Home> Gujarat
Advertisement
Prev
Next

જો તમે કે તમારા સંબંધી સરકારી કર્મચારી છે, તો ગુજરાત સરકારે આપ્યા સૌથી મોટા ખબર

જો તમે સરકારી કર્મચારી (Government Employee) છો કે તમારા સ્નેહીજન સરકારી કર્મચારી કે અધિકારી છે, તો તેઓ માટે આ ખબર સૌથી મોટી ખબર છે. રાજ્ય સરકારના અધિકારીઓ અને કર્મચારીઓને વિપશ્યના (vipashyana) કરવા માટે સરકારે 10 દિવસની ઓન ડ્યુટી મંજૂર કરવાનો નિર્ણય લીધો છે. મતલબ કે સરકારી કર્મચારી 10 દિવસ રજા પર ઉતરીને વિપશ્યના કરવા જાય તો તે ઓન ડ્યૂટી છે એમ માનવામાં આવશે. આમ, ગુજરાત (Gujarat Government) ના તમામ સરકારી કર્મચારીઓ 10 દિવસ વિપશ્યના કરવા જઈ શકે છે.

જો તમે કે તમારા સંબંધી સરકારી કર્મચારી છે, તો ગુજરાત સરકારે આપ્યા સૌથી મોટા ખબર

હિતલ પારેખ/ગાંધીનગર :જો તમે સરકારી કર્મચારી (Government Employee) છો કે તમારા સ્નેહીજન સરકારી કર્મચારી કે અધિકારી છે, તો તેઓ માટે આ ખબર સૌથી મોટી ખબર છે. રાજ્ય સરકારના અધિકારીઓ અને કર્મચારીઓને વિપશ્યના (vipashyana) કરવા માટે સરકારે 10 દિવસની ઓન ડ્યુટી મંજૂર કરવાનો નિર્ણય લીધો છે. મતલબ કે સરકારી કર્મચારી 10 દિવસ રજા પર ઉતરીને વિપશ્યના કરવા જાય તો તે ઓન ડ્યૂટી છે એમ માનવામાં આવશે. આમ, ગુજરાત (Gujarat Government) ના તમામ સરકારી કર્મચારીઓ 10 દિવસ વિપશ્યના કરવા જઈ શકે છે.

માનવભક્ષી સિંહ મજૂરને ખેંચીને લઈ ગયો, માત્ર શાલ-પેન્ટ મળી આવ્યા
 
વિપશ્યના એ યોગનો એક પ્રકાર છે અને સરકાર માને છે કે સરકારી બાબુઓને આળસ ચડી ગઈ હોવાથી તેમની કાર્ય શક્તિ વધારવા વિપશ્યના કરાવીશું તો સારું પરિણામ મળીશે. સરકાર માને છે કે, ચાલુ ડ્યૂટીએ 10 દિવસ રજા પર જઈને કર્મચારીઓ તેમજ અધિકારીઓ વિપશ્યના કરશે તો તેમનામાં હકારાત્મક દ્રષ્ટિકોણ ડેવલપ થશે. વિપશ્યના કરવા જનારા અધિકારી-કર્મચારીઓએ વિભાગના વડાની પૂર્વ મંજૂરી લેવી પડશે અને 10 દિવસનો કોર્સ પૂરો કર્યા બાદ તેનું સર્ટિફિકેટ પણ કચેરીના વડા સમક્ષ રજૂ કરવું પડશે. 

આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ 26 ડિસેમ્બરે, સૂતકનો સમય ખાસ જાણી લેજો 

સરકારે પરિપત્ર બહાર પાડીને એમ કહ્યું છે કે અધિકારીઓ અને કર્મચારીઓને ફરજિયાત વિપશ્યનામાં ના જવું હોય તો વાંધો નથી. પણ જો અધિકારી કે કર્મચારી વિપશ્યનામાં જાય તો 10 દિવસ માટે ઓન ડ્યુટી ગણાશે. એટલું જ નહિ, અધૂરો કોર્સ કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને ઓન ડ્યુટી ગણવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. મતલબ કે અધૂરી વિપશ્યના પણ કરશો તો સરકારી કર્મચારી કે અધિકારી તરીકે સરકાર તમને પૂરો લાભ આપશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More