Home> Gujarat
Advertisement
Prev
Next

ફરી દેશમાં ગુજરાતનો ડંકો: જાણો ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં ટોપ અચીવર્સ 7 રાજ્યો

કેન્દ્ર સરકારના રેન્કિંગમાં ગુજરાત વધુ એક વાર અવ્વલ આવ્યું છે. કેન્દ્રિય નાણા મંત્રાલયે આંકડા જાહેર કર્યા છે, જેમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં ગુજરાત બીજા નંબરે આવ્યું છે. રાજ્યો વચ્ચે સ્પર્ધા વધે તે માટે કેન્દ્ર સરકારે BRAP 2020 યોજના હેઠળ રેન્કિંગ કર્યું હતું.

ફરી દેશમાં ગુજરાતનો ડંકો: જાણો ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં ટોપ અચીવર્સ 7 રાજ્યો

નવી દિલ્હી: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) એ 30 જૂને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે ઈઝ ઑફ ડૂઈંગ બિઝનેસ રેન્કિંગ બહાર પાડ્યું છે. આ લિસ્ટમાં આંધ્રપ્રદેશ ફરી એકવાર ટોચ પર આવી ગયું છે. આ યાદીમાં ગુજરાત, હરિયાણા, કર્ણાટક, પંજાબ, તેલંગાણા અને તમિલનાડુ ટોપ 7માં સામેલ છે. નોંધનીય છે કે આ રેન્કિંગ વર્ષ 2015, 2016, 2017-18 અને 2019 માટે જાહેર કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારના રેન્કિંગમાં ગુજરાત વધુ એક વાર અવ્વલ આવ્યું છે. કેન્દ્રિય નાણા મંત્રાલયે આંકડા જાહેર કર્યા છે, જેમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં ગુજરાત બીજા નંબરે આવ્યું છે. રાજ્યો વચ્ચે સ્પર્ધા વધે તે માટે કેન્દ્ર સરકારે BRAP 2020 યોજના હેઠળ રેન્કિંગ કર્યું હતું. ટોપ અચીવર્સ 7 રાજ્યોમાં ગુજરાત બીજા નંબરે આવતા તમામ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે.

છેલ્લી વખત સપ્ટેમ્બર 2020માં રેન્કિંગ બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારે પણ આંધ્રપ્રદેશ ડૂડંગ વેપારના મામલે પ્રથમ ક્રમે હતું. તે પછી ઉત્તર પ્રદેશ, તેલંગાણા, મધ્યપ્રદેશ અને ઝારખંડનો નંબર આવે છે.

રેન્કિંગ કયા માપદંડ પર આધારિત છે?
તેનો ઉદ્દેશ રાજ્યો વચ્ચે સ્પર્ધાને પ્રોત્સાહન આપવાનો છે અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધકો માટે એકંદર બિઝનેસ વાતાવરણમાં સુધારો કરવાનો છે, જેથી રોકાણકારોને આકર્ષી શકાય. જે પરિમાણો પર રેન્કિંગ આધારિત છે તેમાં બાંધકામ પરવાનગી, મજૂર નિયમન, પર્યાવરણીય નોંધણી, માહિતીની ઍક્સેસ, જમીનની ઉપલબ્ધતા અને સિંગલ વિન્ડો સિસ્ટમનો સમાવેશ થાય છે.

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે છેલ્લા 8 વર્ષમાં સરકારે જૂના કાયદાઓને દૂર કરવા જેવા ઘણા સુધારાના પગલાં લાગુ કર્યા છે. તેમણે કહ્યું હતું કે દેશમાં વ્યવસાયને સરળ બનાવવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે. તેમણે ટ્વીટ કર્યું કે 'રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ'ના સિદ્ધાંતથી પ્રેરિત થઈને સરકારે ઘણા પગલાં લીધા છે, જેના કારણે વેપાર કરવાની સરળતા થઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More