Home> Gujarat
Advertisement
Prev
Next

Gujarat Public Examination Bill 2023 : શાળા-કોલેજની પરીક્ષામાં ચોરી કરતા પકડાયા તો તેની સજા મુદ્દે લેવાયો આ નિર્ણય

Gujarat Public Examination Bill 2023 : ભરતી સિવાયની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા સ્ટેટ ફંડેડ યુનિવર્સિટી દ્વારા લેવાતી જાહેર પરીક્ષા આપતા પરીક્ષાર્થીએ કોઈ પણ ગુનો કર્યો હોય તો શિક્ષણ બોર્ડ અને યુનિવર્સિટીનો નિર્ણય અંતિમ ગણવામાં આવશે

Gujarat Public Examination Bill 2023 : શાળા-કોલેજની પરીક્ષામાં ચોરી કરતા પકડાયા તો તેની સજા મુદ્દે લેવાયો આ નિર્ણય

Gujarat Budget Session 2023 : ગુજરાત જાહેર પરીક્ષા બિલ ગઈકાલે વિધાનસભામાં પાસ થઈ ગયું છે. બજેટ સત્ર દરમિયાન પેપરલીક સામેનું વિધેયક વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું છે. સુધારા સાથે વિધેયક વિધાનસભામાં પાસ કરાયું છે. કોંગ્રેસની માગ બાદ ગુજરાત જાહેર પરીક્ષા વિધેયકમાં સુધારો કરાયો છે. બિલની ચર્ચા સમયે જ પરીક્ષા વિધેયક 2023માં સુધારો કરવામાં આવ્યો. મહત્વનું છે કે, ગુજરાત જાહેર પરીક્ષા વિધેયકમાં સુધારો કરવામાં આવ્યો છે. શિક્ષણ બોર્ડ અને યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી મામલે હવે આખરી સત્તા બોર્ડ અને યુનિવર્સિટી પાસે રહેશે. કોંગ્રેસની રજૂઆત બાદ સરકારે સુધારો કર્યો છે.

પેપર ફૂટવાની ઘટનાઓ બાદ સરકાર જે બિલ લાવી હતી, તેમાં પરીક્ષામાં ગેરરિતી આચરનાર વિદ્યાર્થી માટે પણ સજાની જોગવાઈ હતી, પરંતું વિદ્યાર્થીઓને કોઈ પણ ભોગે પોલીસના હવાલે ન કરાય. આવુ કરવાથી વિદ્યાર્થીની કારકિર્દી પર મોટી અસર પડશે તેવી કોંગ્રેસની સૂચના હતા. જેથી રાજ્ય સરકારે પરોક્ષપણે કોંગ્રેસની આ ભલામણનો સ્વીકાર કર્યો હતો. પહેલા જ દિવસે સરકારને બિલમાં સુધારો કરવો પડ્યોહ તો. જેના બાદ અંતે રાતે 9 કલાકે બિલ સર્વાનુમતે પસાર કરાયુ હતું. 

આ બાદ રાતે સ્પષ્ટ કરાયું કે, ભરતી સિવાયની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા સ્ટેટ ફંડેડ યુનિવર્સિટી દ્વારા લેવાતી જાહેર પરીક્ષા આપતા પરીક્ષાર્થીએ કોઈ પણ ગુનો કર્યો હોય તો શિક્ષણ બોર્ડ અને યુનિવર્સિટીનો નિર્ણય અંતિમ ગણવામાં આવશે. 

આ પણ વાંચો : 

પાટીદાર મુખ્યમંત્રીની ઝોળીમાંથી શું નીકળશે, આજના બજેટ પર નાગરિકોની નજર

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ટીમ 182 એ આ નિર્ણય લીધો છે. ગુજરાતના યુવાનો માટે આજે તમામે એક સૂરે નિર્ણય કર્યો છે. તેમના ભવિષ્ય માટે આ બિલ સર્વાનુમતે પસાર કર્યું. તમામ પરીક્ષાઓ આ કાયદો બન્યા બાદ જ લેવાશે. નવો કાયદો અસ્તિત્વમાં આવે એ બાદ જ પરીક્ષાઓ લેવામાં આવશે. છેલ્લે રદ્દ થયેલી પરીક્ષા અને પોલીસ કાર્યવાહીમાં નવો કાયદો લાગુ થઇ શકે નહીં. હસમુખ પટેલને આવનારી પરીક્ષાની જવાબદારી આપી છે.

આજે બોર્ડ, યુનિવર્સિટી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવા અંગેનું વિધેયક રજૂ કર્યું છે. જેમાં ગેરરીતિ આચરનારાઓને ત્રણ વર્ષ સુધી કેદની જોગવાઈ છે. વિધાનસભામાં ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક રજૂ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પક્ષ-વિપક્ષ ભૂલી બિલ પાસ કરવા અપીલ કરી હતી. પરંતુ ગુજરાત સરકારે હરિયાણા અને રાજસ્થાન સરકારના કાયદાની કોપી કર્યાનો વિપક્ષે આરોપ લગાવ્યો છે. આવતીકાલે વિધાનસભામાં નાણાં મંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરશે. નવા બજેટમાં આરોગ્ય, શિક્ષણ અને સામાજિક ક્ષેત્રોમાં મહત્તમ બજેટ ફાળશે.

રાજ્ય સરકારે વિધાનસભામાં પરીક્ષા અંગે વિધેયક મંજૂર કરતા સરકારી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે જે રીતના પરીક્ષા પહેલા જ પેપર લીક થવાની ઘટના બનતી હતી. વર્ષોથી તૈયારી કરતા વિદ્યાર્થીઓમાં ભારે નિરાશા જોવા મળતી હતી. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનાર અસામાજિક તત્વો સામે હવે કડક કાર્યવાહી કરવા વિધેયક પસાર થતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે. પરીક્ષાનો પેપર લીક કરનારને 10 વર્ષની સજા સાથે 1 કરોડ દંડની જોગવાઈ કરવામાં આવી છે. સાથે બિનજામીન માત્ર ગુના છે .સરકારે રજૂ કરેલા  વિધેયકને લઈ સરકારી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે.

આ પણ વાંચો : 

રીક્ષામાં સવાર આખા નાયક પરિવારને મોત ભરખી ગયું, પાદરા પાસે અકસ્માતમાં 5 ના મોત

કોના માટે શું જોગવાઇ રહેશે
1 પેપર ફોડનારાં ખાનગી તત્ત્વોને 1 કરોડનો દંડ, 10 વર્ષની કડક જેલની સજા.
2 પરીક્ષા સાથે સંકળાયેલી એજન્સી અને સરકારી ઇસમો- ત્રણ વર્ષની કડક સજા, બિનજામીનપાત્ર ગુનો, આજીવન ભરતી પરીક્ષા કે અન્ય સરકારી કામો મળવા પર પ્રતિબંધ
3 પેપર ખરીદનારાં ઉમેદવારો- 1 લાખનો દંડ, ત્રણ વર્ષની કડક જેલ, બિનજામીનપાત્ર ગુનો, કોઇપણ ભરતી પરીક્ષામાં બેસવા પર કાયમી પ્રતિબંધ
મહત્વનું છે કે, લોકોમાં દાખલો બેસે તે માટે ગુનાઇત કાવતરા રચવાની કલમ આ નવા કાયદા દ્વારા દાખલ કરાશે. ગુનો બિનજામીનપાત્ર અને કોગ્નિઝિબલ બનશે તેથી જામીન સરળતાથી નહીં મળે અને ગુનો ગંભીર કક્ષાનો ગણાશે. કેસ ચલાવવા માટે ફાસ્ટટ્રેક કોર્ટની રચના કરાશે, જેથી તેની ન્યાયિક પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય.

અગાઉ ગુજરાતમાં પેપર લીક બાદ નવા બની રહેલા કાયદાનું બિલ વિધાનસભા ગૃહમાં ધારાસભ્યોને અપાયું હતું. આ વિધાયકના ઉદ્દેશો પાર પાડવા માટે સત્તા મંડળો અને વિવિધ વિભાગોના વિદ્યામાં કર્મચારી વર્ગ કાર્યો બજાવશે. સરકાર ગુજરાત જાહેર પરીક્ષા વિધયેક 2023 તરીકે લાવશે. બજેટ સત્રમાં રાજ્ય સરકાર આ વિધયેક પસાર કરાવશે. પરીક્ષામાં ચોરી કરનારને 3 વર્ષની સજાની જોગવાઈ પણ રાખવામાં આવી છે, એટલું જ નહીં, 3 વર્ષની સજા સાથે 1 લાખના દંડની જોગવાઈ પણ છે.

આ પણ વાંચો : 

લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે,ચમત્કારમાં ખેડૂતે કરોડોની લાલચમાં 23 લાખ ગુમાવ્યા

આ માટે સરકારે કાયદાનો વિસ્તૃત અભ્યાસ કર્યો છે અને સમગ્ર દેશમાં આવા કિસ્સા વિરોધી કાનૂનમાં ન હોય તેવા કડક કાયદા અને કલમો દાખલ કરવામાં આવ્યા છે. મોટા ગુનાહિત ષડયંત્રના કિસ્સામાં લાગુ કરાય છે તેવી કલમો આઇપીસીની વિવિધ કલમોને તેમાં રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર આ માટે સામાન્ય વહીવટ વિભાગે મંગળવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી સમક્ષ સમગ્ર વિધેયકનું પ્રેઝન્ટેશન કર્યું હતું. આ પ્રેઝન્ટેશન બાદ મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળે તેને મંજૂરી આપી દીધી છે. હવે તે વિધેયક વિધાનસભા ગૃહમાં મંજૂરી માટે આગામી બજેટ સત્રમાં રજૂ કરવામાં આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More