Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં આજથી વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે : આ જિલ્લાઓ છે વરસાદની આગાહી

Weather Update Today : ઉનાળાના આગમન પહેલાં કમોસમી વરસાદે વધારે ખેડૂતોની ચિંતા.. આજથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી,,, ત્રણ દિવસની આગાહીથી વધુ જગતના તાતની મુશ્કેલી

ગુજરાતમાં આજથી વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે : આ જિલ્લાઓ છે વરસાદની આગાહી

Gujarat Weather Forecast : આજે રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાની છે. આજથી ત્રણ દિવસ વાદળથછાયું વાતાવરણ રહેશે. ભારે પવન સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા, જામનગર, મોરબી, ગીરસોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી છે. તો અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ ઉપરાંત આવતીકાલે અમદાવાદ સહિત પાટણ, બનાસકાંઠા, અરવલ્લી મહીસાગર, સાબરકાંઠા, દાહોદ, ગાંધીનગર અને મહેસાણામાં વરસાદ રહેવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની આગાહી

ભાવનગરમાં આવ્યો વરસાદ 
ભાવનગર જિલ્લાના ઘોઘા ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસી પડ્યો છે. વહેલી સવારે ભારે પવન સાથે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. જેમાં મોરચંદ, છાયા, રતનપર, ગુંદી, કોળિયાક, બાડી, પડવા સહિતના પંથકમાં કમોસમી વરસાદ આવ્યો છે. તો અચાનક વરસાદ વરસી પડતા અનેક પ્રકારના ખેત પાકોને વ્યાપક નુકસાન થઈ શકે છે. વરસાદ વરસતા ખેડૂતો ને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. 

અમદાવાદના રસ્તા પર અશ્લીલતા : ચાલુ બાઈક પર યુવક-યુવતીએ કર્યું તસતસતું ચુંબન

તપમાનમાં ઘટાડો 
માવઠાની આગાહી રાજ્યના કેટલાક શહેરોના મહત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. દિવસ દરમિયાન તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે. ગુરુવારે રાજ્યના 11 શહેરોમાં તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર થયો હતો. અમરેલીમાં સૌથી વધુ 39.8 ડિગ્રી તાપમાન નોંધાયું તો સુરતમાં 38 ડિગ્રી તાપમાન રહ્યું.રાજકોટમાં 37.9 તો વડોદરા અને ભાવનગરમાં 37.8 ડિગ્રી તાપમાન નોંધાયું. આવી જ રીતે અમદાવાદ, ગાંધીનગર, ભુજ અને કંડલાનું તાપમાન 36 ડિગ્રીને પાર થયું. તો ડિસા અને નલિયામાં 35.2 ડિગ્રી તાપમાન રહ્યું.

અંબાલાલ પટેલીન આગાહી 
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જે નવી આગાહી કરી છે તેનાથી તમે હચમચી જશો. કારણ કે, ગુજરાત પર એકસાથે પવનના તોફાનો, આંધી વંટોળ, દરિયા કિનારેના પવન, કમોસમી વરસાદ ત્રાટકશે. ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવવાનો છે અને આ પલટો લોકો માટે ભારે સાબિત થશે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે,1 માર્ચથી 15 માર્ચ સુધી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે. રાજ્યના જુદા જુદા ભાગોમાં વાતાવરણ પલટાશે. જળદાયક ગ્રહોના યોગો, ઉદય, ગ્રહોના ફેરફાર અને પવન વાહક ગ્રહોની સ્થિતિના કારણે વાતાવરણ પલટાશે. 

પ્રભુ દ્વારિકા છોડી ડાકોર પધાર્યા અને મધ્ય ગુજરાતની ધરાને પાવન કરી, ડાકોરમાં ઉજવાયો પાટોત્સવ

ગુજરાતમાં ફરી વરસાદની આગાહી
અંબાલાલ પટેલે આ સાથે જ વરસાદની આગાહી કરતા કહ્યું કે, આગામી માર્ચ મહિનામાં ગુજરાતમાં વરસાદની આગાહી છે. 1 થી 5 માર્ચે પવનના યોગ સર્જાતા, ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતા છે. કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠા જેવા વિસ્તારોના હવામાનમાં મોટા ફેરફાર જણાશે. આ દિવસોમાં પવનનું જોર પણ રહેશે. 10 માર્ચ થી 12 માર્ચમાં મોટા ફેરફાર થશે. 

અંબાલાલની ગરમીની આગાહી 
તો ગરમી ક્યારે આવશે તે વિશે પણ કહ્યું કે, 20-21 માર્ચથી સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં આવતા ગરમીની શરૂઆત થશે. હાલ ગરમી ચાર માર્ચથી ક્રમશ વધશે. આ સાથે જ અંબાલાલ પટેલે ખેડૂતોને સાવચેતીના પગલાં લેવાની સલાહ આપી છે. ગુજરાતનું વાતાવરણ પલટાતા ખેડૂતોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. 

અનંત અંબાણીના આ શબ્દો દિલ જીતી લેશે, પ્રી-વેડિંગ પહેલા રાધિકા માટે કહી દિલની વાત

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More