Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાત મોડેલની ખૂલી પોલ : આ 2 સમીકરણો કામ નહીં કરે તો..., કોંગ્રેસના રસ્તે ભાજપ

Gujarat Model : ગુજરાત ભાજપમાં 26 માંથી અડધો ડઝન બેઠકો પર કાળો કકળાટ છે, આગામી દિવસોમાં આ જ આયાતી કોંગ્રેસી અને જૂના જનસંધીઓ વચ્ચે કડાકા ભડાકા થાય તો નવાઈ નહીં

ગુજરાત મોડેલની ખૂલી પોલ : આ 2 સમીકરણો કામ નહીં કરે તો..., કોંગ્રેસના રસ્તે ભાજપ

Gujarat Politics : લોકસભાની ચૂંટણી પહેલાંના ભાજપના મસમોટા દાવાઓની પોલ ખૂલી ગઈ છે. ફક્ત કમળના સહારે જીતના દાવાઓ કરતા ભાજપે આ લોકસભામાં જ્ઞાતિવાદ અને ઓપરેશન લોટસનો સહારો લીધો છે. વિકાસની રાજનીતિને કોરાણે મૂકી આ 2 સમીકરણો પર ચૂંટણી લડતી ભાજપ માટે આ ચૂંટણી એ વટનો સવાલ છે. 26માંથી 26 બેઠકો જીતવાના દાવાઓ વચ્ચે ભાજપે ગુજરાત મોડેલને સાઈડ કરી દીધું છે. પાટીલના 5 લાખની લીડના ટાર્ગેટમાં ભાજપ માટે હવે સ્વચ્છ ઉમેદવારની છબી સાઈડ થઈ ગઈ છે. 

આયાતી કોંગ્રેસી અને જૂના જનસંધીઓ ચૂપ નહીં રહે..
દરેક સીટો પર જ્ઞાતિવાદના સમીકરણો અને નડતા ને ભાજપમાં લાવવાની રણનીતિ પર લોકસભાની ચૂંટણી લડાઈ રહી છે. પાટીલે ખુદ કબૂલ્યું છે કે અત્યારસુધી ભાજપને મજબૂત કરવા માગે 300 નેતાઓ અને 60 હજાર કાર્યકરોનો પક્ષપલટો કરાવી ચૂક્યા છે. હવે ભાજપ એ કોંગ્રેસના રસ્તે જઈ રહ્યું છે. આગામી દિવસોમાં આ જ આયાતી કોંગ્રેસી અને જૂના જનસંધીઓ વચ્ચે કડાકા ભડાકા થાય તો નવાઈ નહીં. જેની શરૂઆત લોકસભાની ચૂંટણીથી શરૂ થઈ ગઈ છે. 

2 વાર ગોળ ધાણા ખવાયા : ભાજપમાં ડખાથી આ બહેનની તો ટિકિટ અને નોકરી બંને જશે

અડધા ડઝન સીટ પર કાળો કકળાટ 
ભાજપે લોકસભામાં 400 બેઠકો જીતવાના દાવાઓ સાથે ગુજરાતમાં નવો પ્રયોગ કરીને લોકસભા ઉમેદવારોના નામ જાહેર થાય એ પહેલાં જ કાર્યાલયો ખુલ્લા મૂકી દીધા હતા. એ સમયે દાવાઓ કરાયા હતા કે આ ચૂંટણી એ ઉમેદવારોના નામ પર નહીં પણ કમળના સિમ્બોલ અને મોદીના નામ પર લડાશે. ગુજરાતમાં વિકાસની રાજનીતિ થશે પણ આ તમામ દાવાઓ કડડભૂસ થઈ ગયા છે. દિલ્હી હાઈકમાન નહીં પણ પાટીલનું 5 લાખની લીડથી જીતવાનું પ્રેશર એટલું છે કે નિયમો કોરાણે મૂકાઈ ગયા છે અને અડધી ડઝન સીટ પર કાળો કકળાટ છે.

 

 

ભાજપીઓ વચ્ચે પ્રથમવાર મારામારી..
ભાજપમાં પ્રથમવાર ઉમેદવારો બદલવા પડ્યા છે. ભાજપીઓ રસ્તા પર છે. ઉમેદવારને પોલીસ રક્ષણ તો ઉમેદવારના ઘરે પોલીસ ગોઠવવી પડી છે અને કમલમ કાર્યાલયમાં પણ પોલીસ ઉતારવી પડી છે. આ દેખાડે છે કે ભાજપ એ કોંગ્રેસના રસ્તે છે. ગઈકાલે અમરેલીમાં ભાજપના ધારાસભ્ય અને સાંસદના સમર્થકો વચ્ચે ખુલ્લેઆમ એવી મારામારી થઈ કે હોસ્પિટલ ભેગા કરવા પડ્યાં છે. ભાજપના નેતાઓ સવાલો કરી રહ્યાં છે કે આ કયા પ્રકારની રાજનીતિ છે. લાયક ઉમેદવારો સાઈડલાઈન થઈ ગયા છે અને ભાજપમાં જ્ઞાતિવાદને આધારે ઉમેદવારો ઉતારાયા છે. 

રાજકોટમાં નવી રણનિતી : રૂપાલા સામે 100 ક્ષત્રિયાણીઓ ચૂંટણી લડશે, આજે અહીં થયો વિરોધ

રૂપાલાને, બારેયાને પાડી દેવા પડદા પાછળ ખેલ
ગુજરાતમાં 2 વાર ઉમેદવારો બદલાયા છતાં ભાજપના કાર્યકરો ઉમેદવારો સ્વીકારવા તૈયાર નથી. એક સમયે આખી સરકાર બદલાઈ છતાં કોઈ પણ નેતાએ વિરોધ કરવાની હિંમત કરી નહોતી. આજે ભાજપમાં બગાવતનો સૂર ઉઠી રહ્યો છે. રાજકોટમાં રૂપાલાને અને સાબરકાંઠામાં બારૈયાને પાડી દેવા માટે પડદા પાછળ ખેલ ખેલાઈ રહ્યો છે. આ જ સ્થિતિ વડોદરા અને સાબરકાંઠામાં છે પણ દિલ્હી હાઈકમાન્ડ આંખો બંધ કરી લીધી છે. હાલનો કકળાટ સાબિત કરે છે કે દિલ્હી હાઈકમાન્ડની ચૂપકીદી કેટલાક મોટા નેતાઓનો ભોગ લેશે. એ લોકસભાની ચૂંટણી પૂરી થવાની રાહ જોઈ રહયા છે. ઘણા નેતાઓની કારકીર્દી પૂરી થઈ જશે.

 

 

પક્ષપલટો જ મોટો સહારો 
ભાજપમાં આયાતી ઉમેદવારોનો કાળો કકળાટ છતાં આજે પાટીલે બનાસકાંઠામાં બ્રાહ્મણ સમાજના પક્ષપલટુંને ભાજપમાં કેસરિયો ખેસ પહેરાવ્યો છે. આ દેખાડે છે કે ભાજપ જીત માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. બનાસકાંઠામાં રેખાબેન ચૌધરીને જીતાડવા માટે ભાજપ સતત ઓપરેશન લોટસ ચલાવી રહ્યું છે. ભાજપે વિધાનસભા દીઠ જ્ઞાતિ સમીકરણો ગોઠવી નેતાઓનો પક્ષપલટો કરાવી ગેનીબેનને નબળા પાડ્યા છે. હવે લોકસભા બાદ આ નેતાઓનું શું થશે એ તો ભગવાન જાણે પણ હાલમાં ભાજપમાં જોડાવવા માટે પડાપડી થઈ રહી છે. 

મોહન કુંડારિયા મામલે રૂપાલાનો જ ખુલાસો, જાણો રાજકોટમાં રૂપાલા બદલાશે કે નહીં?

આ તો ફક્ત પિક્ચરનું ટ્રેલર
ભાજપે બનાસકાંઠા જ નહીં ભરૂચ, પોરબંદર, આણંદ સીટ જીતવા માટે રીતસરનું ઓપરેશન લોટસ ચલાવ્યું છે. ભાજપ ભલે 26માંથી 26 સીટો જીતવાના દાવાઓ કરી રહ્યું છે પણ સ્થિતિઓ અલગ છે. આ તો ફક્ત પિક્ચરનું ટ્રેલર છે પણ આગામી દિવસોમાં પૂરી ફિલ્મ ચાલે તો પણ નવાઈ નહીં... સૌથી મોટી બાબત એ છે કે ભાજપના સ્થાનિક નેતાઓ ફેલ ગયા હોવા છતાં દિલ્હી હાઈકમાન્ડની ચૂપકીદી તમામને સતાવી રહી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More