Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદની સરકારી શાળામાં અસામાજિક તત્વોએ લગાવી આગ, શું કરે છે પોલીસ?

શિક્ષણના ધામને અસામાજિક તત્ત્વોએ બનાવ્યો ઐય્યાશીનો અડ્ડો. અમદાવાદની આ સરકારી શાળાા પરિસરમાં રોજ લુખ્ખા તત્ત્વો બેસીને દારૂ પીવે છે અને નશાખોરી કરે છે. એટલું જ નહીં ત્યાં બેસીને આવા તત્ત્વો જુગાર રમતા હોય છે. જોકે, ડરના માર્યા સ્થાનિકો કોઈને નથી કહી શકતા તેમની સમસ્યા. ત્યારે આખરે શું કરે છે પોલીસ? શું આ રીતે ભણશે ગુજરાત?

અમદાવાદની સરકારી શાળામાં અસામાજિક તત્વોએ લગાવી આગ, શું કરે છે પોલીસ?

ગૌરવ પટેલ, અમદાવાદઃ અમદાવાદમાં દિનપ્રતિદિન વધી રહ્યો છે અસામાજિક તત્ત્વોનો આતંક. આ વખતે અમદાવાદમાં આજ અસમાજિક તત્ત્વોના ટોળાએ સરકારી સ્કૂલને ટાર્ગેટ બની છે. અમદાવાદના મણિનગરમાં આવેલાં કાંકરિયાની AMC સંચાલિત સ્કૂલમાં લુખા તત્ત્વોએ આતંક મચાવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળામાં આવા અસામાજિક તત્ત્વોએ આગચંપી કરી હતી.

અસામાજિક તત્ત્વોમાં હવે કાયદો કે પોલીસનો કોઈ ડર રહ્યો નથી. એને જ કારણે ક્યારેક આવી ટોળકીઓ એકલા બેસેલાં કપલને હેરાન કરે છે. ક્યારેક વાહનોનો કાંચ તોડી નાંખે છે. હવે તો એથી પણ આગળ વધીને આવા તત્ત્વો સ્કૂલને પોતાનો ટાર્ગેટ બનાવતા હોય છે. આ વખતે આવા લુખ્ખા તત્ત્વોએ મણિનગરના કાંકરિયા વિસ્તારમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત શાળાને ટાર્ગેટ બનાવી છે. 

અસામાજિક તત્ત્વોએ એએમસીની શાળામાં આગ લગાવી હતી. જોકે, ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો. આ શાળાના સ્થાનિક શિક્ષકે પોલીસને આ અંગે અરજી કરી છે. જેમાં સ્થાનિક કક્ષાએ અસામાજિક તત્ત્વોનો ત્રાંસ વધુ હોવાની જાણ કરાઈ છે. શિક્ષકે સમગ્ર મામલે કાગડાપીઠ પોલીસને કાર્યવાહી કરવા કરવા અરજી કરી છે. 

ઉલ્લેખનીય છેકે, શાળામાં ઓછા વિદ્યાર્થીઓ હોવાથી શાળા નં-૪ મર્જ કરી વર્ષ ૨૦૨૧માં બંધ કરી દેવાઈ હતી. આગ લાગતા રૂમમાં પડેલા દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા છે. શાળા નંબર -૪નું પરિસર અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે. શિક્ષણના ધામમાં ચાલતી આ પ્રકારની પ્રવૃત્તિ અટકાવવા માટે પણ શિક્ષકે પોલીસને વિનંતી કરી છે. શાળા પરિસરમાં આંગણવાડી ચાલી રહી છે. ત્યારે બીજી તરફ  શાળા પરિસરમાં જ જોવા મળી રહી છે દેશી દારૂની કોથળીઓ અને દારૂની બોટલો. ગૃહ વિભાગ અને પોલીસ તંત્ર સત્વરે આ અંગે કાર્યવાહી કરે તેવી શિક્ષકો અને વાલીઓની માગ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More