Home> Gujarat
Advertisement
Prev
Next

Video: નીતિન પટેલને જોતા જ દિગ્ગજ નેતાઓ ઊભા થઈ ગયા, આ નેતાએ તો ખભે હાથ મૂકી આપ્યો આવકાર

પાટનગર ગાંધીનગર ખાતે આજે નવી સરકારના મંત્રીઓની શપથવિધિનો સમારોહ યોજાઈ ગયો. રાજભવનમાં આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સરકારમાં મુખ્યમંત્રી સહિત કુલ 25 મંત્રીઓ હશે. આજે 24 મંત્રીઓએ પદ અને ગોપનીયતાના શપથ લીધા. 

Video: નીતિન પટેલને જોતા જ દિગ્ગજ નેતાઓ ઊભા થઈ ગયા, આ નેતાએ તો ખભે હાથ મૂકી આપ્યો આવકાર

ઝી મીડિયા/બ્યૂરો: પાટનગર ગાંધીનગર ખાતે આજે નવી સરકારના મંત્રીઓની શપથવિધિનો સમારોહ યોજાઈ ગયો. રાજભવનમાં આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સરકારમાં મુખ્યમંત્રી સહિત કુલ 25 મંત્રીઓ હશે. આજે 24 મંત્રીઓએ પદ અને ગોપનીયતાના શપથ લીધા. જો કે આ બધા વચ્ચે બધાની નજર પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પર હતી. કારણ કે તેઓ આ શપથવિધિમાં હાજર રહેશે કે નહીં તેના વિશે ખુબ અટકળો થઈ રહી હતી. 

અટકળો ખોટી પાડી હાજર રહ્યા
શપથવિધિ સમારોહમાં હાજરી આપવા માટે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તો વહેલા વહેલા પહોંચી ગયા હતા પરંતુ નીતિન પટેલે સૌથી છેલ્લે એન્ટ્રી મારી હતી. હકીકતમાં ભાજપે આ નવા મંત્રીમંડળમાં 100 ટકા નો રિપિટ થીયરી અપનાવીને જૂના તમામ મંત્રીઓને પડતા મૂક્યા હતા. જેને કારણે નારાજગીનો પણ માહોલ હતો. બધા આવી ગયા પણ નીતિન પટેલની ખુરશી ખાલી હતી જેને જોતા તેઓ આવશે કે નહીં તે ચર્ચા ગરમ હતી. પરંતુ છેલ્લી ઘડીએ એન્ટ્રી મારીને નીતિન પટેલે તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધુ. નીતિન પટેલે સમારોહમાં એન્ટ્રી મારી ત્યારે વિજય રૂપાણીએ નીતિન પટેલને ખભે હાથ મૂકીને સ્મિત સાથે આવકાર આપ્યો હતો. 

fallbacks

દિગ્ગજોએ આપ્યો આવકાર
નીતિન પટેલે જેવી એન્ટ્રી મારી કે તેમને આવકારવા માટે ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ ઊભા થઈ ગયા હતા અને પોતાની પાસે બેસવાની ઓફર પણ કરી પરંતુ નીતિન પટેલે પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ પાસે જઈને છેલ્લે બેસવાનું પસંદ કર્યું હતું. 

બપોરે 1.30 વાગે યોજાયો શપશવિધિ સમારોહ
નવા મંત્રીઓનો શપથવિધિ સમારોહ આજે ગાંધીનગરમાં રાજભવન ખાતે 1.30 વાગે યોજાયો જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવા મંત્રીઓને શપથ લેવડાવ્યા. નવા મંત્રીમંડળમાં કુલ મુખ્યમંત્રી સહિત 11 કેબિનેટમંત્રી, જ્યારે 5 રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) સામેલ છે. મંત્રીઓની યાદી આ પ્રમાણે છે. 

કેબિનેટ મંત્રી

  1. ભૂપેન્દ્ર પટેલ, ઘાટલોડિયા (મુખ્યમંત્રી)
  2. રાજેન્દ્ર ત્રિવેદી, રાવપુરા 
  3. જીતુ વાઘાણી, ભાવનગર પશ્ચિમ
  4. ઋષિકેશ પટેલ, વીસનગર  
  5. પૂર્ણેશ મોદી, સુરત પશ્ચિમ
  6. રાઘવજી પટેલ, જામગનર ગ્રામ્ય 
  7. કનુભાઇ દેસાઈ, પારડી 
  8. કિરીટસિંહ રાણા, લીંબડી
  9. નરેશ પટેલ, ગણદેવી
  10. પ્રદીપ પરમાર, અસારવા 
  11. અર્જુનસિંહ ચૌહાણ, મહેમદાવાદ

રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) 

  1. હર્ષ સંઘવી, મજૂરા
  2. જગદીશ પંચાલ, નિકોલ 
  3. બ્રિજેશ મેરજા, મોરબી  
  4. જીતુ ચૌધરી, કપરાડા 
  5. મનીષા વકીલ, વડોદરા 

રાજ્યકક્ષાના મંત્રી 

  1. મુકેશ પટેલ, ઓલપાડ 
  2. નિમિષાબેન સુથાર, મોરવા હડફ 
  3. અરવિંદ રૈયાણી, રાજકોટ 
  4. કુબેરસિંહ ડિંડોર, સંતરામપુર 
  5. કીર્તિસિંહ વાઘેલા, કાંકરેજ 
  6. ગજેન્દ્રસિંહ પરમાર, પ્રાંતિજ
  7. આર. સી. મકવાણા, મહુવા 
  8. વીનુ મોરડિયા, કતારગામ 
  9. દેવા માલમ, કેશોદ

શપથવિધિ સમારોહનો જુઓ Video

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More