Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતીઓ બચીને રહેજો, 3 વર્ષમાં 7.93 લાખ લોકોને કરડ્યાં રખડતા શ્વાન

Street Dog Attack : ગુજરાતમાં શ્વાન કરડવાના કેસમાં ધરખમ વધારો... છેલ્લા 3 વર્ષમાં 7 લાખ 93 હજાર લોકોને કરડ્યાં શ્વાન... નઘરોળ તંત્ર શ્વાનના આતંક પર લગામમાં સદંતર નિષ્ફળ..

ગુજરાતીઓ બચીને રહેજો, 3 વર્ષમાં 7.93 લાખ લોકોને કરડ્યાં રખડતા શ્વાન

Gujarati News : ગુજરાતમાં રખડતા ઢોરનો આતંક દિવસેને દિવસે કાબૂ બહાર જઈ રહ્યો છે. છતાં સરકારને આ આતંક દેખાતો નથી. ગુજરાતમાં શ્વાન કરડવાના કેસમાં ધરખમ વધારો થયો છે. 2022માં ગુજરાતમાં 1.69 લાખ કેસ નોંધાયા છે. તો 3 વર્ષમાં 7.93 લાખ લોકોને શ્વાન કરડ્યા છે. શ્વાનના આતંક પર લગામમાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. એટલુ જ નહિ, શ્વાન કરડવામાં દેશમાં ગુજરાત 5માં નંબર પર આવી ગયું છે. શ્વાનના આતંકથી ગુજરાતીઓનું રસ્તા પર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. 

ગુજરાતમાં કયા વર્ષમાં કેટલા લોકોને શ્વાન કરડ્યા

  • વર્ષ 2020માં 4 લાખ 31 હજાર
  • વર્ષ 2021માં 1 લાખ 92 હજાર 
  • વર્ષ 2022માં 1 લાખ 69 હજાર 

ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં 7.93 લાખ લોકોને કૂતરા કરડ્યા છે તેવુ અમે નહિ આંકડા સાબિત કરે છે. આ આંકડો આટલો મોટો હોવા છતાં સરકાર માનવા તૈયાર નથી. આ કારણે ગુજરાત સમગ્ર દેશમાં હવે સીધા પાંચમા ક્રમે આવી ગયું છે. નવાઈની વાત તો એ છે કે, ગુજરાત કરતા અનેક રાજ્યો એવા છે, જેની પાસે આ વિશે સુવિધા નથી, છતાં ત્યાં કૂતરા કરડવાના બનાવ બહુ જ ઓછા બની રહ્યાં છે. 

વર્ષ 2022 માં કયા રાજ્યમાં કેટલા બનાવ

  • તમિલનાડુ - 364210
  • મહારાષ્ટ્ર - 390878
  • ઉત્તર પ્રદેશ - 191346
  • આંધ્રપ્રદેશ - 189225
  • ગુજરાત - 1,69,261
  • કેરળ - 4000
  • દિલ્હી - 6634
  • પંજાબ - 15517 
  • હરિયાણા - 35375
  • પશ્ચિમ બંગાળ - 22627
  • ચંદીગઢ - 5365

ગુજરાતમાં કૂતરાઓનો આતંક એ હદે વધી ગયો છે કે, હવે ગુજરાતમાં બાળકો શિકાર બની રહ્યાં છે. ગુજરાતના રસ્તાઓ પર રાતે નીકળો એટલે રખડતો આતંક જોવા મળે. કૂતરાઓથી બચીને ગાડીઓ ચલાવવી પડે છે. અનેક રસ્તાઓ પર કૂતરાઓ વાહનોની પાછળ દોડે છે. લોકસભામાં પૂછાયેલા એક સવાલના જવાબમાં ગુજરાતમાં મોટી સંખ્યામાં કૂતરા કરડતા હોવાનો ખુલાસો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં સરકાર દ્વારા આ જવાબ રજૂ કરવામાં આવ્યો છે. 

ગુજરાતનું તંત્ર હાઈકોર્ટની ટકોરને પણ અવગણી રહ્યું છે. હાઈકોર્ટની વારંવારની ટકોર છતાં અત્યાધુનિક ટેકનોલોજીની વાતો કરતું તંત્ર નાગરિકોને કૂતરાની સમસ્યાથી છુટકારો આપવામાં નિષ્ફળ નીવડ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More