Home> Gujarat
Advertisement
Prev
Next

રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનના વધી રહેલા કેસ અંગે હાઈકોર્ટે વ્યક્ત કરી ચિંતા

રાજ્યમાં ફરી કોરોનાની ત્રીજી લહેરનું સંકટ છવાયું છે. છેલ્લા એક સપ્તાહથી દરરોજ કેસમાં મોટો વધારો થઈ રહ્યો છે. કોરોનાની સાથે સાથે ઓમિક્રોનના કેસ પણ વધી રહ્યાં છે. 

રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનના વધી રહેલા કેસ અંગે હાઈકોર્ટે વ્યક્ત કરી ચિંતા

આશ્કા જાની, અમદાવાદઃ ગુજરાતમાં ફરી કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. ઓમિક્રોનની એન્ટ્રી બાદ રાજ્યમાં ત્રીજી લહેર આવવાની આશંકા છે. છેલ્લા એક સપ્તાહથી કેસમાં મોટી સંખ્યામાં વધારો થયો છે. 28 ડિસેમ્બર એટલે કે મંગળવારે રાજ્યમાં 14 જૂન બાદ સૌથી વધુ 394 કેસ સામે આવ્યા હતા. સૌથી વધુ કેસ અમદાવાદમાં સામે આવ્યા હતા. આ વચ્ચે ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં વધી રહેલા કોરોના અને ઓમિક્રોનના કેસ પર ચિંતા વ્યક્ત કરી છે. 

હાઈકોર્ટે વ્યક્ત કરી ચિંતા
ગુજરાતમાં ફરી કોરોનીની ત્રીજી લહેર આવી શકે છે. રાજ્યમાં કોરોના સાથે ઓમિક્રોનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં ફરી કેસમાં મોટો વધારો થઈ રહ્યો છે. મહત્વનું છે કે કોરોના કાળ દરમિયાન હાઈકોર્ટે સરકારની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. આજે ફરી કોર્ટે રાજ્યમાં વધી રહેલા કેસને લઈને ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે વધતા કેસ વચ્ચે તૈયારી કરવાનું પણ કર્યું છે. 

આ પણ વાંચોઃ ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી રાજ્ય છે, પ્રિ-વાયબ્રન્ટ સમિટમાં બોલ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

રસીકરણની કામગીરીની કોર્ટે લીધી નોંધ
ગુજરાત હાઈકોર્ટે જનતાને રસી માટે પ્રોત્સાહિત કરવાની અમદાવાદ મનપાની કામગીરીના વખાણ કર્યા છે. ગુજરાત હાઈકોર્ટે સાવચેતીના ભાગ રૂપે તંત્રની કામગીરીને યોગ્ય ગણાવી છે. રાજ્યમાં વધી રહેલા કેસો પર હાઈકોર્ટે તૈયારીઓ કરવાનું પણ કહ્યું છે. 

ત્રીજી લહેર માટે તૈયારી કરવાનો નિર્દેશ
રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી જે રીતે કેસમાં વધારો થઈ રહ્યો છે, તેને જોતા લાગી રહ્યું છે કે ત્રીજી લહેર જલદી આવી શકે છે. કોર્ટે ત્રીજી લહેર માટે પૂર્વ તૈયારી કરવાનું સૂચન પણ આપ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
           

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More