Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં પહેલીવાર ઘરની અગાશી પર લાગશે પવનચક્કી, સોલાર પેનલની જેમ બચશે તમારું લાઈટ બિલ

Windmill On The Roof Of The House : ગુજરાતમાં પહેલીવાર ઘરની છત પર પવનચક્કીનો પ્રોજેક્ટ, DGVCL દ્વારા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાઈ, 2 વર્ષ સુધી પ્રૉજેક્ટ ચાલશે, રિઝલ્ટ બાદ અન્ય શહેરોમાં શરૂઆત કરાશે

ગુજરાતમાં પહેલીવાર ઘરની અગાશી પર લાગશે પવનચક્કી, સોલાર પેનલની જેમ બચશે તમારું લાઈટ બિલ

Ahmedabad News : આજે જાગૃતિને કારણે અનેક લોકો પોતાના ઘરની છત પર સોલાર પેનાલ લગાવતા થયા છે. જેને કારણે, હવે લોકોને વીજળીના બિલમાં ઘણી રાહત થઈ છે. ત્યારે ગુજરાત સરકાર વધુ એક પ્રોજેક્ટ લઈને આવી રહી છે. હવે ઘરની છત પર પવનચક્કી લગાવી શકાશે. ગુજરાતમાં પહેલીવાર 4 શહેરોમાં આ પાયલટ પ્રોજેક્ટ લાગુ કરાશે. રિન્યુએલ એનર્જિના દિશામાં કામ કરતા ગુજરાતમાં આ પગલું માઈલસ્ટોન સાબિત થશે. 

હાલ ગુજરાતમાં 5 લાખ કરતા વધુ ઘર પર સોલાર પેનાલ ફીટ કરાયેલી છે. જેને કારણે લોકોના વીજળી બિલ શન્યૂ થઈ ગયા છે. આ કારણે ગુજરાત સૌર ઉર્જાના ઉત્પાદનમાં આખા દેશમાં મોખરે બન્યું છે. ત્યારે હવે ગુજરાત સરકાર નવો પ્રોજેક્ટ લોન્ચ કરવા જી રહી છે. જેમાં સોલાર પેનલની જેમ ઘરો પર પવન ચક્કી લગાવવામાં આવશે. જેનાથી લોકો વીજળીનું ઉત્પાદન કરી શકશે. આ જ વીજળીનો ઉપયોગ તેઓ પોતાના ઘરમાં કરી શકશે. 

શું વાત છે! ખાનગી નહિ, ગુજરાતની આ સરકારી શાળામાં એડમિશન લેવા માટે થાય છે પડાપડી

અત્યાર સુધી ખુલ્લા મેદાન કે ખેતરમાં પવન ચક્કીઓ લગાવાતી હતી. પરંતું હવે ઘરની છત પર પવનચક્કી લગાવાશે. રાજ્ય સરકાર દ્વારા આ પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામા આવશે. જેના માટેની ટેન્ડર પ્રક્રિયા પણ ડીજીવીસીએલ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. 

  • ગુજરાતના ચાર શહેરમાં લાગશે પવનચક્કી
  • સુરત, વડોદરા, રાજકોટ અને પોરબંદરની પસંદગી
  • 2 વર્ષ સુધી ચાલશે આ પ્રોજેક્ટ
  • 1-1 ઘરમાં પવનચક્કી લગાવાયા બાદ 2 વર્ષ અભ્યાસ કરાશે
  • સારા પરિણામ બાદ અન્ય શહેરોમાં પણ શરૂઆત કરાશે

આ રીતે કરાઈ 4 શહેરોની પસંદગી
ગુજરાત પાવર રિસર્ચ ડેવલપમેન્ટ સેલ દ્વારા આ પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં હાલ ગુજરાતના માત્ર 4 શહેરોની પસંદગી કરાઈ છે. જેમાં સુરત, વડોદરા, રાજકોટ અને પોરબંદર સામેલ છે. આ શહેરોની પસંદગી ખાસ હેતુથી કરાઈ છે. શહેરોમાં ફૂંકાતા પવનના આધારે શહેરોની પસંદગી કરાઈ છે. બે વર્ષ સુધી આ પ્રોજેક્ટ પર અભ્યાસ થશે. તેના તારણ બાદ જ તેનું અમલીકરણ કરવામાં આવશે. 

બે મહિના બાદ ગાંધીનગરના નવા મેયરની જાહેરાત : મીરા પટેલ બન્યા પાટનગરના નવા મેયર

પ્રોજેક્ટ લાવવાનું કારણ
ગુજરાત હાલ રિન્યુએબલ એનર્જિના દિશામાં ફોકસ કરી રહ્યું છે. હવે ધીરે ધીરે લોકોમાં જાગૃતિ આવી રહી છે. પરંતું કેટલાક ઘરની છત પર પૂરતી જગ્યા ન હોવાથીં ત્યાં સોલાર પેનલ ફીટ થઈ શક્તી નથી. આવી સ્થિતિમાં પવનચક્કી લવાગીને ગ્રીન એનર્જિના ઉપયોગથી વીજળીની બચત કરી શકાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More