Home> Gujarat
Advertisement
Prev
Next

જામીન ના મળ્યાં તો ગુજરાત પોલીસનું નાક કાપી દારૂની ખેપ મારતી મહિલા પોલીસ ફરાર! દમ હોય તો પકડો...

Nita Chaudhary: કાયદાની ઐસીતૈસી કરીને ગુજરાત પોલીસનું નાક કાપીને, ગૃહ વિભાગને ખુલ્લો પડકાર ફેંકીને દારૂની ખેપ મારતી મહિલા પોલીસ કર્મી નીતા ચૌધરી ફરાર. દમ હોય તો પકડી બતાવો...

જામીન ના મળ્યાં તો ગુજરાત પોલીસનું નાક કાપી દારૂની ખેપ મારતી મહિલા પોલીસ ફરાર! દમ હોય તો પકડો...

Gujarat Police: સામાન્ય રીતે તમે હેલ્મેટ ના પહેર્યું હોય તો ટ્રાફિક જંક્શન પર ઉભેલી ગુજરાતની બાહોશ આતંકવાદીને પકડ્યા હોય તેમ તમને ચારેય બાજુથી ઘેરીને ઝડ઼પી પાડે છે. જ્યાં સુધી વ્યવહાર પુરો ના થાય ત્યાં સુધી તમને જવા દેવામાં આવતા નથી. ત્યાં સુધી કે તમારા વાહનની ચાવી પણ ટ્રાફિક પોલીસ કે એમની મદદમાં ઉભેલાં ચા કરતા ગરમ ગણાતા ટીઆરપી જવાનો પણ જૂટવી લે છે. ત્યાં જબરદસ્ત રીતે કાયદાનું પાલન કરાવવામાં આવે છે. પણ જ્યારે ગુજરાત પોલીસમાં કામ કરતી એક મહિલા કોન્સ્ટેબલ બુટલેગર સાથે પોતે આખી દારૂ ભરેલી ગાડી લઈને દારૂની હેરાફેરી કરતી હોય, દારૂને ખેપ મારતી હોય, દારૂ ભરેલી ગાડી લઈને ખુદ પોલીસને કચડીને ભગવાનો પ્રયાસ કરતી હોય એ આરોપી નીતા ચૌધરી જ્યારે ઝડપાય ત્યારે તેને કેમ કાયદાનું ભાન કરાવી શકતી નથી એ એક મોટો સવાલ છે? 

કોર્ટે જામીન રદ્દ કર્યા તો મહિલા પોલીસ કર્મી ફરારઃ
દારૂની હેરાફેરી કરતી આ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીને  પોલીસને ગાડીથી કચડી નાખવાના કેસમાં સેશન્સ કોર્ટે જામીન રદ કર્યા, તો તરત જ આ આરોપી નીતા ચૌધરી ફરાર થઈ ગઈ બોલો...અચાનક ગુજરાતની બાહોશ પોલીસને શું થઈ ગયું? શું ગુજરાતની બહોશ પોલીસ ત્યારે બેફાન હતી જ્યારે આ સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી ફરાર થઈ ગઈ....ગુજરાત પોલીસના ગાલ પર આ સણસણતો તમાચો છે...ગૃહ વિભાગ અને પોલીસ ખાતાને આ ખુલ્લો પડકાર છે...પકડી શકો તો પકડ઼ી બતાવો...

પોલીસની આબરુના ધજાગરાઃ
પોલીસની આબરુના ધજાગરા ઉડાતી સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલે હવે કાયદાની પણ ઐસીતૈસી કરી દીધી છે. બુટલેગર સાથે દારૂની હેરાફેરીમાં ઝડપાયેલી કચ્છની સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરીને સેશન્સ કોર્ટમાંથી જામીન ન મળ્યાં. કોર્ટે જામીન ના આપ્યાં તો સસ્પેન્ડેડ મહિલા પોલીસે કાયદાની જ ઐસીતૈસી કરી દીધી. બુલેટગર સાથે દારૂની ખેપ મારતી મહિલા પોલીસકર્મીને કોર્ટે જામીનના આપ્યાં તો ફરાર થઈ ગઈ બોલો. આ એજ મહિલા પોલીસ કોન્સ્ટેબલ છે જેણે પોલીસકર્મીઓ પર પુરપાટ ઝડપે દારૂ ભરેલી ગાડી ચઢાવીને કચડી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. તો પણ એની પર કેમ પોલીસ થઈ રહી છે મેરબાન. ગુજરાતના કયા મોટા નેતાનો છે તેની પર હાથ કે તેનું કોઈ નામ લેતું નથી. 

પોલીસ જાપ્તામાંથી દારૂની ખેપ મારતી મહિલા પોલીસ ફરારઃ
પોલીસને ગાડીથી કચડી નાખવાના કેસમાં સેશન્સ કોર્ટે જામીન રદ કરતાં જ ગાયબ થઈ નીતા,,,કચ્છ પોલીસની સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી ફરાર થઈ જતા પોલીસે શોધવા સર્વેલન્સ હાથ ધર્યું. વાહ ગુજરાત પોલીસ તમારી બહાદૂરીનું તો શું કહેવું...તમારા પોલીસ વિભાગના મહિલા કર્મી બુટલેગર સાથે દારૂની ખેપ મારતા પકડાય છે, દારૂ ભરેલી ગાડી પોલીસની ટીમ પર ચઢાવીને તેમને મારી નાંખવાનો કચડી નાંખવાનો પ્રયાસ કરે છે, કોર્ટ આ આરોપી મહિલા કોન્સ્ટેબલને સબક શિખવાડવા જામીન નથી આપતી, આટલું બધુ થાય છે પણ ગુજરાતની બાહોશ પોલીસના હાથ આવેલી લોકઅપમાં બંધ આ આરોપી મહિલા પોલીસ કર્મી નીતા ચૌધરી ફરાર થઈ જાય છે. 

ગુજરાતના કયા નેતાના છે આ આરોપી પર ચાર હાથ?
આમાં એવો પણ સવાલ ઉભો થાય છેકે, આખરે કઈ રીતે નીતા ચૌધરી ફરાર થઈ? કોણે કરી હતી નીતા ચૌધરીને ફરાર થવામાં મદદ? શું ઉપરથી કોઈ નેતાનો, કોઈ મોટા માથાનો ફોન આવ્યો હતો તેને છોડાવવા માટે? કે પછી પોલીસે જ અંદર અંદર સેટિંગ કરીને પોલીસ-પોલીસની લાઈન ચલાવીને દારૂની ખેપ મારતી આરોપી મહિલા પોલીસકર્મીને સામે ચાલેની ભગાડી દીધી? આવા અનેક સવાલો હાલ ચર્ચામાં છે. આગળ જતાં કોર્ટ સમક્ષ પણ આ સવાલો ઉઠી શકે છે. ગુજરાત પોલીસ અને ગૃહ વિભાગ આ સવાલોના જવાબ આપવા તૈયાર રહેજો...અગાઉ જે મોટા નેતા આ નીતા ચૌધરીને અવારનવાર આવા કેસોમાં બચાવતા આવ્યાં છે એમનો પણ આ વખતે વારો પડી શકે છે.

ગુજરાતના ગૃહ વિભાગને ફેંક્યો છે ખુલ્લો પડકારઃ
ઉલ્લેખનીય છેકે, કચ્છ પોલીસની મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીએ સમગ્ર ગુજરાતમાં ચર્ચાઓ ઉભી કરી દીધી છે. સાથે જ અત્યારે તેના કારણે પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થઇ રહ્યા છે. ભચાઉના વોન્ટેડ બૂટલેગર સાથે દારૂની ખેપ મારતી વખતે પોલીસે અટકાવતાં પોલીસ પર જીપ ચઢાવી હત્યાનો પ્રયાસ કરવાના ગુનાના આરોપી નીતા ચૌધરી ભૂગર્ભમાં ઉતરી જતાં કચ્છ પોલીસમાં દોડધામ મચી ગઈ છે.

નીતા ચૌધરીને હત્યાના પ્રયાસના ગુનામાં મળેલા જામીન ગઈકાલે સવારે સેશન્સ કૉર્ટે રદ્દ કરી તેને કસ્ટડીમાં લેવા હુકમ કર્યો હતો. જો કે, કૉર્ટનો હુકમ આવ્યો ત્યારે નીતા ચૌધરી કૉર્ટમાં હાજર નહોતી. આદિપુરમાં આવેલી પોલીસ લાઈનમાં રહેતી નીતાના ઘેર ભચાઉ પોલીસ પહોંચી ત્યારે ઘર બંધ હતું. ત્યારબાદ પોલીસે નીતાને શોધવા ઠેર ઠેર પ્રયાસો શરૂ કરેલાં પરંતુ તે લાપત્તા છે.

ભચાઉના પીઆઈએ જણાવ્યું કે, નીતા પાલનપુરની વતની છે. અમે તેના સાસરીયે તપાસ કરી પરંતુ તેનો પતિ પણ પત્ની ક્યાં છે તે અંગે અજાણ છે. નીતાનો મોબાઈલ ફોન હાલ પોલીસના કબજામાં છે. નીતા ચૌધરી ભૂગર્ભમાં ઉતરી જતાં કચ્છ પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે. નીતા ચૌધરીને પકડવા માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતની વિવિધ પોલીસ ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે. નીતાના સંભવિત સંપર્કો અને સ્થળો પર પોલીસે સર્વેલન્સ ગોઠવી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે નીતા ચૌધરીને મળેલાં જામીન રદ્દ કરવા માટે પોલીસે જે વિવિધ દલીલો રજૂ કરેલી તેમાં નીતાના જામીન મેળવીને ફરાર થઈ જવાની મુદ્દો પણ દર્શાવવામાં આવ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More