Home> Gujarat
Advertisement
Prev
Next

હિમાચલ અને ડાયનોસોર કરતાં જૂના અવશેષો છે ગુજરાતમાં, ગણાવી ચોથી જિયોલોજીકલ અજાયબી

તમને કોઈ એમ કહે કે હિમાલય કરતા પણ કરોડો વર્ષ પુરાતન અને ડાયનોસોરની ઉત્પતિના પણ કરોડો વર્ષ પહેલાનાં અવશેષો આપણા ગુજરાતમાં છે. તો શું તમે માનો? પણ આ હકીકત છે.

હિમાચલ અને ડાયનોસોર કરતાં જૂના અવશેષો છે ગુજરાતમાં, ગણાવી ચોથી જિયોલોજીકલ અજાયબી

ઝી બ્યૂરો, અમદાવાદઃ મહીસાગર જિલ્લાના કડાણામાં અંદાજે 65 કરોડ વર્ષ જુના પથ્થરરૂપી અવશેષો મળ્યા છે. ભારતની ચાર ભૂસ્તર શાસ્ત્રીય અજાયબીઓમાંથી કડાણા ડેમ નજીકથી જે એ.ડી.કરંટ સાઈટ મળી છે એ સૌથી જુની છે. જિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાએ આને ભારતની ચોથી જિયોલોજિકલ અજાયબી જાહેર કરી છે. હવે તમને એ સવાલ થતો હશે તે આ જગ્યા છે ક્યાં તો એ પણ તમને કહી દઉં કડાણા ડેમના 600 મીટર ડાઉન સ્ટ્રીમ મહીસાગર નદીના ડાબા કાંઠેથી આ પથ્થરો મળ્યા છે. જેને અલભ્ય ગણવામાં આવે છે...

જ્યારે આખા વિશ્વનો નકશો અલગ હતો ભારતનો ભૂભાગ દક્ષિણ ગોળાર્ધ તરફ હતો અને જોડાયેલો હતો આફ્રિકા સાથે ત્યારે આ પથ્થરોનું નિર્માણ થયાનું માનવામાં આવે છે. સન 1963માં કડાણા ડેમ સાઈટનું નિર્માણ ચાલી રહ્યું હતું ત્યારે ડેમના બાંધકામ માટે એક ક્વોરી બનાવાઈ હતી અને ત્યાં પહોંચવા માટે બનાવાયો હતો એક એપ્રોચ રોડ...આ સાઈટ પર નિયુક્ત જિઓલોજિસ્ટ ઈકબાલૂદ્દીનને આ એ.ડી.કરંટ માર્કિંગ સૌ પ્રથમ વખત ધ્યાન પર આવ્યા હતા. આ સમયે તેમણે એક રિસર્ચ પેપર લખ્યું હતું અને આ રિસર્ચ પેપર તે સમયના જર્નલમાં છપાયા બાદ આખી દુનિયાએ તેની નોંધ લીધી હતી.

હવે એ સવાલ રહ્યો એ આ પથ્થર અજાયબી કેમ અને કેવી રીતે બન્યા તો જાણકારોનું કહેવું છે કે લગભગ 65 કરોડ વર્ષ પહેલાં જળકૃત પથ્થરો એટલે કે રેતીમાંથી જ્યારે પથ્થરનું સર્જન થયું ત્યારે તેના પર રચાયેલા પાણીના વમળોની ડિઝાઈન હજુ અહીં યથાવત છે. ડાયનેસોરની ઉત્પતિ 6 કરોડ વર્ષ પહેલા થયાનું માનવામાં આવે છે. હવે આપણે ત્યાંથી જે આ અલગ તરી આવતા પથ્થર મળી આવ્યા છે તે તો એનાથી લગભગ 63 કરોડ વર્ષ જૂના છે. ભારતમાં આપણા ગુજરાતની મળીને ચાર જિયોલોજીકલ અજાયબી થઈ. પહેલી છે મહારાષ્ટ્રમાં, બીજી તિરૂપતિમાં, ત્રીજી છે રાજસ્થાનમાં અને ચોથી છે આપણી કડાણા ડેમ સાઈટ...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More