Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં ક્યાં અને ક્યારે બનશે દેશનો સૌથી મોટો સુપરમોલ? કેવી હશે સુવિધાઓ અને ડિઝાઈન

India's Bigest Super Mall: પીએમ મોદી અને યુએઈના રાષ્ટ્ર પ્રમુખની દોસ્તી ગુજરાત અને ખાસ કરીને અમદાવાદને ફળી ગઈ. વિશાળ કંપની અમદાવાદમાં ઉભો કરશે દેશનો સૌથી મોટો સુપરમોલ. જાણો આ મોલ વિશે A to Z માહિતી.

અમદાવાદમાં ક્યાં અને ક્યારે બનશે દેશનો સૌથી મોટો સુપરમોલ? કેવી હશે સુવિધાઓ અને ડિઝાઈન

India's Biggest Super Mall/ઝી બ્યૂરો, અમદાવાદઃગુજરાત દિનપ્રતિદિન રોકેટ ગતિએ વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે. વાઈબ્રન્ટ સમિટમાં ઉદ્યોગકારો દ્વારા ગુજરાત અને ખાસ કરીને અમદાવાદની આસપાસ બતાવેલી મસમોટા રોકાણની તૈયારી એ વાતનો બોલતો પુરાવો છે. ત્યારે ટૂંક સમયમાં અમદાવાદને મળશે નવું નજરાણું. આખા ભારતમાં ક્યાંય નહીં હોય એવો દેશનો સૌથી મોટો સુપરમોલ અમદાવાદમાં તૈયાર થશે. દુનિયાભરની કંપનીઓની બ્રાન્ડેડ વસ્તુઓ ત્યાં એક જગ્યાએ તમને મળી રહેશે.

આ પણ ખાસ વાંચોઃ  ગુજરાતનું એવું ગામ જ્યાં ભાઈ અને પિતા જ કરતા હતા દિકરીઓની દલાલી, હવે સ્થિતિ બદલાઈ
આ પણ ખાસ વાંચોઃ  શાકવાળો મફતમાં આપે તોય ના લેતા લીલા રંગના બટાકા, આ બટાકામાં હોય છે એક પ્રકારનું ઝેર
આ પણ ખાસ વાંચોઃ  બજરંગ દળનું એ ત્રિશૂળ...ગુજરાતની આ જગ્યાએ પહેલીવાર અપાયા હતા 536 ત્રિશૂળ

અમદાવાદમાં બનનારા દેશના સૌથી મોટા સુપરમોલ પર કેટલો ખર્ચ થશે? 
વાઈબ્રન્ટ સમિટમાં UAEની કંપનીના ચેરમેને આ અંગેની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતુંકે, અમદાવાદ શહેરમાં દેશનો સૌથી મોટો શોપિંગ મોલ ઊભો કરાશે. તેમના જણાવ્યા પ્રમાણે અમદાવાદમાં બનનારા દેશના સૌથી મોટા સુપરમોલ પાછળ અંદાજે 4 હજાર કરોડ કરતા વધારે ખર્ચ થશે. વધતી મોંઘવારી અને બદલાતા સમયની સાથે આ ખર્ચમાં વધતા ઓછા અંગે વધારો થવાની પણ સંભાવના છે.

આ પણ ખાસ વાંચોઃ  સારું છે ગુજરાતમાં નથી આ ગામ, એક બુંદિયાળ ગામ, જ્યાં ક્યારેય નથી પડતો વરસાદ!
આ પણ ખાસ વાંચોઃ  છાટાંપાણીના શોખીન ગુજરાતીઓને સૌથી વધુ પસંદ છે આ બ્રાંડ! ભુકકા બોલાવે એવા છે ભાવ

અમદાવાદમાં ક્યારે શરૂ થશે દેશના સૌથી મોટા સુપરમોલનું કામ?
વાઈબન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ- ૨૦૨૪માં યુઈએ સ્થિત લુલુ ગ્રૂપ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. લુલુ ગ્રૂપના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર યુસુફઅલી એમએ-એ જણાવ્યું હતું કે, ભારતમાં સૌથી મોટો શોપિંગ મોલ ઝડપથી અમદાવાદમાં ઊભો કરવામાં આવશે.યુએઈ સ્થિત લુલુ ગ્રૂપના ચેરમેને જણાવ્યું હતું કે, વાઈબન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ એ એક મોટો આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ છે. ઉદ્યોગપતિઓ ઉદારતાપૂર્વક અહીંયા રોકાણ કરવા માટે આવી રહ્યા છે, જેમાં એનઆરઆઈ પણ સામેલ છે. અમે અમદાવાદમાં ભારતનો સૌથી મોટો શોપિંગ મોલ બનાવવા જઈ રહ્યા છીએ, મોલ બનાવવાનું કામ વર્ષ ૨૦૨૪થી જ શરૂ કરી દેવામાં આવશે. આ છ થી સાત મહિનામાં સ્થળ પસંદગી કરીને સ્ટ્રક્ચરનું કામ શરૂ કરી દેવામાં આવશે.

આ પણ ખાસ વાંચોઃ  ગુજરાતનું આ સ્થળ જેટલું સુંદર છે એટલું જ ખતરનાક, અહીં એકાંત માણવા આવે છે પ્રેમીઓ
આ પણ ખાસ વાંચોઃ  ગુજરાતના આ ગામમાં કોઈ ઘરમાં નથી બનતું જમવાનું, કેમ એક પણ ઘરે નથી સળગતો ચૂલો?

દેશના આ બે શહેરોમાં બનશે સૌથી મોટા સુપરમોલઃ
લુલુ ગ્રૂપના ચેરમેને વધુમાં જણાવ્યું હતુંકે, અમારી કંપની ભારતમાં બે મોટા સુપરમોલ શરૂ કરવાની ગણતરી કરી રહી છે. જેમાંથી એક અમદાવાદમાં અને એક ચેન્નાઈમાં બનશે. આ બન્ને મોલને કારણે હજારો લોકોને રોજગારની તક મળશે.

કેવો હશે દેશનો સૌથી મોટો સુપરમોલ?
આ સુપરમોલ વાઈફાઈ કનેક્ટીવિટી, હાઈસિક્યોરિટી ક્લિયરન્સ, મોલનો ખૂણેખૂણો અંડર સીસીટીવી સવેલન્સ, મોનિંટરિંગ રૂમ, ભૂકંપ પ્રૂફ, ફાયર સેફ્ટીથી સજ્જ, શોપિંગની સાથે મનોરંજનના તમામ સાધનો, ફૂડ કોર્ટ, ગેંમિંગ ઝોન, સિનેમા, જિમ, સ્પોટ્સ ક્લબ, કેફેટ એરિયા, ફાઈવ સ્ટાર હોટલોમાં હોય તેવી વ્યવસ્થાઓ જેવો સજ્જ હશે.

કેવી હશે સુપરમોલની ડિઝાઈન?
સેફટીના તમામ પરેમિટર્સથી સજ્જ, રોકાણકારોને પસંદ પડે તેવો, દુબઈ, અમેરિકા જેવા વિકસિત દેશોમાં હોય છે બિલકુલ એવો જ સુપરમોલ અમદાવાદમાં બનશે. જેની ડિઝાઈન પણ એકદમ યુનિક હશે. વિશાળ પરિસરમાં સજ્જ, ઉંચી ઈમારતવાળો, વાતાનુકૂલિત વાતાવરણ, શહેરના હાર્દ સમા વિસ્તારમાં, લોકો સરળતાથી ત્યાં આવી શકે તેવા સ્થળે, વિશાળ પાર્કિંગ સ્પેસ સાથે સજ્જ હશે આ સુપરમોલ. 

અમદાવાદમાં કંઈ જગ્યાએ બનશે દેશનો સૌથી મોટો સુપરમોલ?
યુએઈની જે કંપની આ મોલ બનાવવાની છે તે ગ્રૂપના ચેરમેન યુસુફઅલીએ જણાવ્યું હતુંકે, ભારતમાં ક્યાંય નહીં હોય એવો હશે આ મોલ. દુનિયાભરની તમામ અત્યાધુનિક સુવિધાઓ સાથે આ મોલ તૈયાર થશે. સૂત્રોના કહેવા પ્રમાણે આ ગ્રૂપ દ્વારા તેમના માપદંડોને અનુસરીને જમીનની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટ મારફતે અંદાજે 20 હજાર જેટલાં લોકોને રોજગારી મળશે. સૂત્રોનું માનીએ તો અમદાવાદ શહેરમાં સંભવતઃ સરખેજથી ગાંધીનગર રોડ વચ્ચે ના સૌથી વિશાળ અને પ્રાઈમ લોકેશન પર જ આ સુપરમોલ ઊભો કરવાની યોજના છે.

શું છે યુએઈની કંપનીનું આગામી પ્લાનિંગ?
ગ્રૂપના કહેવા પ્રમાણે, શોપિંગ મોલ જ નહિ પરંતુ ખાદ્ય પદાર્થ સહિતની વસ્તુઓ સાથે અમે વિવિધ રાજ્યોમાં પણ રોકાણ કરવા તત્પર છીએ. આ ગ્રૂપ વિશ્વભરમાં શોપિંગ મોલ્સ અને હાયપર માર્કેટ બનાવવાનું કામ કરે છે. ઉલ્લેખનીય છે કે, લુલુ ગ્રૂપની મુખ્ય કચેરી અબુ ધાબી, યુએઈ સ્થિત છે. ઉદ્યોગ ક્ષેત્રે આ ગ્રૂપ ટ્રેડ સેન્ટર તરીકે ઓળખાય છે. આ ગ્રૂપ અલગ અલગ ૪૨ જેટલા દેશોમાં કાર્યરત છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More