Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં અંધારુ છવાયું, આખું શહેર વાદળોના બાનમાં, ગમે ત્યારે વરસાદ તૂટી પડે તેવો માહોલ

Gujarat Monsoon 2022 : ગુજરાતમાં હજુ પણ 3 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી.... સોમવારે રાજ્યના 153 તાલુકામાં નોંધાયો સાર્વત્રિક વરસાદ... સૌથી વધુ રાજકોટના ઉપલેટમાં વરસ્યો વરસાદ...

અમદાવાદમાં અંધારુ છવાયું, આખું શહેર વાદળોના બાનમાં, ગમે ત્યારે વરસાદ તૂટી પડે તેવો માહોલ

ગૌરવ દવે/અર્પણ કાયદાવાલા/અમદાવાદ :ગુજરાતભરમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. લેટેસ્ટ આંકડાની વાત કરીએ તો, સોમવારે રાજ્યના 153 તાલુકામાં નોંધાયો સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ રાજકોટના ઉપલેટમાં વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં હજુ પણ 3 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે. આ વચ્ચે આજે સવારથી જ અમદાવાદ શહેરમાં અંધારપટ જેવો માહોલ છે. આખા શહેરના માથા પર ડાળાડિબાંગ વાદળા છવાયા છે, જેથી ગમે ત્યારે વરસાદ તૂટી પડે તેવી સ્થિતિ છે. 

છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ રાજકોટના ઉપલેટામાં 4 ઈંચ વરસાદ, વલસાડના ઉમરગામમાં 3.6 ઈંચ વરસાદ અને રાજકોટના જામકંડોરણામાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. તો આજે મંગળવારે સવારથી 2 કલાકમાં 26 તાલુકામાં વરસાદ છે. સવારે 6થી 8 વાગ્યા સુધીમાં નોંધાયો વરસાદી આંકડા પર નજર કરીએ તો, ખેડાના કઠલાલમાં સૌથી વધુ 1 ઈંચ વરસાદ પડ્યો છે. તો મહિસાગરના સંતરામપુર, કડાણા પોણો ઈંચ વરસાદ અને 3 તાલુકામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. 

આ પણ વાંચો : ગુજરાતના આ વિસ્તારોમાં આભ ફાટશે! સાચવજો, આગામી 3 દિવસ રેડ એલર્ટ

અમદાવાદમાં વાદળો છવાયા 
અમદાવાદ શહેરભરમાં આજે વરસાદી માહોલ છે. કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. આમદાવાદમાં પણ હવામાન વિભાગે આજે યેલો એલર્ટ આપ્યું છે. ઝરમર વરસાદી માહોલ થતા લાંબા સમયના બફારાથી લોકોને રાહત મળી છે. કાળાડિબાગં વાદળો વચ્ચે વતાવરણ ખુશનુમા બન્યું. 

વેણુ ડેમ છલકાયો, 3 દરવાજા ખોલાયા
ગઈકાલે રાતે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ચારથી પાંચ ઇંચ જેટલા પડેલા વરસાદને લઈને અનેક ડેમોમાં પાણીની આવક વધી ગઈ છે. સારા વરસાદને લઈને ખેડૂતોની સિંચાઈની સમસ્યા અને ગામડાઓની પીવાના પાણીની સમસ્યાઓનો હવે જલ્દીથી અંત આવશે. ભારે પાણીની આવકને પગલે રાજકોટ જિલ્લાના વેણુ-2 ડેમના 3 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના વેણુ-2 ડેમ માં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક ચાલુ છે. આથી ડેમના 3 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમના નિચાણવાળા વિસ્તારમાં આવેલા ગામોના લોકોએ નદીના પટમાં અવર-જવર ન કરવા અને ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા સાવચેત કરવામાં આવ્યા છે. 

આ પણ વાંચો : મહોરમમાં માતમ : જામનગરમાં તાજિયા જુલુસમાં 15 ને કરંટ લાગ્યો, 2 યુવકોના મોત

મોજ ડેમની સપાટી વધી, નીચણવાળા વિસ્તારો એલર્ટ પર
રાજકોટ જિલ્લાના ઉપલેટાના મોજ ડેમમાં 2 ફૂટ પાણીની આવક નોંધાઈ છે. ઉપલેટા તાલુકાના મોજીરા ગામ પાસે આવેલો જીવાદોરી સમાન મોજ ડેમમાં 2 ફૂટ પાણીની આવક નોંધાઈ છે. મોજ ડેમની કુલ સપાટી 44 ફૂટ છે, પરંતુ ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને 24 કલાકમાં ડેમમાં 2 ફૂટ પાણીની આવક નોંધાઈ છે. હાલ ડેમની હાલની સપાટી 39.20 ફૂટે પહોંચી ગઈ છે. ઉપરવાસમાં પડેલા વરસાદથી રાત્રે ડેમમાં 5911 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. પરંતુ વહેલી સવારથી વરસાદ બંધ થતા પાણીની આવક પણ બંધ થઈ છે. વરસાદી પાણીને કારણે મોજ ડેમ હાલ 70 % ભરાયો છે. પરંતુ ઉપરવાસમાં જો ભારે વરસાદ પડે તો ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી શકે તેમ હોય જેને લઈને ઉપલેટા સહિત આઠ ગામોને એલર્ટ કરાયા છે. જેમાં મોજીરા, ગઢાળા, નવાપરા, ખાખી જાળીયા, કેરાળા, સેવંત્રા, વાડલા અને ઉપલેટાને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે. ઉપલેટા શહેર અને ભાયાવદર શહેર તથા જૂથ યોજના હેઠળના ગામોને પીવાનું પાણી પૂરું પાડતા મોજ ડેમમાં નવા નીરની આવક થતા લોકોમાં ખુશી જોવા મળી છે. 

આ પણ વાંચો : ફરી એકવાર આપણે દેશી ઉપચારના શરણે, કોરોનાની જેમ લમ્પી વાયરસમાં પણ દેશી જુગાડ કામમાં આવ્યો

ગુજરાતમાં ત્રણ દિવસ આગાહી
ગુજરાતમાં હજુ પણ 3 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. નવસારી, ડાંગ, સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી છે. તો બનાસકાંઠામાં પણ  અતિભારે વરસાદ પડી શકે છે. વલસાડ, દમણ, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદની આગાહી છે. આ કારણે 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગની ચેતવણી આપી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર બનતા સર્વત્ર વરસાદી માહોલ જોવા મળ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More