Home> Gujarat
Advertisement
Prev
Next

VIDEO ગુજરાતની રાજ્યસભાની બંને બેઠકો પર ભાજપ જ કબજો કરશે, ખાસ જાણો કઈ રીતે

ગુજરાતની બે બેઠકોની રાજ્યસભાની ચૂંટણીની આજે કેન્દ્રીય ચૂંટણીપંચે જાહેરાત કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ લોકસભાની ચૂંટણી જીતતા રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી હતી. જેની ચૂંટણીનો કાર્યક્રમ આજે જાહેર કરવામાં આવ્યો.

VIDEO ગુજરાતની રાજ્યસભાની બંને બેઠકો પર ભાજપ જ કબજો કરશે, ખાસ જાણો કઈ રીતે

બ્રિજેશ દોશી, અમદાવાદ: ગુજરાતની બે બેઠકોની રાજ્યસભાની ચૂંટણીની આજે કેન્દ્રીય ચૂંટણીપંચે જાહેરાત કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ લોકસભાની ચૂંટણી જીતતા રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી હતી. જેની ચૂંટણીનો કાર્યક્રમ આજે જાહેર કરવામાં આવ્યો. 18 જૂને રાજ્યસભાની ચૂંટણી માટે નોટીફીકેશન જાહેર થશે જ્યારે ફોર્મ ભરાવની અંતિમ તારીખ 25 જૂન છે. 28 જૂન ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ અને 5 જુલાઇના રોજ ચૂંટણી યોજાશે.  5 જુલાઇએ જ ચૂંટણીની મતગણતરી થશે. જો કે રાજ્યસભાની આ બંને બેઠકો પર ભાજપ જ કબ્જો કરશે તેવું લાગી રહ્યું છે. આ પેટાચૂંટણીમાં ધારાસભ્યો બે વાર મત આપી શકશે. બે પૈકી એક બેઠક પર ભાજપના ઉમેદવાર નક્કી જ છે. વિદેશ મંત્રી એસ.જયશંકર ગુજરાતની એક બેઠક પરથી ભાજપના ઉમેદવાર હશે. 

રાજ્યસભામાં ગુજરાતની ખાલી પડેલી 2 બેઠકો માટે 5મી જુલાઈએ પેટાચૂંટણી યોજાશે\

વધુ વિગતો માટે જુઓ VIDEO

ચૂંટણી પંચ દ્વારા આજે ગુજરાત, ઓડિશા અને બિહારની રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો માટે પેટાચૂંટણી માટેની તારીખો અને અન્ય વિગતો અંગે જાહેરાત કરવામાં આવી. જે મુજબ અમિત શાહ અને સ્મૃતિ ઈરાની લોકસભા ચૂંટણી જીતી જતા હવે જે બે બેઠકો ખાલી પડી તે માટે પેટાચૂંટણી યોજાવવા જઈ રહી છે. જ્યારે બિહારમાં રવિશંકર પ્રસાદ લોકસભા ચૂંટણી જીત્યાં હતાં. એ રીતે ઓડિશામાં પણ 3 બેઠકો ખાલી પડી હતી. ચૂંટણી પંચના જાહેરનામામાં જણાવાયું છે કે આ પેટાચૂંટણીમાં સભ્યો બે વાર મત આપી શકશે. આમ થાય તો રાજ્યસભા ચૂંટણી સામાન્ય ચૂંટણી જેવી જ રહે. આ માટે રિપ્રેઝન્ટેશન ઓફ ધ પિપલ્સ એક્ટ 1951ની કલમ 147થી 151નો ઉલ્લેખ કરાઈને આ અંગે જણાવવામાં આવ્યું છે.  

જુઓ LIVE TV

જો આ રીતે બને તો બંને બેઠકો માટે અલગ અલગ મત પડશે અને તો પછી તો વિધાનસભામાં ભાજપના સભ્યો વધારે હોવાથી ભાજપને બંને સીટો જીતવામાં કોઈ મુશ્કેલી ન પડે. બેવાર મતદાન કરવાના મામલાને કોંગ્રેસ પડકારશે. અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક જીતીને સાંસદ બન્યા તો સ્મૃતિ ઇરાની અમેઠી બેઠક જીતીને લોકસભાના સાંસદ બન્યા છે જેના કારણે ગુજરાતની 2 રાજ્યસભા બેઠકોની પેટાચૂંટણી જાહેર થઇ છે.

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More