Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતનાં આ ધારાસભ્ય આજે પણ નવરા હોય ત્યારે ખેતી કરવા પહોંચી જાય છે, ટ્રેક્ટર નહી બળદનો કરે છે પ્રયોગ

પશ્ચિમ કચ્છના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાનો ખેતરમાં બળદ સાથે હળ ચલાવતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. પદ્યુમન સિંહ જાડેજા પોતાની સરળતા અને બોલ્ડ કાર્યઅંદાજના કારણે જ પ્રચલિત છે. તેઓ ધારાસભ્ય હોવા છતા પણ ન માત્ર જમીન સાથે જોડાયેલા છે પરંતુ પોતાના મતવિસ્તારનાં દરેકે દરેક નાગરિક સાથે જોડાયેલા અને જરૂર પડ્યે મદદરૂપ પણ થાય છે. તેઓ અવાર નવાર લોક પ્રશ્નોને સરકાર સમક્ષ રજુ કરીને પોતાની ફરજ નિષ્પક્ષ રીતે નિભાવે છે. લોકોને લાગતા વળગતા સવાલો પણ ઉઠાવતા રહે છે. 

ગુજરાતનાં આ ધારાસભ્ય આજે પણ નવરા હોય ત્યારે ખેતી કરવા પહોંચી જાય છે, ટ્રેક્ટર નહી બળદનો કરે છે પ્રયોગ

ભુજ : પશ્ચિમ કચ્છના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાનો ખેતરમાં બળદ સાથે હળ ચલાવતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. પદ્યુમન સિંહ જાડેજા પોતાની સરળતા અને બોલ્ડ કાર્યઅંદાજના કારણે જ પ્રચલિત છે. તેઓ ધારાસભ્ય હોવા છતા પણ ન માત્ર જમીન સાથે જોડાયેલા છે પરંતુ પોતાના મતવિસ્તારનાં દરેકે દરેક નાગરિક સાથે જોડાયેલા અને જરૂર પડ્યે મદદરૂપ પણ થાય છે. તેઓ અવાર નવાર લોક પ્રશ્નોને સરકાર સમક્ષ રજુ કરીને પોતાની ફરજ નિષ્પક્ષ રીતે નિભાવે છે. લોકોને લાગતા વળગતા સવાલો પણ ઉઠાવતા રહે છે. 

મનના માણિગર સાથે ગાયિકા કિંજલ દવેએ કચ્છના રણમાં લીધી અંગત તસવીરો

જો કે હાલમાં તેમનો ખેતી કરતો એક વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ બળદ સાથે વાડીમાં હળ ચલાવી રહ્યાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ વાડીમાં નિંદામણ કરી રહ્યા છે. હાલ આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ અંગે ધારાસભ્યને પુછવામાં આવતા તેમણે જણાવ્યું કે, ખેતી કરતો વીડિયો વાયરલ થયો તે અબડાસાના સાંધાણ ગામનો છે. જો કે આ વીડિયો થોડો જુનો છે. કોઇ દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે. જે હાલ ખુબ જવાયરલ થઇ રહ્યો છે. 

જૂનાગઢના મોટા હડમતિયા ગામમાં 'જંગલનો રાજા' પાછો પડ્યો, બળદે ઉંધી પૂંછડિયે ભાગવા મજબૂર કર્યા

જો કે ખેતી અંગે તેમણે જણાવ્યું કે, ધારાસભ્ય તો હું પછી બન્યો પરંતુ પહેલા તો હું ખેડૂત છે. જેથી આ કરવામાં તેમને ખુબ જ મજા આવી રહી છે. તેઓ પહેલાથી જ ખેતી સાથે જોડાયેલા છે. ખેતી પર તેમનો મહારથ છે. આ ઉપરાંત તેઓ કુવામાં ઉતરીને પાણીની મોટર ફીટ કરવાનું પણ જાણે છે. આ ઉપરાંત તેઓ હવે આધુનિક ખેતીમાં પણ પોતાનો હાથ અજમાવી રહ્યા છે. ખેતી તેમનો ખાનદાની ઉપરાંત શોખનો પણ વિષય છે. જેથી તેઓ જ્યારે પણ ફ્રી હોય ત્યારે ખેચર પહોંચી જાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More