Home> Gujarat
Advertisement
Prev
Next

Weather Update : આજે ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ

Gujarat Weather Forecast : ગુજરાતમાં વિવિધવ રીતે ચોમાસું બેસ્યુ નથી. અત્યાર સુધી જે વરસાદ હતો તે વાવાઝોડાની અસરને કારણે હતો. ત્યારે હવે ચોમાસા માટે હજી રાહ જોઈને બેસવી પડશે. હવામાન વિભાગના અપડેટ અનુસાર, અમદાવાદમાં હવે 24 જુન સુધી વરસાદ નહિવત રહેશે
 

Weather Update : આજે ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ

Ambalal Patel Prediction : વાવાઝોડાને કારણે ગુજરાતભરમાં વરસાદ તૂટી પડ્યો હતો. કચ્છથી લઈને ઉત્તર ગુજરાતના છેવાડાના ગામ સુધી સતત ચાર દિવસ વરસાદી માહોલ રહ્યો. બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતીઓને ગરમીમાંથી મુક્તિ મળી. પરંતુ જો તમે ચોમાસાની આશા લગાવીને બેઠા છો તો હાલ તમને નિરાશા મળશે. કારણ કે, હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, હાલ ગુજરાતમાં ચોમાસાના કોઈ એંધાણ નથી. અમદાવાદમાં આગામી સપ્તાહ સુધી વરસાદની કોઈ શક્યતા નથી. 

કેરળમાં ચોમાસું બેસી ગયું છે. પરંતુ ગુજરાતમાં વિવિધવ રીતે ચોમાસું બેસ્યુ નથી. અત્યાર સુધી જે વરસાદ હતો તે વાવાઝોડાની અસરને કારણે હતો. ત્યારે હવે ચોમાસા માટે હજી રાહ જોઈને બેસવી પડશે. હવામાન વિભાગના અપડેટ અનુસાર, અમદાવાદમાં હવે 24 જુન સુધી વરસાદ નહિવત રહેશે. ક્યાંક છુટોછવાયો વરસાદ આવે તેની શક્યતા છે. આ કારણે આગામી 4-5 દિવસોમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. 

અંબાલાલ પટેલની આગાહી, ગુજરાત પર વધુ એક સંકટ માટે તૈયાર રહો, રણ તરફથી આવશે આ આફત

તો સાથે જ હવામાન વિભાગના અપડેટ અનુસાર, અમદાવાદમાં આગામી દિવસોમાં ગરમીનો પારો ફરીથી 38 ડિગ્રી સુધી જઈશકે છે. જો અમદાવાદમાં વરસાદની આશાએ બેસ્યા છો તો હવે આગામી સપ્તાહે જ વરસાદ આવશે.

જોકે, અમદાવાદમાં આજે પણ વાદળછાયુ વાતાવરણ રહેશે. તો ક્યાંક છુટાછવાયા ઝાપટા પડી શકે છે. રવિવારે અમદાવાદના વાતાવરણમાં ભેજનુ પ્રમાણ સવારે 85 ટકા અને સાંજે 55 ટકા હતું. 

રૂપ રૂપનો અંબાર લાગી ગીતા રબારી, લંડન પહોંચીને બદલાઈ ગયો લુક, PHOTOs

આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી 
હવામાન વિભાગે જણાવ્યું કે, આજે સોમવારે હજી પણ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદ આવી શકે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં 35 થી 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 

ગુજરાતી યુવક પાર્થ પટેલની અમેરિકામાં ધરપકડ, માતા છે ભાજપના પૂર્વ ધારાસભ્ય

બિપોરજોય વાવાઝોડાને કારણે આ વર્ષે ચોમાસાની પેટર્નમાં બદલાવ જોવા મળ્યો હતો. અરબ સાગરમાં ઉઠેલા તોફાનને કારણે કેરળમાં ચોમાસું મોડું બેઠુ હતુ. ન માત્ર કેરળ, પરંતુ વરસાદ વચ્ચે વાવાઝોડું વિધ્ન બનતા આખા દેશમાં ચોમાસા પર અસર પડી છે. ત્યારે હવે વાવાઝોડું લેન્ડફોલ થઈ ગયું છે, ત્યારે ચોમાસાની એન્ટ્રીના એંધાણ છે. આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, જખૌ પોર્ટ પર લેન્ડફોલ થયેલા વાવાઝોડાનો ગુજરાતમાં પ્રકોપ આગામી 18 જૂન સુધી રહેશે. દેશના અન્ય રાજ્યોમાં આ વાવાઝોડાની અસર 21 જૂન સુધી રહેશે. 21 જૂન બાદ વિધિવત રીતે ચોમાસું બેસી જશે. તેઓએ જણાવ્યું છે કે, આગાણી જૂલાઈ મહિના સુધી વરસાદ ચોમાસા પોટર્ન મુજબ જ થશે. તેમણે રાહતની આગાહી કરતા જણાવ્યું કે, આ વર્ષે ચોમાસામાં પૂરતો વરસાદ થવાની જ સંભાવના છે. 

તેમણે જણાવ્યું કે, ગુજરાત પરથી વાવાઝોડાની ઘાત ટળી ગઈ છે. પરંતુ હજી પણ તેની અસર રૂપે વિવિધ ભાગોમાં વરસાદ છે. વાવાઝોડાની અસર દેશના અનેક રાજ્યોમાં જોવા મળશે. પરંતુ ત્યાર બાદ ચોમાસાનો માર્ગ ક્લિયર બનશે. તેથી દરમિયાન 17થી 20માં ચોમાસાનો વરસાદ આવવાની શક્યતા રહેશે. 

રથયાત્રા પહેલા મામાના ઘરેથી આવેલા ભગવાન માટે તૈયાર કરાયો આ ખાસ મેનુ 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More