Home> Gujarat
Advertisement
Prev
Next

આગામી 5 દિવસ ગુજરાતના આ વિસ્તારો માટે છે આફતના સંકેત, આ જિલ્લાવાળા રહેજો સાવધાન

ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરૂચ,સુરત,નવસારી,તાપી,ભાવનગર, બોટાદ, અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી  કરવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ કમોસમી વરસાદની આગાહી છે.

આગામી 5 દિવસ ગુજરાતના આ વિસ્તારો માટે છે આફતના સંકેત, આ જિલ્લાવાળા રહેજો સાવધાન

Gujarat Weather Update: રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ સહિત રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. આગામી પાંચ દિવસ વરસાદની આગાહીના મતે બનાસકાંઠા, રાજકોટ, પાટણ, બનાસકાંઠા, અમરેલીમાં કરા પડવાની આગાહી કરાઈ છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે વરસાદ પડી શકે છે. આવતીકાલથી વરસાદની શક્યતા ઓછી છે. આવતીકાલથી કરા પડવાની શક્યતા પણ નહિવત છે.

H3N2 વાયરસને લઈને મોટા સમાચાર, ગુજરાતની 98 લેબોરેટરીને મળી ટેસ્ટ કરવાની મંજૂરી

ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરૂચ,સુરત,નવસારી,તાપી,ભાવનગર, બોટાદ, અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી  કરવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ કમોસમી વરસાદની આગાહી છે. આવતીકાલથી વરસાદની ગતિ ધીમી પડશે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહશે. રાજસ્થાન તરફ સર્જાયેલ સર્ક્યુલેશનની અસરથી ગુજરાતમાં વરસાદી વાતાવરણ બન્યું છે. જેના કારણે તાપમાનનો પારો 2 દિવસ વધશે ત્યારે બાદ ઘટી જશે. વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે જેની અસર આવતા સપ્તાહે જોવા મળશે. 

તૈયારીઓ શરૂ! આ શહેરમાં આઈસોલેશન વોર્ડ તૈયાર, રોજના 150થી 200 નોંધાઈ રહ્યા આ કેસ

ગુજરાતમાં ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. પરંતુ હાલ વાતાવરણમાં જે પ્રકારે સતત બદલાવ આવી રહ્યો છે. એવામાં ગુજરાતના વાતાવરણ અંગે હવામાન વિભાગે મહત્ત્વની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસ ગુજરાત પર ભારે છે. કારણકે, આગામી ચાર દિવસમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. ખાસ કરીને રાજ્યના સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ કહેર વર્તાવી શકે છે. હવામાન વિભાગના મતે ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મેહસાણા, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દાહોદ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં આગાહી કરવામાં આવી છે.

પિતા દીકરીને ખોટા પરીક્ષા સેન્ટર પર મૂકી ગયા, પીઆઈ મદદે દોડી આવ્યા, થઈ પ્રશંસા

ઉલ્લેખનીય છેકે, હાલમાં જ હોળીના દિવસે પણ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ચોમાસાની સિઝન જેવું માવઠું પડ્યું હતું. હોળી પર કમોસમી વરસાદ બાદ ખેડૂતોની હાલત કફોડી બની છે. એવામાં પડતા પર પાટા સમાન હજુ પણ ચાર દિવસ કમોસમી વરસાદની જ આગાહી કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે કમોસમી વરસાદને આગાહી કરવામાં આવી છે એ સ્થિતિને જોતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કારણકે, હાલ ખેતરોમાં ઉભા પાક તૈયાર છે. ખાસ કરીને અનાજ ઉપરાંત બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે પણ આ માવઠું ભારે નુકસાન પહોંચાડનારું છે. 

ગુજરાત ભરમાં રઝળતાં ઢોરનો કાયદો કાગળ પર! આ જગ્યાએ 24 કલાકમાં 2 લોકો સાથે દુર્ઘટના

આગામી 4 દિવસ માટે ગુજરાતભરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી કરી છે. છુટાછવાયા અને સામાન્ય વરસાદની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ રહી શકે છે. આજે વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં વરસાદની આગાહી કરાઈ છે. કાલે સૌરાષ્ટ્ર ગીર સોમનાથ દાહોદ તરફ વરસાદની આગાહી છે. આગામી 16 અને 17 માર્ચે વધુ વરસાદ રહેશે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને ગુજરાત રિજયનમાં વરસાદ રહેશે.

આ રીતે ખેડૂતોને ચૂકવાશે વળતર? અધિકારીઓ AC ચેમ્બરમાં બેસી કરી રહ્યા છે સર્વેનું નાટક

હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 16 અને 17 માર્ચે વરસાદ રહેશે. પૂર્વ દિશામાં ટ્રફ સર્જાયો હોવાથી વરસાદી માહોલ રહેશે. ખેડૂત માટે વરસાદને લઈને ધ્યાન રાખવા અપીલ કરાઈ છે. ખેડૂતોને પાક થઈ ગયો હોય તો લઈ લેવા વિનંતી કરાઈ છે. આજે પોરબંદરમાં હિટવેવની આગાહી છે, જ્યારે અમદાવાદ 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 2 દિવસ તાપમાનમા કોઈ ફેરફાર નહિ થાય. 2 દિવસ બાદ તાપમાનમાં 3 ડિગ્રી તાપમાન ઘટશે. વરસાદને પગલે 2 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે.

70 ની એવરેજવાળી બાઈક માત્ર 22 હજારમાં! ઘર ખુલ્લું રાખીને બાઈક લેવા દોડી પબ્લિક!

હવામાન વિભાગની આગાહી-
હવામાન વિભાગના મતે ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દાહોદ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. ઉત્તર પૂર્વીય પવનોના કારણે વાતાવરણમાં અચાનક પલટો આવશે. ગુજરાતમાં 12 મી માર્ચ પછી હવામાન પલટાતા 14,  15 16 અને 17 માં ફરી વાર વરસાદની શક્યતા છે, જયારે 24 અને 25 માર્ચમાં પણ દરિયા કિનારે ભારે પવન ફુંકાતા હવામાનમાં પલટો આવી શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More