Home> Gujarat
Advertisement
Prev
Next

કુછ દિન તો ગુજારો ગુજરાત મેં... ગુજરાત ટુરિઝમની એડમાં હવે બિગ-બીના સ્થાને નવા હીરોની એન્ટ્રી થશે

Gujarat Tourism :ગુજરાત સરકાર રાજ્યના 12 પ્રવાસન સ્થળોનું પ્રદર્શન કરવાની તૈયારી કરી રહી છે. બિગ બી બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રાજ્ય સરકારની પ્રથમ પસંદગી છે... પરંતું બિગબીએ ગુજરાત આવવાને બદલે મુંબઈ શુટિંગ કરવાની ઓફર મૂકી
 

કુછ દિન તો ગુજારો ગુજરાત મેં... ગુજરાત ટુરિઝમની એડમાં હવે બિગ-બીના સ્થાને નવા હીરોની એન્ટ્રી થશે

Amitabh Bachchan હિતલ પારેખ/ગાંધીનગર : ગુજરાત ટુરિઝમ એટલે દરેકના મગજમાં કુછ દિન તો ગુજારો ગુજરાત મેં... આ ડાયલોગ યાદ આવે. આ ડાયલોગ યાદ આવતા જ બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનનો ચહેરો નજર સામે તરી આવે. વર્ષો સુધી ગુજરાત ટુરિઝમની એડમાં અમિતાભ બચ્ચનના આ ડાયલોગે જમાવટ કરી છે. તેમના દમદાર અવાજને કારણે અનેક પ્રવાસીઓ ગુજરાત ખેંચાઈને આવ્યા. પરંતું હવે આ ડાયલોગ અન્ય સ્ટારના મોઢે સાંભળવા મળે તો નવાઈ ન પામતા. કારણ કે, ‘કુછ દિન તો ગુજારો ગુજરાત મેં’ નવા હીરોની એન્ટ્રી થઈ શકે છે. ગુજરાત પ્રવાસન વિભાગ એડ કેમ્પિંગમાં નવી એન્ટ્રીની શક્યતા છે. કારણ કે, અમિતાભ બચ્ચને ગુજરાત ટુરિઝમની એડના શુટિંગ માટે ગુજરાત આવવાની અસમર્થતા બતાવી છે. અમિતાભે મુંબઈમાં શૂટિંગ કરવા તૈયારીની વાત કરી હતી. ત્યારે મુખ્યમંત્રી કક્ષાએ આ અંગે હવે આખરી નિર્ણય લેવાશે. આખરી નિર્ણય વાઈબ્રન્ટ ગુજરાત પહેલા લઈ લેવાશે. 

એક દાયકા પહેલાં ગુજરાત સરકારે પર્યટનને પ્રોત્સાહન આપવા માટે બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા. જેના કારણે ગુજરાતના પ્રવાસનને ઘણો ફાયદો થયો હતો. હવે ફરી લગભગ 12 વર્ષ બાદ ગુજરાત સરકાર નવી જગ્યાઓના પ્રમોશનની તૈયારી કરી રહી છે. પરંતુ કુછ દિન તો ગુજારો ગુજરાત મેં..ગુજરાત પ્રવાસન વિભાગ ના એડ કેમ્પિંગમાં નવા હીરોની એન્ટ્રી થવાની શક્યતા દેખાઈ રહી છે. પ્રવાસન વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમિતાભ બચ્ચન દ્વારા ગુજરાત આવીને શૂટિંગ કરવા પોતાની અસમર્થતા બતાવી.

બદલીનો લાભ લેવા ગુજરાતના શિક્ષકોએ ચૂકવી મોટી કિંમત, કોને ફળ્યો આ બદલી કેમ્પ?

સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમિતાભ બચ્ચન દ્વારા ગુજરાત પ્રવાસન વિભાગને મુંબઈમાં આવીને શૂટિંગ કરે તો પોતે તૈયાર હોવાની વાત કરી છે. જોકે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં શૂટિંગ થાય તેવો અત્યારે આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. ત્યારે સમગ્ર મામલો મુખ્યમંત્રી કક્ષાએ પહોંચ્યો છે. હવે મુખ્યમંત્રી કક્ષાએ જ આ અંગે આખરી નિર્ણય લેવાશે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હવે નિર્ણય લેશે કે, એડમાં અમિતાભ બચ્ચનનો માત્ર અવાજ લેવો કે પછી કોઈ નવા હીરોને ગુજરાત ટુરીઝમના બ્રાન્ડ એમ્બેસેડર બનાવી ગુજરાતમાં શૂટિંગ કરાવવું. આખરી નિર્ણય વાઇબ્રન્ટ ગુજરાત પહેલા લઈ લેવામાં આવે તેવી સંભાવના

બિગબીનો અવાજ ફેમસ થયા હતા 
ગુજરાત સરકાર રાજ્યના 12 પ્રવાસન સ્થળોનું પ્રદર્શન કરવાની તૈયારી કરી રહી છે. બિગ બી બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રાજ્ય સરકારની પ્રથમ પસંદગી છે. ખુશ્બૂ ગુજરાત કી અને કૂછ દિન તો ગુજારો ગુજરાત મેં, બંને ટેગલાઈન પ્રવાસન જગતમાં સફળ રહી હતી. બિગ બીના અભિયાન બાદ ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યામાં ભારે વધારો થયો હતો. ગુજરાત સરકારનું પ્રવાસન પ્રમોશન ગુજરાતની સુગંધ સાથે જોડાયેલું છે. 

લોકસભા માટે કોંગ્રેસનો મોટો દાવ, ભાજપની ક્લીન સ્વીપની હેટ્રિક રોકવા આ ખેલ રમશે

2010ના દાયકામાં જોડાયા હતા બિગ બી 
બોલિવૂડ મેગાસ્ટારે 12 વર્ષ પહેલાં આ બે ટેગલાઈન સાથે પ્રચાર કર્યો હતો. ત્યારબાદ બિગ બીએ રાજ્યનું શક્તિપીઠ અંબાજી, ગુજરાતનું હેન્ડક્રાફ્ટ, કચ્છનો ફેસ્ટિવલ, આર્કિટેક્ચર અને ગુજરાતના સાપુતારાને પ્રદર્શિત કર્યું હતું. છેલ્લા એક દાયકામાં ગુજરાતમાં અનેક નવા પ્રવાસન સ્થળોનો વિકાસ થયો છે. ખુશ્બુ ગુજરાતની બીજી આવૃત્તિમાં બિગ બી આ સ્થળોનું પ્રમોશન કરી શકે છે.  સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારનો પ્રવાસન વિભાગ આ દિશામાં કામ કરી રહ્યો છે. વિભાગ ગુજરાતની બીજી આવૃત્તિ દ્વારા રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. 

ડભોઈની સૌથી જૂની બેંકના કર્મચારીઓએ જ બેંકનું કરી નાંખ્યું, નવા મેનેજરે ખોલી પોલ

આ સ્થાનોનું પ્રમોશન થશે
બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન 2010માં પ્રથમ વખત ગુજરાત સરકાર સાથે સંકળાયેલા હતા અને તેમણે ગુજરાતના પ્રવાસન સ્થળો પર એક મોટું શૂટ પૂરું કર્યું હતું. જે ખુશ્બુ ગુજરાત કી અને કુછ દિન તો ગુજારો ગુજરાત મેં ની ટેગલાઈન સાથે રજૂ કરવામાં આવ્યું હતું. જ્યારે બિગ બી બ્રાન્ડ એમ્બેસેડર બન્યા ત્યારે રાજ્યના પ્રવાસનને ઘણો ફાયદો થયો હતો. 

ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. આંકડાઓ અનુસાર વાર્ષિક 20 ટકાનો વધારો થયો છે. સરકારના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર ખુશ્બુ ગુજરાત કી...ની બીજી આવૃત્તિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, પાવાગઢ જેવા સ્થળોનો સમાવેશ થઈ શકે છે. આ સિવાય પીએમ મોદીના જન્મસ્થળ વડનગર અને ડાંગના જંગલનો પણ આમાં સમાવેશ થઈ શકે છે.

ટામેટાનો ભાવ કાબૂમા આવ્યો, ત્યાં દાળના ભાવમાં ભડકો ; દાળના ભાવ આસમાને પહોંચ્યા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More