Home> Gujarat
Advertisement
Prev
Next

સમગ્ર દેશમાં વર્ષ 2020-21 માં આરોગ્ય ક્ષેત્રે ગુજરાત પ્રથમ નંબરે: નીતિન પટેલ

આરોગ્ય ક્ષેત્રે ગુજરાત પ્રથમ ક્રમે આવતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભારત સરકારના નીતિ આયોગ દ્વારા દેશના બધા જ રાજયોને સાથે લઇને આરોગ્ય સેવાના આધારે દેશના બધા જ રાજ્યની આરોગ્ય સેવાની મૂલ્યાંકન કરવામાં આવે છે

સમગ્ર દેશમાં વર્ષ 2020-21 માં આરોગ્ય ક્ષેત્રે ગુજરાત પ્રથમ નંબરે: નીતિન પટેલ

હિતલ પારેખ/ ગાંધીનગર: આરોગ્ય ક્ષેત્રે ગુજરાત પ્રથમ ક્રમે આવતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આજના આરોગ્ય મંત્રી તરીકે મને આનંદ થાય છે ભારત સરકારના નીતિ આયોગ દ્વારા દેશના બધા જ રાજયોને સાથે લઇને આરોગ્ય સેવાના આધારે દેશના બધા જ રાજ્યની આરોગ્ય સેવાની મૂલ્યાંકન કરવામાં આવે છે અને આ મૂલ્યાંકન પ્રમાણે માર્ક આપવામાં આવે છે. ત્યારે સમગ્ર દેશમાં વર્ષ 2020-21 માં 86 સ્કોર સાથે ગુજરાત પ્રથમ નંબરે રહ્યું છે.

નીતિ આયોગ દ્વારા જુદા જુદા પ્રકારના મૂલ્યાંકન કરવામાં આવે છે. આ મૂલ્યાંકનની અંદર માતા મૃત્યુદરનું પ્રમાણ જોવામાં આવે છે. ભારત સરકારે આખા દેશમાં માતા મૃત્યુદર અત્યારે 113 નો લક્ષ્યાંક રાખ્યો છે. તેની સામે ગુજરાતમાં માતા મૃત્યુદર 75 નો આવ્યો છે. એટલે કે દર 1 લાખે ડિલિવરી પછી દેશમાં 113 માતાના મૃત્યુ થાય છે. તેમાં ગુજરાતમાં 75 નો દર છે. એટલે કે દેશ કરતા પ્રમાણમાં નીચા દરે ગુજરાતે માતા મૃત્યુદર જાળવી રાખ્યો છે. એવી જ રીતે પાંચ વર્ષની ઉંમર સુધીના બાળકોના મૃત્યુ દરના મૂલ્યાંકન કરવામાં આવે છે. તેમાં પણ ભારત સરકારનો 36 નો લક્ષ્યાંક હતો. તેમાં ગુજરાત 31 બાળકોના મૃત્યુ સાથે ચાલે છે.

આ પણ વાંચો:- રાજ્યના ઐતિહાસિક પાંચ સ્મારકોમાં રિસ્ટોરેશનના કામોની મુખ્યમંત્રીએ આપી મંજૂરી, જાણો કેટલો થશે ખર્ચ

ત્યારે 9 થી 11 માસના બાળકોનું સંપૂર્ણ રસીકરણ કરવું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઇન્દ્રધનુષ્ય કાર્યક્રમ હેઠળ બાળકોને જુદી જુદી ઉંમરે વિવિધ પ્રકારની રસી આપવામાં આવતી હોય છે. આ રસી આપવા માટે ભારત સરકારે 91 બાળકોને રસી આપવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા સ્વ ખર્ચે ગુજરાતમાં 87 બાળકોનું રસીકરણ કરવામાં આવે છે.

એવી જ રીતે સમગ્ર દેશને ટીબી મુક્ત કરવા ભારત સરકારે મોટો લક્ષ્યાંક ઉપાડ્યો છે. દરેક રાજ્યને વિવિધ પ્રકારની દવાઓ અને ઇન્જેક્શનો આપી તેના દ્વારા મોટામાં મોટી સારવાર આપીને ટીબી મુક્ત દેશ બનાવવાનો જે લક્ષ્યાંક પ્રધાનમંત્રીએ સમગ્ર દેશને આપ્યો છે. તેમાં દેશમાં 177 લોકોને ટીબી મુક્ત બનાવવા સામે ગુજરાતમાં 132 લોકોને ટીબી મુક્ત બનાવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો:- Amreli: કોરોનાનો સમાનો કરવા સિવિલ હોસ્પિટલને મળ્યા અધ્યતન વેન્ટિલેટર, શરૂ કરાશે ઓક્સિજન પ્લાન્ટ

એચાઈવી સંક્રમણ અટકાવવા માટે ભારત સરકારે દરેક રાજ્યને 0.05 નો લક્ષ્યાક આપ્યો છે. તે જ લક્ષ્યાંક પ્રમાણે આપણે એચાઈવીને અટકાવવાનું કામ કરી રહ્યા છે. તેવી જ રીતે દર 1 લાખની વસ્તીએ રસ્તાઓ પર અને હાઈવે પર જે ટ્રાફિક અકસ્માત થયા છે તે દર ઓછો કરવો એ પણ લક્ષ્યાંક ભારત સરકારે આપ્યો છે તે 11.5 છે. તેમાં આપણે અન્ય રાજ્ય કરતા થોડા નીચા છીએ પણ દેશમાં આગળ છીએ. સલામતીના જુદા જુદા પગલા લઇને ગુજરાત 10.8 પર છે.

સંસ્થાકિય પ્રવૃતિઓ આ પણ એક મોટુ લક્ષ્યાંક છે. માતાની પ્રસુતિ હમેશાં હોસ્પિટલમાં થાય છે. જેમાં ગુજરાત સરકારે અને આરાગ્ય વિભાગે મોટું કામ હાથમાં લીધું છે. ગુજરાતમાં સાળા બાર થી 13 લાખ જન્મ દર વર્ષે થાય છે. આ બધી જ સ્થિતિ સારી રીતે હોસ્પિટલમાં થાય છે. દેશમાં 94.4 ટકા પ્રસુતિ હોસ્પિટલોમાં થયા છે. જેનું પ્રમાણ ગુજરાતમાં 99.5 પ્રસ્તૃતિ હોસ્પિટલમાં થાય છે. દર 10 હજારની વસ્તીએ ભારત સરકારે જે ધોરણ નક્કી કર્યા છે એ પ્રમાણે એક ડોક્ટર, નર્સની સેવાઓ માટે ભારત સરકારે 37 કર્મચારીઓનું ધોરણ નક્કી કર્યું છે. તેની સામે ગુજરાતમાં 41 કર્મચારીઓની સંખ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More