Home> Gujarat
Advertisement
Prev
Next

ગીરના જંગલમાં બની અદભૂત ઘટના, સસલાને રેસમા હરાવનારા કાચબાએ જંગલના 3 સિંહોને હંફાવ્યા

સાસણ ગીર જંગલમા ક્યારેક ભાગ્યે જ જોવા મળતી ઘટનાઓ બની જતી હોય છે. પુરાવા રૂપે તેની તસવીરો અને વીડિયો પણ ક્યારેક સામે આવી જતા હોય છે. આવી જ એક અદભુત ઘટના સામે આવી છે. ત્રણ સિંહે મળીને કાચબાનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો વન વિભાગના કેમેરામાં કેદ થયો છે. 

ગીરના જંગલમાં બની અદભૂત ઘટના, સસલાને રેસમા હરાવનારા કાચબાએ જંગલના 3 સિંહોને હંફાવ્યા
  • વન વિભાગના ડો.મોહન રામ દ્વારા લેવાયેલો આ વીડિયો અદભૂત છે
  • મજબૂત કવચ ધરાવતા કાચબાએ એકસાથે ત્રણ સિંહોને હંફાવ્યા

ભાવીન ત્રિવેદી/જૂનાગઢ :સાસણ ગીર જંગલમા ક્યારેક ભાગ્યે જ જોવા મળતી ઘટનાઓ બની જતી હોય છે. પુરાવા રૂપે તેની તસવીરો અને વીડિયો પણ ક્યારેક સામે આવી જતા હોય છે. આવી જ એક અદભુત ઘટના સામે આવી છે. ત્રણ સિંહે મળીને કાચબાનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો વન વિભાગના કેમેરામાં કેદ થયો છે. 

આ દ્રશ્યો સાસણ ગીર જંગલમાં આવેલ કમલેશ્વર ડેમ પાસેના છે, જ્યાં કબચાનો શિકાર કરવાનો પ્રયાસ કરતા ત્રણ સિંહ નજરે પડ્યા હતા. સિંહો શિકાર કરતા હોવાની સમગ્ર ઘટના વન વિભાગના અધિકારી મોહન રામે પોતાના કેમેરામાં કેદ કરી. કાચબા અને સસલાની વાર્તા તો દરેક લોકોએ સંભાળી હશે. પરંતુ ગીરમાં આવી જ એક અદભુત ઘટના બની છે, જેમાં કાચબા અને ત્રણ સિંહની કહાની છે. જેવી રીતે સસલાની સામે કાચબાની જીત થઇ હતી, તેમ અહીં ત્રણ ત્રણ સિંહ સામે પણ આખરે કાચબાંની જ જીત થઇ છે. આ આખી ઘટનાને સાસણ ગીર નાયબ વન સંરક્ષક ડૉ મોહન રામે પોતાના કેમેરા અદભુત રીતે કંડારી છે.

fallbacks

સાસણ ગીરના જંગલમાં આવેલ કમલેશ્વર ડેમ પાસે થોડા દિવસો પહેલા ત્રણ યુવા સિંહો ડેમ આસપાસના વિસ્તારમાં ઘૂમી રહ્યા હતા. ત્યારે સાસણ ગીર નાયબ વન સંરક્ષક ડૉ મોહન રામ રૂટિન ડ્યુટી માટે આ વિસ્તારમાં આવ્યા હતા. આવામાં ટ્રેકરે તેમને માહિતી આપી કે, ડેમ આસપાસમાં ત્રણ સિંહ ઘૂમી રહ્યા છે. એટલે સાસણ ડૉ મોહન રામે આ ત્રણ સિંહોને ઓબ્ઝર્વ કરવાનું શરુ કર્યું હતું. તેવામાં અચાનક એક સિંહે દોડીને ડેમના કાંઠે બેઠેલ એક કાચબાને શિકારના ઈરાદાથી ઝડપી લીધો હતો. ત્યાર પછી જે કઈ બન્યું તે બધુ જ અચરજ પમાડે તેવું અને ચોંકાવનારું હતું, ડૉ મોહન રામે આ આખી ઘટનાને કેમેરામાં કંડારી લીધી હતી. 

fallbacks

સાસણ ગીર નાયબ વન સંરક્ષક અને એશિયાઈ સિંહોના વિશેષજ્ઞ ડૉ મોહન રામ પોતાને ખુબજ લકી માને છે. સાસણ ગીરના DFO મોહન રામે આ ઘટના વિશે કહ્યુ કે,  આવી ઘટના જવલ્લે જ બને છે અને બનતી હોય છે. તેનું ડોક્યુમેન્ટેશન થઇ શકતું નથી. પરંતુ હું નસીબદાર છું કે આવી અદભુત ઘટનાનો હું સાક્ષી બન્યો છું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More