Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં નોકરીઓની લ્હાણી થશે, આ પ્રોજેક્ટમાં સરકારે અબુધાબીની કંપની સાથે કર્યા MoU

Gujarat Government MOU With Ocior Energy : ઓકિઓર એનર્જી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડે ગુજરાત સરકાર સાથે MoU કર્યા... 40 હજાર કરોડ રૂપિયાના રોકાણ સાથે ગુજરાતમાં ગ્રીન હાઈડ્રોજન-ગ્રીન એમોનિયા ઉત્પાદન તથા જરૂરી રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ 2030 સુધીમાં બે તબક્કામાં શરૂ કરાશે... જેના થકી ૧૦,૪૦૦ જેટલા પ્રત્યક્ષ-પરોક્ષ રોજગાર અવસર મળશે... 1 મિલિયન ટન પ્રતિ વર્ષ ક્ષમતાના ગ્રીન એમોનિયા પ્રોજેક્ટની ગુજરાતના કચ્છ જિલ્લામાં સ્થાપના કરાશે

ગુજરાતમાં નોકરીઓની લ્હાણી થશે, આ પ્રોજેક્ટમાં સરકારે અબુધાબીની કંપની સાથે કર્યા MoU

Gujarat Government MOU With Ocior Energy : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રીન ગ્રોથની નેમ સાથે નેટ ઝીરો કાર્બન ઈમિશન અને ગ્રીન ક્લીન એનર્જી માટે કરેલા આહવાનને ગુજરાત ઝીલી લેવા સજ્જ બન્યું છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ભરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના ઊદ્યોગ વિભાગ અને ઓકિઓર એનર્જી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં MoU સંપન્ન થયા હતા. આ MoU કચ્છ જિલ્લામાં ૧ મિલિયન ટન પ્રતિવર્ષની ઉત્પાદન ક્ષમતાના ગ્રીન હાઈડ્રોજન-ગ્રીન એમોનિયા પ્રોજેક્ટના વિકાસ માટે કરવામાં આવ્યા છે.

રૂપિયા ૪૦ હજાર કરોડના કુલ રોકાણ સાથે આ સૂચિત પ્રોજેક્ટ બે તબક્કામાં ૨૦૩૦ સુધીમાં પૂર્ણ કરવાનું અને તેના દ્વારા અંદાજે ૧૦,૪૦૦ જેટલી પ્રત્યક્ષ-પરોક્ષ રોજગારીના સર્જનનું લક્ષ્ય છે. આ MoU વિશે વિકાસકાર ઊદ્યોગ જૂથ ઓકિઓર એનર્જીના સી.ઈ.ઓ. રણજિત ગુપ્તાએ જણાવ્યું કે, આ પ્રોજેક્ટથી વડાપ્રધાનશ્રીની મેઈક ઈન ઈન્ડિયા-મેઈક ફોર ધ વર્લ્ડની સંકલ્પના સાકાર કરીને પ્લાન્ટમાં ઉત્પાદિત થનાર એમોનિયાને ગુજરાતમાંથી આંતરરાષ્ટ્રીય સ્થળોએ પણ મોકલી શકાશે.

આ પણ વાંચો : 

ગોધરાકાંડ નામ પડે એટલે સળગતો ડબ્બો નજર સામે આવે, આજે પણ ગોધરા સ્ટેશન પર ઉભો છે ડબ્બો

બજેટમાં વેરા નથી વધ્યા એવુ ન સમજતા, દરેક ગુજરાતીએ વર્ષે આટલો વેરો તો ભરવો જ પડશે

ઊદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દાયાનીએ તથા ઓકિઓર  એનર્જીના સી.ઈ.ઓ. રણજિત ગુપ્તા એ MoU પર હસ્તાક્ષર કરીને આપ-લે કરી હતી.

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે ઓકિઓર એ ADGM, અબુધાબીમાં શરૂ થયેલી ગ્રીન હાઈડ્રોજન અને ગ્રીન એમોનિયા ક્ષેત્રની અગ્રણી કંપની છે. સમગ્ર ભારત, મધ્ય પૂર્વ તથા ઉત્તરી આફ્રિકા(MENA) પ્રદેશમાં ૪ GW ક્ષમતાના ગ્રીન હાઈડ્રોજન અને ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ્સ વિકસાવવા અને બનાવવાનું લક્ષ્ય આ કંપની ધરાવે છે. પોતાનો આવો જ વધુ એક પ્રોજેક્ટ શરૂ કરવા તેમણે ગુજરાતની પસંદગી કરી છે. આ MoU અવસરે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કૈલાસનાથન, ઊદ્યોગ કમિશ્નરશ્રી રાહુલ ગુપ્તા વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : 

અમદાવાદનો એસજી હાઈવે થંભી ગયો, કાર અથડાયા બાદ હજારો વાહનચાલકો અટવાયા

યુવતીને મોબાઈલ પર ગલગલિયા કરવા ભારે પડ્યા, સંબંધ કાપી નાંખતાં યુવકે એવું કર્યું કે..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More