Home> Gujarat
Advertisement
Prev
Next

પીએમ મોદી ગુજરાત આવે તે પહેલા રાજકારણમાં મોટી હલચલ, જાણો પાટીલ બદલાશે કે નહિ?

Gujarat Politics : પીએમ 30 ઓક્ટોબરના રોજ બે દિવસના ગુજરાતના પ્રવાસે આવનાર છે... ત્યારે તે પહેલા જ જાણવા મળ્યું કે, આગામી લોકસભા ચૂંટણી ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલની અધ્યક્ષતામાં લડાશે

પીએમ મોદી ગુજરાત આવે તે પહેલા રાજકારણમાં મોટી હલચલ, જાણો પાટીલ બદલાશે કે નહિ?

PM Modi Gujarat Visit : પીએમ ગુજરાત 30 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે આવનાર છે. લોકસભાની ચૂંટણી પહેલા તેમની આ મુલાકાત મહત્વની સાબિત થવાની છે. ત્યારે તેમના આગમન પહેલા ગુજરાતના રાજકારણમાં મોટા હલચલ થયા છે. ગુજરાતના રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આગામી લોકસભા ચૂંટણી ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલની અધ્યક્ષતામાં લડાશે. સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ચૂંટણી લડાશે. સાથે જ સરકાર કે સંગઠનમાં કોઈ ફેરબદલ નહીં થાય. સાથે જ લોકસભા ચૂંટણી સુધી કોઈ પણ ફેરબદલ નહી થાય. માત્ર સંગઠનમાં ખાલી પડેલા પદ ભરાશે. પીએમ મોદીના પ્રવાસ બાદ ખાલી પડેલા પદ ભરાશે. 26 બેઠકો પર હેટ્રીકના લક્ષ્ય સાથે ભાજપ કામ કરશે. 

છેલ્લા કેટલાક સમયથી અટકળો ચાલી રહી હતી કે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ કેન્દ્રીય નેતૃત્વમાં જશે. ભાજપના આંતરિક સૂત્રોનું કહેવું છે કે, પાટીલ નહિ બદલાય. આગામી લોકસભા ચૂંટણી સીઆર પાટીલ અને ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જ લડવામાં આવશે. જોકે, ભાજપ સંગઠનમાં પડેલી ખાલી જગ્યાઓ વહેલામાં વહેલી તકે ભરવામાં આવી શકે છે. પીએમ મોદીના રાજભવન રોકાણમાં સંગઠનમાં કોને સ્થાન આપવું તે અંગે ચર્ચા થઈ શકે છે. જેના બાદ સંગઠનમાં ખાલી પડેલી જગ્યાઓ પર નિર્ણય લેવાશે. 

બોર્ડની પરીક્ષા પહેલા મોટો નિર્ણય : ધોરણ 10 અને 12 ની પરીક્ષા ફીમાં તોતિંગ વધારો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરના રોજ ગુજરાત પ્રવાસે આવનાર છે. હાલ સૌની નજર તેમના રાજભવનના રાત્રિ રોકાણ દરમિયાન છે. તેઓ 30 ઓક્ટોબરના રોજ રાતે રાજભવનમાં બેઠકો કરવાના છે. આ બેઠકોમાં ગણતરીના નેતા અને અધિકારીઓ હાજર રહે તેવી સંભાવના છે. ત્યારે આ બેઠકોમાં આગામી લોકસભાને લઈને અતિમહત્વના નિર્ણયો લેવાઈ શકે છે.  

Student Visa : વિદેશ જવામાં ગુજરાતીઓ જ નહિ, આ રાજ્યોના લોકો પણ છે આગળ

પીએમ મોદી બે દિવસ ગુજરાત પ્રવાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે સવારે 9.30 એ અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે.  ત્યાંથી 10.20 કલાકે અંબાજી પહોંચશે. 10.30 કલાકે અંબાજી મંદિરમાં દર્શન કરશે. 11.45 કલાકે ખેરાલુ પહોંચશે અને 12 વાગે જનસભાને સંબોધન કરશે  2 વાગે ગાંધીનગર પરત ફરશે અને બાદમાં રાત્રિ રોકાણ ગાંધીનગર રાજભવનમાં જ કરશે. તો 31મી ઓક્ટોબરે સવારે તેઓ 6.35એ ગાંધીનગરથી કેવડીયા જવા રવાના થશે. સવારે 8 થી 12.30 વાગ્યા સુધી કેવડીયા એકતા પરેડમાં હાજરી આપશે અને 1 વાગ્યે વડોદરાથી દિલ્હી જવા રવાના થશે.

ગુજરાત ટૂંક સમયમાં સેમિકન્ડક્ટરનું હબ બનશે : માઈક્રોને નિરમાના 30 છાત્રોને આપી નોકરી
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More