Home> Gujarat
Advertisement
Prev
Next

કુદરતી નહિ પણ ગુજરાતમાં પૂર સરકાર સર્જિત : કોંગ્રેસેનો આક્ષેપ, વ્હાલા થવા 17 મીએ જ કેમ પાણી છોડાય છે

Narmada Flood : નર્મદા ડેમમાંથી પાણી છોડવા મુદ્દે કોંગ્રેસે બાંયો ચડાવી, રાજ્યપાલને મળીને આવેદન પત્ર આપ્ચું... વધુ સહાય સાથેનું પેકેજ જાહેર કરવામાં આવે

કુદરતી નહિ પણ ગુજરાતમાં પૂર સરકાર સર્જિત : કોંગ્રેસેનો આક્ષેપ, વ્હાલા થવા 17 મીએ જ કેમ પાણી છોડાય છે

Gujarat Congress : નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણી મામલે રાજકારણ શરૂ થયું છે. નર્મદાના પૂર મુદ્દે કોંગ્રેસે સરકાર સામે બાંયો ચઢાવી છે. આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે રાજ્યપાલને મળીને આવેદનપત્ર આપ્યું છે. 

આ મુદ્દે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, પ્રધાનમંત્રી ગુજરાતની બે દિવસની મુલાકાત હતા ત્યારે કોંગ્રેસને એવું હતું કે પ્રધાનમંત્રી ભરૂચ અને નર્મદા જિલ્લાની મુલાકાત લેશે અને સરકારે મજાક કરતું આપેલા પેકેજમાં પ્રધાનમંત્રી નવું પેકેજ જાહેર કરશે. જોકે આમ થયું નથી. નર્મદા પૂરની સ્થિતિને લઈને કોંગ્રેસ પક્ષે રાજ્યપાલને રજુઆત કરી છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટના સીટીંગ જજ હેઠળ તપાસ પંચ રજૂ કરવામાં આવે. નર્મદા નદીમાં પાણી છોડવાની સ્થિતિ અંગે સુપ્રીમ કોર્ટના સીટીંગ જજની ની અધ્યક્ષતામાં તપાસ કરવામાં આવે. જો તપાસ મા સરકાર સાચી માલુમ પડશે તો અમે કોંગ્રેસ પક્ષ જનતાની માફી માંગીશું. સરકારે જાહેર કરેલ સહાય પેકેજ અપૂરતું અને ઓછું છે.

આ મોતના ખાડા પૂરો સરકાર, નહિ તો અનેકોના જીવ લઈ જશે ગુજરાતનો આ હાઇવે

અમિત ચાવડાના આક્ષેપો 

કુદરતી નહિ પણ નર્મદા નદીમાં આવેલ પૂર સરકાર સર્જિત પુર હતું.

પુર પીડિતોની મુલાકાત: પીએમ ગુજરાત આવ્યા તો પુર પીડિત વ્યક્તિઓની મુલાકાતે જશે તેવું અમને હતું.

આગોતરું આયોજન : પીએમના જન્મ દિવસે જ પાણી છોડવાનું અને સીએમ વધામણાં કરવા જશે તેવુ આગોતરું આયોજન હતું.

આટલું થયું છે નુક્સાન : હજારો ખેડૂતોને નુકશાન થયું છે. હજારો ઘરોમાં પાણી ઘુસી ગયું અને કરોડોનું નુક્સાન

નિયમો હેઠળ પેકેજ : સરકાર સર્જિત આપતિમાં સરકારે નિયમો હેઠળ રાહત પેકેજ જાહેર કર્યું.

સંપૂર્ણ ચુકવણું કરે : રાજ્યપાલને અમે રજૂઆત કરી છે કે જેટલું નુકશાન થયું છે તેનું સંપૂર્ણ ચુકવણું સરકાર કરે.

આટલી સહાય તો જરૂરી : વ્યક્તિગત ઓછામાં ઓછું 20 હજારની સહાય જાહેર કરે.

આ યોજનાનો લાભ આપો : મકાનો તૂટી ગયા છે તેવા પરિવારોને પીએમ આવાસ હેઠળ મકાન આપવામાં આવે.

હજારો લોકો બરબાદ : પીએમનો જન્મ દિવસ ઉજવવા માટે હજારો લોકો બરબાદ થઈ ગયા.

તપાસ કરવામાં આવે : સરકાર સર્જિત આપતીની સુપ્રીમ કોર્ટની અધ્યક્ષતામાં તપાસ કરવામાં આવે.

પગલાં ભરાય : તપાસમાં જે કસૂરવાર છે તેમની સામે પગલાંઓ લેવામાં આવે.

શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, રાજ્યપાલ પાસે રજુઆત કરવાંમા આવી છે કે વધુ સહાય સાથેનું પેકેજ જાહેર કરવામાં આવે. શુકલતીર્થ પાસે એક આદિવાસી સમાજના ભાઈ પૂરમાં તણાઈ ગયા છે. તેમના પરિવાર ને હજુ સુધી સરકારે સહાય જાહેર નથી કરી. પૂરમા મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવાર ને સહાય જાહેર કરવામા આવે.

કોંગ્રેસે કહ્યું કે, નર્મદા નદીમાં એક સાથે આટલું બધું પાણી છોડવાની જરૂરિયાત નહોતી. નર્મદા ડેમની પ્રાથમિકતા ફ્લડ કન્ટ્રોલ માટેની પણ છે. સરકારે વ્હાલા થવા 17 મીએ જ કેમ પાણી છોડવામાં આવે છે. ડેમ ઓવરફ્લો કરવાં માટે વીજળી માટેનું ટર્બાઇન બંધ કરી દેવામાં આવ્યું છે. બે દિવસ બાદ સરકાર નવો તુક્કો લાવ્યા કે વાદળ ફાટ્યું.

નવરાત્રિમાં વિલન બનશે વરસાદ, પહેલા જ નોરતે વરસાદની આવી ગઈ અંબાલાલ પટેલની આગાહી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More