Home> Gujarat
Advertisement
Prev
Next

આકાશમાંથી આગની જેમ વરસશે ગરમી, ગુજરાતના 6 જિલ્લાઓમાં હીટવેવની આગાહી

Weather Update : ગુજરાતમાં આગામી 5 દિવસ આકરી ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, ગુજરાતના અનેક શહેરો ભઠ્ઠીની જેમ શેકાશે 
 

આકાશમાંથી આગની જેમ વરસશે ગરમી, ગુજરાતના 6 જિલ્લાઓમાં હીટવેવની આગાહી

Gujarat Weather Forecast : રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. એમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનું પ્રમાણ વધારે છે. અહીં હવામાન વિભાગે હિટવેવની આગાહી કરી છે. ખાસ કરીને ગીર સોમનાથમાં સીવિયર હીટ વેવની આગાહી છે. પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને કચ્છમાં હીટવેવની આગાહી છે. રાજકોટમાં યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર પહોંચ્યો છે. હીટવેવની શક્યતાના કારણે લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને બપોરના સમયે જરૂર વિના બહાર ન નિકળવાનું સૂચન કરવામાં આવ્યું છે. સાથે જ જરૂર જણાય તો શાળાઓના સમયમાં ફેરફાર કરવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે વહેલી સવારે અને રાત્રે તાપમાનના પારો નીચે જતા લોકોને મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.

રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે ગુજરાતના અનેક શહેરોમાં હીટવેવની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી છે. અહીં પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, કચ્છમાં ભીષણ ગરમી પડશે. તો ગીર સોમનાથમાં સિવિયર હીટવેવની આગાહી છે. મોટાભાગના શહેરોનું તાપમાન 38 ડિગ્રી ઉપર નોંધાયું છે. 

હવે તમે નક્કી નહિ કરી શકો કે કેનેડાના કયા રાજ્યમાં જઈને ભણવું, બદલાયા નિયમો

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી પાંચ દિવસ રાજ્યમાં ભીષણ ગરમીનો પ્રકોપ જોવા મળશે. ગુજરાતના મોટાભાગે હિટવેવના વિસ્તારોમાં તાપમાન 39- 40 ડિગ્રી રહેવાની શક્યતા છે. 22 થી 24 માર્ચ સુધી કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં હિટવેવની આગાહી છે. તો 25 થી 26  માર્ચ સુધી કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ અને, અમરેલીમાં હિટવેવની આગાહી છે. આગામી દિવસોમા 1 થી 2 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે. જેમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી પશ્ચિમ તરફ રહેશે. 

રાજકોટમાં એલર્ટ
આગામી 7 દિવસ સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી છે. રાજકોટમાં સતત ત્રીજા દિવસે તાપમાન 40 ડિગ્રી તાપમાન જોવા મળશે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, પોરબંદર, ગીર સોમનાથ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગરમી વધશે. રાજકોટમાં 40 ડિગ્રી કરતા વધુ તાપમાન જતા યલો એલર્ટ જાહેર કરાયુઁ છે. RMCના આરોગ્ય વિભાગે ગરમીને લઈને લોકોને બપોરે સાવચેત રહેવા અપીલ કરી છે. બપોરે 1 થી 4 વાગ્યા સુધી બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે. ડી હાઇડ્રેશનનું પ્રમાણ રોકવા લોકોએ લીંબુ પાણી, છાસ અને ORSનો ઉપયોગ કરવો તેવું જણાવાયું છે. 

કેનેડા જવા માંગતા લોકો માટે મોટા સમાચાર, કેનેડાએ વસ્તી ઘટાડવા કર્યો આ નિર્ણય

માર્ચના અંતમાં 40 ડિગ્રી સુધી તાપમાન જશે
દર વર્ષે માર્ચ મહિનાની શરૂઆતથી ઉનાળાની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે અગાઉના વર્ષની તુલનામાં માર્ચ મહિનાનું સામાન્ય તાપમાન ઓછું રહ્યું છે. માર્ચ મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો, પરંતુ આ મહિનાના બીજા સપ્તાહથી જ તાપમાનથી ગુજરાતવાસીઓને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી માર્ચ મહિનાના અંત સુધીમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, દિવાળીના બીજા દિવસે એટલે કે બેસતા વર્ષથી હોળી સુધી આકાશમાં જે કસ (ચોમાસામાં વરસાદ થવા માટેનાં વાદળનાં ચિહ્ન) દેખાય તેના 225 દિવસ પછી જે વિસ્તારમાં કસ દેખાયો હોય ત્યાં વરસાદ થવાની સંભાવનાઓ રહેતી હોય છે. આ દેશી વિજ્ઞાનની વાત કરીને હાલ જે વાદળો થાય છે તેને પણ કસ ગણવાનો છે. હાલ હોળી નજીક છે ત્યારે આ કસનો છેલ્લો રાઉન્ડ છે. 

ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર : મોટા માર્કેટયાર્ડની મોટી ખબરો જાણી લેજો, નહિ ત

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More