું હવે મોચાની અસર ઓછી થતા અને પવનની દિશા બદલાતા હવે તાપમાન ઘટશે. 

ગેનીબેને ઉઠાવ્યો નવો મુદ્દો, ધર્મ પરિવર્તનને લઈને કહી આ મોટી વાત

હવામાન વિભાગે જણાવ્યું કે, અમદાવાદમાં બે દિવસ ઓરેન્જ એલર્ટ અપાયું છે. બે દિવસ બાદ અમદાવાદમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે દીવમાં પમ હિટવેવની આગાહી કરાઈ છે. 

આજે બપોરના તાપમાન પર નજર કરીએ તો 

  • અમદાવાદ - 39.4 ડિગ્રી
  • રાજકોટ -  39 ડિગ્રી
  • ભાવનગર - 37.8 ડિગ્રી
  • ભુજ - 37.8 ડિગ્રી
  • વડોદરા - 37.8 ડિગ્રી
  • સુરત - 34.4 ડિગ્રી

તલાટીની પરીક્ષામાં થઈ ગઈ મોટી ભૂલ, ઢગલાબંધ ઉમેદવારોની અંગૂઠાની છાપ લેવાની રહી ગઈ

2 વાગ્યા સુધીમાં અનેક શહેરોના તાપમાનમાં 3 ડિગ્રીની વધારો નોંધાયો હતો. તો રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાન 43 ડિગ્રી પાર ગયુ છે. અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રી પાર જવાની સંભાવના છે. 

ગુજરાતમાં છે પાણીનો પૂરતો જથ્થો 
તો બીજી તરફ, લેટેસ્ટ આંકડા અનુસાર, કાળઝાળ ગરમીમા રાજ્યમાં પાણીની સ્થિતિ સકારાત્મક જોવા મળી છે. રાજ્યમા નર્મદા સહીત ૨૦૭ જળાશયો મા ૪૩.૧૪ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા સરદાર સરોવર ડેમમાં ૪૭.૯૦ ટકા ૪૫૩૦ એમસીએમ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. તો ઉત્તર ગુજરાતના ૧૫ ડેમોમાં ૩૫.૯૨ ટકા ૬૯૩ એમસીએમ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. મધ્ય ગુજરાતના ૧૭ ડેમોમા ૩૬.૧૦ ટકા ૮૪૧ એમસીએમ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમોમાં ૪૭.૭૫ ટકા ૪૧૧૮ એમસીએમ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. કચ્છના ૨૦ ડેમોમાં ૩૧.૭૮ ટકા ૧૦૫ એમસીએમ પાણીનો જથ્થો છે. સૌરાષ્ટ્ર ના ૧૪૧ ડેમોમાં ૨૩.૫૭ ટકા ૬૧૦ એમસીએમ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. 

TET-1 પરીક્ષાના પરિણામથી બહુ હરખાવા જેવુ નથી, આ માહિતી શિક્ષકોને ટેન્શનમાં મૂકી દેશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More