Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતને સપ્ટેમ્બર મહિનો ફળ્યો, રેકોર્ડબ્રેક વરસાદથી પાણીનું સંકટ ટળ્યું

ગુજરાત પરથી શાહીન વાવાઝોડા (cyclone shaheen) નો ખતરો ટળી ગયો છે. હાલ દ્વારકાથી 50 કિમી દરિયામાં દૂર ડિપ્રેશન છે. જે આગામી 12 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને પાકિસ્તાન તરફ ફંટાઈ જશે. પરંતુ ગુલાબ બાદ શાહીન વાવાઝોડાને કારણે ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામા રેકોર્ડબ્રેક વરસાદ (gujarat rain) નોંધાયો છે. રાજ્યમાં સપ્ટેમ્બરના 28 દિવસમાં જ 16 ઈંચ, એટલે કે, 52 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. છેલ્લા દસ વર્ષમાં સપ્ટેમ્બર મહિનામાં વરસેલા વરસાદના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. 

ગુજરાતને સપ્ટેમ્બર મહિનો ફળ્યો, રેકોર્ડબ્રેક વરસાદથી પાણીનું સંકટ ટળ્યું

હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાત પરથી શાહીન વાવાઝોડા (cyclone shaheen) નો ખતરો ટળી ગયો છે. હાલ દ્વારકાથી 50 કિમી દરિયામાં દૂર ડિપ્રેશન છે. જે આગામી 12 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને પાકિસ્તાન તરફ ફંટાઈ જશે. પરંતુ ગુલાબ બાદ શાહીન વાવાઝોડાને કારણે ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામા રેકોર્ડબ્રેક વરસાદ (gujarat rain) નોંધાયો છે. રાજ્યમાં સપ્ટેમ્બરના 28 દિવસમાં જ 16 ઈંચ, એટલે કે, 52 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. છેલ્લા દસ વર્ષમાં સપ્ટેમ્બર મહિનામાં વરસેલા વરસાદના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. 

મોટા ભાગે જુલાઈ અને ઓગસ્ટ માસમાં સીઝનનો અંદાજે 60 થી 70 ટકા વરસાદ (rains) વરસતો હોય છે, પરંતુ આ વખતે આ બંને મહિનામાં ઘણો ઓછો વરસાદ થયો છે. પરંતુ આ વર્ષે સપ્ટેમ્બર મહિનો ગુજરાતને ફળ્યો છે. ગત મહિનાઓની ઓછા વરસાદની જે ચિંતા અને ઘટ હતી, તે સપ્ટેમ્બરમાં દૂર થઈ છે. રાજ્યમાં સપ્ટેમ્બરના 28 દિવસમાં જ 16 ઈંચ, એટલે કે, 52 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. ગુજરાતના 70 થી વધુ તાલુકામાં 100 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે. તેથી હવે આગામી ઉનાળો કાઢવો ગુજરાત માટે આકરો નહિ પડે. 

24 કલાકમાં 90 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમ્યાન 209 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના વિસાવદરમાં 12 ઇંચ જેટલો નોંધાયો છે. તો અમરેલીના લીલીયા અને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં પોણા છ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર અને ભરૂચના ભરૂચ તાલુકામાં સવા પાંચ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. 

  • રાજ્યના 9 તાલુકામાં 5 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો
  • રાજ્યના 17 તાલુકામાં 4 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો
  • રાજ્યના 28 તાલુકામાં 3 ઇંચ કરતા વધારે વરસાદ
  • રાજ્યના 62 તાલુકામાં 2 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો
  • રાજ્યના 122 તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો

તો ગુજરાતમાં આજે સવારે 6:00 થી 8:00 સુધીમાં 28 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે. તો દેવભૂમિ દ્વારકાના જ ખંભાળિયામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More