Home> Gujarat
Advertisement
Prev
Next

ગરમી વધતા લીંબુ, ફૂદીનો, નારિયેળના ભાવ વધ્યા, શાકભાજીના ભાવમાં પણ ઉછાળો

ગુજરાતમાં અસહ્ય ગરમીનાના કારણે લીંબુની માંગ સૌથી વધારે છે. જેને કારણે હાલ અમદાવાદની વાત કરીએ તો લીંબુનો હોલસેલ ભાવ પણ 100 રૂપિયા કિલો કરતા પણ વધી ગયો છે. જેને શહેરના પશ્ચિમ વિસ્તારમાં લીંબુનો રીટેલ ભાવ 180 થી 200 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

ગરમી વધતા લીંબુ, ફૂદીનો, નારિયેળના ભાવ વધ્યા, શાકભાજીના ભાવમાં પણ ઉછાળો

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં સતત વધી રહી છે ગરમી. વધતી જતી ગરમીમાં લોકો બોડીને હાઈડ્રેટ રાખવા માટે લીંબુ, ફૂદીનો, નારિયેળ જેવી વસ્તુઓના ભાવ અત્યારે સતત વધારી રહ્યાં છે. કારણકે, આ વસ્તુઓની બજારમાં સતત માંગ વધી રહી છે. ત્યારે આ સાથે જ કેટલીક શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. જાણો ગરમીના લીધે શાકભાજીના ભાવ પર પડ્યો કેટલો અસર. મોટી કંપનીઓ દ્વારા ખેડૂતો પાસેથી એડવાન્સ ચાર માસ પહેલા બુક કરાવી દીધુ હોવાથી બજારમાં અ ઓછા આવી રહ્યા છે.જેના લીધે ભાવોમાં અસહ્ય ઉછાળો આવી ગયો છે. 

ગુજરાતમાં અસહ્ય ગરમીનાના કારણે લીંબુની માંગ સૌથી વધારે છે. જેને કારણે હાલ અમદાવાદની વાત કરીએ તો લીંબુનો હોલસેલ ભાવ પણ 100 રૂપિયા કિલો કરતા પણ વધી ગયો છે. જેને શહેરના પશ્ચિમ વિસ્તારમાં લીંબુનો રીટેલ ભાવ 180 થી 200 રૂપિયા સુધી પહોંચી ગયો છે. સારી ક્વાલિટીના લીંબુ અમદાવાદમાં હાલ 200 રૂપિયે કિલોમાં વેચાઈ રહ્યાં છે.  ગરમીમાં તબીબો લીંબું પાણી, છાશ અને નાળિયેર પીવાનું કહી રહ્યા છે. તેવામાં એક લીંબુ રૂ.૧૫ થી ૨૦ માં પડી રહ્યુ છે. 

લીંબુ પાણી, નારિયેળ પાણી અને છાશ મોંઘી થઈઃ
લીંબુ પાણીનો ગ્લાસ પહેલા રૂ.૧૫ મળતો હતો તે અત્યારે રૂ.૨૦ મળી રહ્યો છે. છાશ એક ગ્લાસ રૂ.૧૦ મળતી હતી તે હાલમાં રૂ.૧૫ અને નાળિયેર પાણી રૂ.૪૦ મળતુ હતુ તે રૂ.૬૦ થી ૭૦માં મળી રહ્યું છે. એમાંય પાણી વાળા અને મલાઈ વાળા નાળિયેર એમ બે પ્રકારના નાળિયેર આવતા હોય વેપારી અલગ અલગ ભાવો લેવાનું ચાલુ કર્યુ છે. આમ મોંઘવારીના લીધે લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. એમાં ખાંડના ભાવમાં કિલોએ રૂ.૨ નો વધારો થયો છે એટલે કે, રૂ.૪૦ કિલો મળતી ખાંડ હાલમાં રૂ.૪૨ કિલો મળી રહી છે.

કઈ-કઈ શાકભાજીના ભાવ વધ્યાં?
ઉનાળાની ગરમીએ આખા મહારાષ્ટ્રને ધગધગતી ભઠ્ઠીમાં ફેરવી નાખતા લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થવાથી ભાવમાં ભડકો થયો છે. નવી મુંબઇની એ.પી.એમ.સી. (એગ્રીકલ્ચર પ્રોડયુસ માર્કેટ કમિટિ)ની જથ્થાબંધ બજારમાં ફણસી, ફ્લાવર, કાકડી, સરગવાની શિંગ, કોથમીર, મેથી, મૂળા, પાલક અને વટાણાના ભાવ ઝડપથી ઉંચે ચડવા માંડયા છે.

કેમ વધી રહ્યાં છે શાકભાજીના આટલા ભાવ?
પહેલા પાક થયા બાદ તેના ભાવો બજારમાં પડતા હતા. જયારે અત્યારે એડવાન્સમાં ભાવો પાડીને જો સીધા ખેડૂતોને નાણાં ચૂકવી દેવામાં આવી રહ્યા છે.જેના લીધે હોલસેલ માર્કેટમાં જેટલી જરૂરિયાત હોય તેના ચાલીસ ટકા આવી રહ્યા છે. આટલુ જ નહીં અત્યારે ખેડૂતો એડવાન્સમાં નાણાં માગે છે. આજ રીતે દૂધના ભાવો વધતાની સાથે છાશના ભાવો પણ વધારી દેવામાં આવ્યા હતા. અત્યારે રૂ.૧૫ મળી રહી છે. આ પછી ફુદીના છાશ, પંજાબી છાશના નામે રૂ.૨૦ થી ૨૫ વેપારીઓ ગ્રાહકો પાસેથી ખખેરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More