Home> Gujarat
Advertisement
Prev
Next

જામફળની ખેતી કરીને લાખોની કમાણી કરવા માંગતા હોવ તો તુરંત જાણી લો આ અગત્યની માહિતી

ખેડૂત માત્ર જામફળનું વેચાણ નથી કરતો પરંતુ તે વધુ પાકા જામફળમાંથી પલ્પ બનાવે છે. જે 200 રૂપિયે લીટર અને તેનું જ્યુસ 150 રૂપિયે લીટરે વેચાણ કરે છે...ખેડૂતો 2 છોડ વચ્ચે વિવિધ શાકભાજીની પણ વાવણી કરે છે. જેનાથી આવક તો વધે છે. તેની સાથે સાથે લોકોને ઓર્ગેનિક શાકભાજી પણ ખાવા મળે છે.

જામફળની ખેતી કરીને લાખોની કમાણી કરવા માંગતા હોવ તો તુરંત જાણી લો આ અગત્યની માહિતી

જયેશ દોશી, નર્મદા: એકબાજુ ખેડૂતોને ડુંગળી જેવા પાકમાં વાવીને ભારે નુકસાન થઈ રહ્યું છે...ત્યારે બીજી બાજુ નર્મદા જિલ્લામાં જામફળની ખેતી કરી ખેડૂતો કરી રહ્યાં છે લાખોની કમાણી. વેપારીઓ અને લોકો ઉંચી ગુણવત્તા વાળા જામફળની મોટી પાયે કરે છે ખરીદી. જેનાથી ખેડૂતોને તો લાભ થાય જ છે સાથે ગ્રાહકોને પણ સંતોષ થાય છે. નર્મદા જિલ્લામાં સામાન્ય રીતે કેળા અને શેરડીનો પાક થાય છે...તેમાં પણ સારો ભાવ મળશે કે કેમ એ ખેડૂતોમાં ભીતિ હોય છે. ત્યારે કરાઠાના એક યુવાને આ વર્ષે 12 બાય 8 ફૂટના પ્લોટિંગ બનાવી 1320 જેટલા સફેદ અને ગુલાબી જામફળના છોડનું વાવેતર કર્યું. આ ખેડૂત સફેદ જામફળના 80 રૂપિયે કિલો અને લાલ જામફળનું 120 રૂપિયે કિલો વેચાણ કરી સીધી કમાણી કરે છે.

આ પણ ખાસ વાંચોઃલાલ બટાકાની ખેતીથી મહિને કરો લાખોની કમાણી, જાણો આ સરળ પ્રક્રિયાશું તમે ક્યારેય લાલ મૂળા ખાધા છે? ખાઈને જુઓ દવા કે ડોક્ટરની ક્યારેય નહીં પડે જરૂર!ખેડુતો માટે ખુશખબર! દર મહિને લાખ રૂપિયા કમાવવા માટે કરો આ વસ્તુની ખેતી

ખેડૂત માત્ર જામફળનું વેચાણ નથી કરતો પરંતુ તે વધુ પાકા જામફળમાંથી પલ્પ બનાવે છે. જે 200 રૂપિયે લીટર અને તેનું જ્યુસ 150 રૂપિયે લીટરે વેચાણ કરે છે...ખેડૂતો 2 છોડ વચ્ચે વિવિધ શાકભાજીની પણ વાવણી કરે છે. જેનાથી આવક તો વધે છે. તેની સાથે સાથે લોકોને ઓર્ગેનિક શાકભાજી પણ ખાવા મળે છે. નર્મદાના જામફળ 80થી 120 રૂપિયા કિલો સુધી વેચાય છે...જેમ શહેરોમાં વિવિધ મોલ અને માર્કિટમાંથી ગ્રાહકો તેમની પસંદની ખરીદી કરે છે તેવી જ રીતે ગ્રાહકો તેમને જોઈતા જામફળની ખેતરમાંથી સીધી ખરીદી કરે છે. આમ ગ્રાહકને સારી ગુણવત્તાના જામફળ, પલ્પ તેમજ જ્યુસ મળી રહે છે.

આ પણ ખાસ વાંચોઃબેડ પર બધુ ચાલે એવું ના હોય, સુતા પહેલા પતિ-પત્ની ભૂલથી પણ ન કરતા આ કામ....નહીં તો..ટૂંકા કપડામાં પણ મહિલાઓને ઠંડી ન લાગવા પાછળનું કારણ આવ્યું સામે, જાણીને નવાઈ લાગશેદુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડું? પૂરાવા સાથે મળી ગયો છે સાચો જવાબ, બસ ક્લિક કરો

કરાઠાના જામફળમાં મીઠાસ વધુ હોવાથી ગ્રાહકો ગુલાબી જામફળની વધુ ખરીદી કરે છે. અને ખેડૂતને પણ સારો ભાવ મળતા સારી બમણી કમાણી કરે છે...આમ શિક્ષિત ખેડૂત પોતાની શક્તિ સાથે બુદ્ધિનો ઉપયોગ કરીને ખેતીમાં બમણી આવક મેળવી છે. અને અન્ય ખેડૂતોને પ્રેરણા આપે છે.

આ પણ ખાસ વાંચોઃગરમીમાં કાશ્મીરની શાનદાર પહાડીઓની સફર કરવા માગો છો? તો IRCTC લાવ્યું છે ખાસ પેકેજપૈસાની ચિંતા છોડી ગમે તેટલાં કરો 'પંખા ફાસ' નહીં આવે બિલ! અપનાવો આ ટેકનીકPassport માટે હવે નહીં ખાવા પડે ધક્કા, જાણો ઘરેબેઠાં આસાનીથી પાસપોર્ટ મેળવવાની રીત

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More