Home> Gujarat
Advertisement
Prev
Next

કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : બિનહરીફ જાહેર થયેલી સુરત બેઠકની અરજી હાઈકોર્ટે નકારી

Gujarat Highcourt On Nilesh Kumbhani : સુરતથી ભાજપ ઉમેદવારની જીતને પડકારતી PIL નકારવામાં આવી, વિવાદ માટે ઈલેક્શન પિટિશન ફાઈલ કરવા ટકોર કરાઈ, ગુજરાત કોંગ્રેસે મતદારો મતદાનની વંચિત રખાયાનો ઉઠાવાયો હતો મુદ્દો

કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : બિનહરીફ જાહેર થયેલી સુરત બેઠકની અરજી હાઈકોર્ટે નકારી

Surat Loksabha Election : ગુજરાત કોંગ્રેસને હાઈકોર્ટથી મોટો ઝટકો મળ્યો છે. સુરતથી ભાજપ ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીતને પડકારતી PIL નકારવામાં આવી છે. અરજી પર સુનાવણી કરવાનો હાઈકોર્ટ દ્વારા ઈન્કાર કરવામાં આવ્યો છે. સાથે જ આ વિવાદ માટે ઈલેક્શન પિટિશન ફાઈલ કરવા ટકોર કરાઈ છે. અરજીમાં મતદારો મતદાનની વંચિત રખાયાનો મુદ્દો ઉઠાવાયો હતો. મહત્વનું છે કે, સુરતથી કોંગ્રેસના ઉમેદવાર કુંભાણીના ફોર્મમાં ટેકેદારોની સહી મિસમેચ થતા અને ટેકેદારો રહસ્યમય રીતે ગાયબ થતા ફોર્મ રદ થયું હતું. જે બાદ અન્ય ઉમેદવારોએ પણ ઉમેદવારી પાછી ખેંચતા ભાજપના મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. જે બાદ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેને કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ફગાવી દીધી છે.

સુરત ભાજપાના ઉમેદવાર બિન હરીફ જાહેર થવા અંગેની જાહેરહિતની અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે જાહેર હિતની અરજી સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. સુરતના અરજદાર ભાવેશ પટેલે જાહેરત હિતની અરજીમાં દાવો કર્યો હતો કે સુરતમાં મતદારોને નકારાત્મક મતનો વિકલ્પ અપાયો નથી. મતદારોને નોટાના અધિકારીથી વંચિત રખાયા છે. આ કારણે અરજદારે ભાજપના ઉમેદવારને બિન હરીફ કરવાના નિર્ણયને રદબાતલ કરવા માંગ કરી હતી.   

આજથી 5 દિવસ ગરમીનો પારો ઉંચો જશે, જુઓ 1થી 4 મે સુધી કયા જિલ્લાઓને અપાયું છે એલર્ટ

ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના બિનહરીફ જાહેર કરવી દેવાના ચૂંટણી પંચના નિર્ણયને પડકારતી અરજીની સુનાવાણી કરવા હઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા આગ્રવાલની ખંડપીઠે સ્પષ્ટ શબ્દોમાં ઈન્કાર કર્યો હતો. 

હાઈકોર્ટે આ બાબતે કહ્યું કે, બિનહરીફ જાહેર થયેલ ઉમેદવારને પણ મતગણતરીની પ્રક્રિયા મારફતે ચુંટાયેલા ઉમેદવાર સમાન જ ગણાય. આ અરજી જાહેરહિતની અરજીના નિયમોમાં આવતી નથી. હાઈકોર્ટે અરજદારને ટકોર કરી કે, આ માટે ઈલેક્શન પીટિશન દાખલ કરો. તેને પીઆઈએલ તરીકે સ્વીકારાશે નહિ. 

અશક્યને શક્ય બનાવ્યું : SC-ST સમાજના ચાર સંત મહામંડલેશ્વર બન્યા, દેશની પ્રથમ ઘટના

કોંગ્રેસે કુંભાણીને કર્યા સસ્પેન્ડ
ગત અઠવાડિયે કોંગ્રેસે નિલેશ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા હતા. કોંગ્રેસ શિસ્ત સમિતિએ લાંબી ચર્ચા બાદ આ નિર્ણય લીધો છે. પૂરતો સમય આપ્યો હોવા છતાં નિલેશ કુંભાણીએ કોઈ ખુલાસા કર્યા નથી તેવુ શિસ્ત સમિતિએ જણાવ્યું. સમિતિએ જણાવ્યું કે, નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવું એકમ નસીબ ઘટના છે. ફોર્મ રદ થવા અંગે નિલેશ કુંભાણીએ સંપૂર્ણ નિષ્કાળજી દાખવી છે. ભારતીય જનતા પાર્ટી સાથે તેમનું મેરાપીપણું દેખાયું. કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ સ્પષ્ટતા માટે સમય આપ્યો હોવા છતાં નિલેશ કુંભાણી ગાયબ થઇ ગયા.

હવે ગુજરાતમાં મોદીનો જાદુ ચાલશે, આજથી હોમગ્રાઉન્ડ પર બેટિંગ કરશે પ્રધાનમંત્રી મોદી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More