Home> Gujarat
Advertisement
Prev
Next

Gujarat Dashrath Manjhi: સરકારે ન કરી મદદ તો આ ગુજરાતીએ એકલા જ પાણી માટે 40 ફૂટ ઉંડો કૂવો ખોદી કાઢ્યો

ઉલ્લેખનીય છે કે, અંતરિયાળ ગામ હોય કે છેવાડાનો સીમ વિસ્તાર લોકો પાણી માટે વલખાં મારી રહ્યાં છે. એક ટીપું પાણી માટે ન જાણે લોકો આજકાલ કેવા કેવા અખતરા કરી રહ્યા છે. 

Gujarat Dashrath Manjhi: સરકારે ન કરી મદદ તો આ ગુજરાતીએ એકલા જ પાણી માટે 40 ફૂટ ઉંડો કૂવો ખોદી કાઢ્યો

Gujarat Man Digged 40 Feet Well: સતયુગમાં જેમ પાંડવ પુત્ર ભીમને કુંતા માતાએ આપેલા વરદાનથી પાટું મારીને પાણી કાઢ્યું હતું, તેમજ એક પરિવાર હાલ પાણી માટે અથાગ મહેનત કરી રહ્યો છે. જી હા આ વાત છે. ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાં રહેતા કુશલ ભીલ નામના આદિવાસી વ્યક્તિએ કંઈક આવું જ કર્યું છે. 

fallbacks

તમે દશરથ માંઝીની સરકારી ઉદાસીનતા અને ઉપેક્ષાને કારણે એક છેડેથી બીજા છેડે જવા માટે પહાડ ખોદવાની ઘટના તો સાંભળી હશે. પરંતુ આ દરમિયાન તમને જણાવી દઈએ કે, દેશમાં એવા હજારો લોકો છે જેઓ આવી પરિસ્થિતિઓને કારણે પોતાની જાતે જ પોતાની સુવિધાઓ બનાવવાનો પ્રયાસ કરે છે. ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાં રહેતા કુશલ ભીલ નામના આદિવાસી વ્યક્તિએ કંઈક આવું જ કર્યું છે. કુશલ ભીલે કદૌલી-મોહલી ગામમાં સરકારી મદદની રાહ જોયા વગર 40 ફૂટ કૂવો ખોદ્યો છે. મળતી માહિતી મુજબ, ગામમાં પાણીની સમસ્યા અને ભારે અછતને કારણે કુશલ ભીલે તેના ઘરની નજીક કૂવો ખોદવાનું શરૂ કર્યું.

fallbacks

ઉલ્લેખનીય છે કે, અંતરિયાળ ગામ હોય કે છેવાડાનો સીમ વિસ્તાર લોકો પાણી માટે વલખાં મારી રહ્યાં છે. એક ટીપું પાણી માટે ન જાણે લોકો આજકાલ કેવા કેવા અખતરા કરી રહ્યા છે. 

અન્ય એક કિસ્સો પણ ગુજરાતમાં સામે આવ્યો છે.  નસવાડી તાલુકાના કડૂલી મહુડી ગામમાં રહેતા ખુશાલ નાનજીભાઇ ડુંગર ભીલની. જેઓ પોતાના પરિવારના જીવન ગુજારા માટે સીંચાઈ અને પીવા માટે પાણીની વ્યવસ્થા ન હોવાને કારણે કૂવો ખોદવા મજબૂર બની ગયા છે. કડૂલી મહુડી ગામ ડુંગરાળ વિસ્તારમાં હોવાથી પાણીની ખૂબ મોટી તકલીફ છે. ઉપરથી ટૂંકી જમીન હોવાથી પાણી માટે વધુ ખર્ચ કરવો પણ પોષાય તેમ નથી.

fallbacks

જેને લઈને ખુશાલભાઈ છેલ્લા બે મહિનાથી પોતાના ઘરની સામે એક 30 ફૂટ ઊંડો અને 40 ફૂટ પહોળો કૂવો ખોદી રહ્યા છે. ખુશાલભાઈના ઘર પાસે એક હેન્ડપંપ છે. તેમાં પાણી તો આવે છે પણ પીવાલાયક નથી. હેન્ડપંપનું પાણી પીવાલાયક નથી તેમ છતાં તેઓ મજબૂરીએ પી રહ્યા છે.

fallbacks

ખુશાલભાઈ તેમની માતા સાથે જૂના ઘરે રહેતા હતા, ત્યાં અગાઉ પણ બે જગ્યાએ કૂવો ખોદ્યો હતો, પરંતુ પાણી મળ્યું ન હતું. પહેલાં ગામની અંદર માબાપનું ઘર હતું. તે છોડીને રોડ ઉપરના ઘરમાં રહેવા આવ્યા અને ત્યાં પાણીની વ્યવસ્થા કરવા માટે ઘરની પાછળના ભાગે કૂવો ખોદ્યો, પરંતુ પાણી મળ્યું ન હતું. પાણી મેળવવા માટે ખુશાલભાઈ અને તેમનો પરિવાર કટિબદ્ધ હતો. એટલે તેઓએ હાર માન્યા સિવાય ટાઢ અને તડકો જોયા વિના, ઘરની સામે બે મહિનાથી પાવડા ત્રિકમની મદદથી કાળી મજૂરી કરીને પથ્થર તોડી પાણી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

fallbacks

No description available.

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More