Home> Gujarat
Advertisement
Prev
Next

આજે કતલની રાત…મતદારોને રીઝવવા લગાવાશે એડીચોટીનું જોર, કાર્યકરોને સોંપાશે ખાસ હોમવર્ક

Election 2024: લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદાનને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે મતદારોને રિઝવવા માટે ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આજે કતલની રાત હોવાથી મતદારોને પોતાના તરફે મતદાન કરવા માટે ઉમેદવારો બંધ બારણે બેઠકનો ધમધમાટ શરૂ કર્યો છે. એટલું જ નહીં પરંતુ ડોર ટુ ડોર પ્રચાર પણ શરૂ કરી મતદારોને છેલ્લી ઘડીએ રિઝવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આજે કતલની રાત…મતદારોને રીઝવવા લગાવાશે એડીચોટીનું જોર, કાર્યકરોને સોંપાશે ખાસ હોમવર્ક
Updated: May 06, 2024, 03:41 PM IST

Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત થઈ ચૂક્યા છે અને આવતીકાલે લોકસભાની ચૂંટણીનું મતદાન થવાનું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો છેલ્લી ઘડીએ એડીચોટીનું જોર લગાવીને મતદારોને રીઝવવા માટે ડોર ટુ ડોર મતદાતાઓ ઘરે જઈને ખાનગી પ્રચાર કરી રહ્યા છે. આજે કતલની રાત બની રહેશે. કારણ કે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો મતદારોને મનાવવા એડીચોટીનું જોર લગાવશે અને પોતાની તરફ મનાવવા મથામણ કરશે. એટલું જ નહીં, આજે રાત્રે બંધ બારણે બેઠકો જામશે. જેમાં મતદારોને બૂથ સુધી કેવી રીતે ખેંચી લાવવા તેના પર વિચાર વિમર્શ કરવામાં આવશે. કાર્યકરોને તેના માટે ખાસ હોમવર્ક આપવામાં આવશે.

મોદી ફેક્ટર ના ચાલ્યું તો ભાજપ ભરાશે, કોંગ્રેસને મળશે ભાજપના આ 2 માઈનસ પોઈન્ટનો લાભ

બૂથ લેવલના કાર્યકરોને વધુ મતદાન થાય તે માટે ટાર્ગેટ
ગઇકાલે સાંજે પ્રચાર-પડઘમ શાંત થતાંની સાથે જ હવે બંધ બારણે બેઠકનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. મતદારોને કોઇપણ ભોગે મનાવવા માટે રાજકીય પક્ષો મથી રહ્યા છે. એક-એક વિસ્તારમાં ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં મતદાનની ઓછી ટકાવારી ભાજપ માટે નુકશાનકારક રહે છે. આવામાં ભાજપે બૂથ લેવલના કાર્યકરોને શક્ય હોય ત્યાં સુધી વધુ મતદાન થાય તે માટેના પ્રયાસો કરવા માટે ખાસ ટાર્ગેટ આપ્યા છે. 

અમે 8થી 10 બેઠકોને ડેમેજ કરીશું : બળવંતસિંહ પણ બન્યા અહીં રોષનો ભોગ, સંતો પણ મેદાને

મતદાન પૂર્વેની રાતને કતલની રાત
બીજી તરફ સૌરાષ્ટ્ર-કચ્છની આઠ બેઠકો પર 92 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. મતદાનની આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે હવે અંતિમ ઘડીની વ્યૂહરચના ગોઠવાઇ રહી છે. તમને જણાવી દઈએ કે ગુજરાતની સુરત સિવાયની લોકસભાની 25 બેઠકો માટે આવતીકાલે મતદાન થવાની છે. ચૂંટણી પંચના નિયમ મુજબ મતદાન પૂર્ણ થવાના 48 કલાક અગાઉ ચૂંટણી પ્રચાર બંધ કરી દેવાનો રહે છે. ગઇકાલ સાંજે 6:00 વાગ્યાથી પ્રચારના ભૂંગળા શાંત થઇ ગયા છે. મતદાન પૂર્વેની રાતને કતલની રાત માનવામાં આવે છે. જેમાં મતદારોને મનાવવા માટે રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારો દ્વારા એંડીચોંટીનું જોર લગાવવામાં આવતું હોય છે.

ક્ષત્રિય આંદોલનનું નુક્સાન સરભર કરવા ભાજપે રણનીતિ બદલી, હવે આમના શરણે પહોંચ્યું

ઉમેદવારો ડોર ટુ ખાનગી પ્રચાર કરશે
લોકસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા બાદ કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો ડોર ટુ ખાનગી પ્રચાર કરી રહ્યા છે. તમામ ઉમેદવારો વિવિધ વિસ્તારો અને સોસાયટીઓમાં મતદાતાઓના ઘરે જઈને ડોર ટુ ડોર પ્રચાર કરીને મતદાતાઓને રિઝાવવાનો પ્રયાસ કર્યો હતો તો મતદાતાઓએ પણ તેમનું મો મીઠું કરાવી ફુલહાર પહેરાવી તેમને આવકારી આશીર્વાદ આપ્યા હતા. જોકે આવતીકાલે મતદાન વખતે જ મતદાતાઓ પોતાનો મિજાજ બતાવીને મતદાન કરશે ત્યારે જ ખબર પડશે કે કયા ઉમેદવારો મતદાતાઓને પોતાની તરફી મતદાન કરાવવામાં સફળ રહ્યા. 

પતિને વિદેશમાં બંધક બનાવી પત્નીને કહ્યું એક રાત વિતાવ તો જ છોડીશું, રાખી શરમજનક શરતો

ગુજરાતની 25 બેઠકો પર મતદાન
ગુજરાતમાં ભાજપ તમામ 26 બેઠકો પર ચૂંટણી લડી રહ્યું છે, તો કોંગ્રેસ 24 અને આપ આદમી પાર્ટી 2 બેઠકો પર ચૂંટણી મેદાનમાં છે. આજે રાજ્યમાં ભાજપ, કોંગ્રેસ અને આપ માટે ખાનગી પ્રચાર માટે કતલની રાત સમાન રાત બની રહેશે. ઉલ્લેખનીય છે કે આવતા મહિનાની 4થી જૂને લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે.

શું MI અને RCB હજુ પણ પ્લેઓફ માટે થઈ શકે ક્વોલિફાય? સમીકરણો જાણીને ચોંકી જશો

265 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં
ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે કુલ 433 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી ચકાસણી પછી 328 ફોર્મને માન્ય રાખવામાં આવ્યા. માન્ય રખાયેલા આ ફોર્મમાંથી 62 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હોવાથી હવે 25 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સહિત અન્ય પાર્ટીઓ અને અપક્ષના 265 ઉમેદવારો ચૂંટણી મેદાને જંગ લડશે. 

અમીર બનવાનું સપનું પુરું કરવું હોય તો અક્ષય તૃતીયા પર તિજોરીમાં રાખી દો આ વસ્તુ

ઉલ્લેખનીય છે કે, ગુજરાતની તમામ 26 બેઠકો પર મતદાન યોજાશે, ગઇકાલે સાંજથી રાજ્યમાં પ્રચાર પડઘમ શાંત થઇ ચૂક્યા છે. આજની રાત તમામ રાજકીય પક્ષો માટે મહત્વની છે, આજથી લગભગ તમામ પક્ષો ડૉર ટૂ ડૉર પ્રચારમાં લાગ્યા છે. ત્રીજા તબક્કાના મતદાનમાં દેશભરની 93 બેઠકો પર મતદાન યોજાશે. 

પિતા બન્યા પછી કર્યા લગ્ન, પ્લેન એક્સિડેન્ટમાં માંડ માંડ બચ્યો હતો આ ક્રિકેટરનો જીવ

આજે રાત્રે પીએમ ગુજરાત આવશે, રાણીપમાં કરશે મતદાન
ગુજરાતમાં આવતીકાલે ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે. આમાં ગુજરાતની તમામ બેઠકો પર મતદાન યોજાશે. માહિતી પ્રમાણે, આજે રાત્રે 9.30 કલાકે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવશે, પીએમ મોદી ઉપરાંત અમિત શાહ પણ ગુજરાતમાં આવશે. પીએમ મોદી આજે રાત્રે અમદાવાદ આવી પહોંચશે, અને પાટનગર ગાંધીનગરમાં રાજભવનમાં ખાતે રાત્રિ રોકાણ કરશે, પીએમ આવતીકાલે સવારે 7.30 વાગ્યે અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આવતીકાલે અમદાવાદમાં સવારે 09.15 વાગે મતદાન કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે