Home> Gujarat
Advertisement
Prev
Next

બોગસ પુરાવાથી ધમધમતી નકલી કોલેજના ટ્રસ્ટીઓ ટ્રેપમાં! ZEE24કલાકના અહેવાલને પગલે સૌરાષ્ટ્ર યુનિ. કરશે તપાસ

નકલી શિક્ષણના કૌભાંડીઓનો પર્દાફાશ: કૌભાંડનો પર્યાય બની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. સૌરાષ્ટ્રનું હબ ગણાતા રાજકોટમાં ચાલતો હતો શિક્ષણનો વેપલો. છેલ્લાં 16 વર્ષથી બોગસ કોલેજમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પ્રવીણ હરિપ્રસાદ ભટ્ટ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે. ZEE24કલાકના અહેવાલની અસર થતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને ટ્રસ્ટી મંડળના તમામ સભ્યો પાસેથી જવાબ લેવાના આદેશ કર્યાં છે. તપાસ સમિતિ આ અંગે તપાસ કરીને રિપોર્ટ સોંપશે.

બોગસ પુરાવાથી ધમધમતી નકલી કોલેજના ટ્રસ્ટીઓ ટ્રેપમાં! ZEE24કલાકના અહેવાલને પગલે સૌરાષ્ટ્ર યુનિ. કરશે તપાસ

ગૌરવ દવે, રાજકોટઃ ફરી એકવાર ગુજરાતમાં શિક્ષણ જગતને લાંચ્છન લગાડતી ઘટના સામે આવી છે. આ ઘટનાએ ગુજરાતના શૈક્ષણિક સંસ્થાનો સામે સવાલો ઉભા કર્યાં છે. શ્રી વર્ણીરાજ કોલેજ-બાબરામાં આ કૌભાંડ સામે આવ્યું છે. સ્થાનિક તપાસ કમિટિની તપાસના આધારે આ કૌભાંડ સામે આવ્યું હોવાનો દાવો કરાઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જોડાણ વિભાગના અધિકારીઓ દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે. 2006 અને 2012માં આ કૌભાંડ ઉજાગર કરવાનો પ્રયાસ કરાયો હતો. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ રાજેશ આચાર્યએ જણાવ્યુંકે, જ્યારે આ ગેરરીતિનો પ્રશ્ન આવ્યો છે ત્યારે હું આ કોલેજમાં નહોંતો.

16 વર્ષથી તંત્રના નાક નીચે કઈ રીતે ચાલતું હતું કૌભાંડ?
કૌભાંડનો પર્યાય બની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
16 વર્ષથી બોગસ કોલેજમાં અભ્યાસ કરે છે વિદ્યાર્થીઓ
કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે પ્રવીણ હરિપ્રસાદ ભટ્ટ
વિશ્વભાષા અને સાહિત્ય ભવન-રાજકોટ ટ્રસ્ટ નામે મંજૂરી
બોગસ દસ્તાવેજથી ધારીમાં કોલેજ ટ્રાન્સફર કરાવી
કૌભાંડનો ભાંડો ફૂટતાં કોલેજને બાબરામાં ટ્રાન્સફર કરી
ભળતા નામે ધારીમાં ટ્ર્સ્ટનું રજિસ્ટ્રેશન કરી કૌભાંડ
2004થી 2022 સુધી તંત્રના ધ્યાન બહાર ચાલ્યું કૌભાંડ
2012માં કૌભાંડની ગંધ આવી પણ 2022 સુધી તપાસ ના થઈ
કોલેજના પૂર્વ ઈન્ચાર્જ આચાર્યએ કૌભાંડને ઉજાગર કર્યું
16 વર્ષથી શિક્ષણના નામે ચાલી રહ્યો છે વેપલો
નીતિન પેથાણી, ગિરીશ ભીમાણી, પાર્થિવ જોષીને હતી જાણ
કૌભાંડની જાણ બાદ પણ પ્રોફેસર ગિરીશ ભીમાણીએ મંજૂરી આપી
નામ બદલી વર્ણીરાજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ-બાબરા કર્યું
4 શિક્ષણમંત્રી, 6 કુલપતિ બદલાયા પણ કૌભાંડ ચાલતું રહ્યું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જોડાણ વિભાગના રમેશ પરમારે જણાવ્યુંકે, સ્થાનિક કોલેજની મુલાકાતો લઈને સ્થાનિક સમિતિ રિપોર્ટ આપતી હોય છે. આ તમામ તપાસ રિપોર્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને સોંપવામાં આવતો હતો. ટ્રસ્ટની આંતરિક વિખવાદને કારણે મામલો બહાર આવ્યો છે. એમાં કંઈ ઓનપેપર બહાર નથી આવતું. 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ ગિરીશ ભીમાણીએ જણાવ્યુંકે, જે કોલેજે અરજી કરી એમણે સૌરાષ્ટ્ર યુનિ.ના નિયમોને આધિન અરજી કરી હતી. ટ્રસ્ટનો આંતરિક મામલો છે. તે કોઈ બાબત યુનિ.ના રેકોર્ડ પર નથી. ટ્રસ્ટીઓનો આંતરિક મામલો છે. મંજૂરી માંગવા માટે અરજી પત્રક આવ્યું હતું. તેમાં ટ્રસ્ટીઓની વિગતો આપી હતી. એ યુનિવર્સિટી તપાસ નથી કરતી. આ વિષય તો ચેરીટી કમિશનમાં આવે છે. કોઈ એક ટ્રસ્ટીને આપવામાં નથી આવતી મંજૂરી. આ ટ્રસ્ટ દ્વારા આ વ્યક્તિ કોલેજોનું સંચાલન કરશે એવો ઠરાવ અમારી પાસે આવ્યો હતો. 

 

શું પગલાં લેવામાં આવશે?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ ગિરીશ ભીમાણીએ જણાવ્યુંકે, ટ્રસ્ટી કોણ છે એ અમે નથી જોતા, એમની અરજી જ અમે જોઈએ છીએ. યુનિવર્સિટી સામે બાબત આવી છે તો અમે કંઈક વિચારીને કંઈક પગલાં લઈશું. આના માટે સૌરાષ્ટ્ર યુનિ.માં અધિકારીઓની સમિતિ બનાવીને ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ સાથે મુલાકાત લઈ તેમનો જવાબ લેવામાં આવશે.

બોગસ કોલેજમાંથી જે ભણ્યા તે વિદ્યાર્થીઓનું શું?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ ગિરીશ ભીમાણીએ જણાવ્યુંકે, શબ્દ બોગ્સ કોલેજ ન વાપરશો. યુનિ.માં જ્યારે માહિતી આપી ત્યારે નિયમ મુજબ ઠરાવ કરેલો હતો. વિદ્યાર્થીઓને આમાં કોઈ નુકસાન જવાનું નથી. વિદ્યાર્થીઓએ પરિણામ મેળવ્યું છે. ટ્રસ્ટીઓનો અને ટ્રસ્ટનો આંતરિક મામલો છે. અમે ચોક્કસ પગલાં લઈશું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More