Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતીઓ બાયોડેટા તૈયાર રાખજો, સરકારી નોકરીનો આ ગોલ્ડન ચાન્સ ગુમાવશો નહિ

Government Job : ગોલ્ડન ચાન્સ! પંચાયત વિભાગ વર્ગ-3ની 13,068 જગ્યા માટે બહાર પાડી શકે છે જાહેરાત, લેવાયો આ નિર્ણય

ગુજરાતીઓ બાયોડેટા તૈયાર રાખજો, સરકારી નોકરીનો આ ગોલ્ડન ચાન્સ ગુમાવશો નહિ

Government Job : ગુજરાતના લાખો બેરોજગારો માટે ખુશખબર એ છે કે પંચાયત વિભાગ વર્ગ-3ની 13,068 જગ્યા માટે સરકારે મિશન મોડ હેઠળ સીધી ભરતી કરવાનો નિર્ણય લીધો છે. જેને પગલે હવે સરકારી નોકરીની તકો વધી શકે છે. સરકારે આ ભરતી કરી તો ઘણા બેરોજગારો માટે આ નોકરી ગોલ્ડન ચાન્સ ગણાશે. 

ગુજરાતના ૩૩ જિલ્લા, ૨૪૮ તાલુકા અને 14,560 જેટલી ગ્રામ પંચાયતોના માધ્યમથી સરકારની યોજનાઓને લોકો સુધી પહોંચાડવાના સરકારી માળખામાં આવશ્યક એવી ૧૩૦૬૮ જેટલી વર્ગ-૩ની જગ્યાઓ ભરવા મિશન મોડ હેઠળ ભરતી કરવાનો મહત્વનો નિર્ણય ભૂપેન્દ્ર પટેલની સરકારે લીધો છે. આ સાથેસાથે પંચાયત વિભાગ હેઠળ તમામ 248 ટીડીઓની ભરતી અને બઢતીથી જગ્યાઓ ભરવામાં આવી છે. 

મીનિ સચીવાલય ગણાતા જિલ્લા પંચાયતના માળખા હેઠળ તાલુકા અને ગ્રામપંચાયતોના માધ્યમથી જુદી જુદી 17 વિભાગની કામગીરીને ગ્રામ્ય વિસ્તારના લોકો સુધી પહોંચાડવામાં આવે છે. મુખ્યમંત્રીના માર્ગદર્સન હેઠળ પંચાયત મંત્રી બચું ખાબડ અને પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ પંચાયત વિભાગમાં વહીવટી સુધારણાના નવતર પ્રયોગ અમલી બનાવ્યા છે. ખાસ કરીને 248 ટીડીઓની જગ્યા 100 ટકા ભરીને ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. 

આ પણ વાંચો : 

જો તમારા કોઈ સ્વજન સરકારી નોકરીમા હોય ખાસ આપો આ અપડેટ, 11 જગ્યાઓ ડાઉનગ્રેડ કરાઈ

ગુજરાતીઓની એક પહેલને કારણે યુપીમાં નોકરીનો ઢગલો થશે, કરોડોનું રોકાણ કરશે

પંચાયત વિભાગના કહેવા પ્રમાણે સરકારે આદિજાતિ વિસ્તાર વિકાસ તેમજ આ વિસ્તારમાં યોજનાઓના અસરકારક અમલીકરણ માટે જુદા જુદા તાલુકાના આયોજન સહ ટીડીઓ વર્ગ 1ની જગ્યાઓ ભરવા માટે પંચાયત વિભાગ દ્રારા આયોજન કરાયું છે. સહ તાલુકા વિકાસ અધિકારી, વર્ગ-૧ની ૧૧ જગ્યાને તાલુકા વિકાસ અધિકાર વર્ગ-ર તરીકે ડાઉન ગ્રેડ કરવાનો નિર્ણય લેવાયો છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતેની TTOવર્ગ-રની તમામ 11 જગ્યાઓ ભરવામાં છે. આ જ પ્રકારે રાજ્યની તમામ 33 જિલ્લા પંચાયતોમાં ચિટનીસ કમ ટુ તાલુકા વિકાસ અધિકારીની તમામ 33 જગ્યાઓ પર બઢતી આપવામાં આવી છે.
 
ગુજરાતમાં ટીડીઓના માથે પ્રાથમિકતાઓ સાથે નવી કામગીરી પણ ઉમેરાઈ છે. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ્ વિકાસની યોજનાઓ, સેવા અને વિકાસના કામો, જિલ્લા પંચાયત હસ્તકના વાહનો, મકાનો સહિતના માસિક ડેટા વિકાસ કમિશ્નરને મોકલવાના રહેશે. આકસ્મિક નીરિક્ષણ હેઠળ એક અધિકારીએ માસિક ઓછામાં ઓછા એક તાલુકા પંચાયત અને ઓછામાં ઓછી 5 ગ્રામ પંચાયતોનું આકસ્મિક નીરિક્ષણ કરવાનું રહેશે.

આ પણ વાંચો : 

આ પાટીદાર દિગ્ગજો ખોડલધામના નવા ટ્રસ્ટી બન્યા, ટ્રસ્ટીઓના નામનું આ રહ્યું આખું લિસ્ટ

ખોડલધામ ટ્રસ્ટની મોટી જાહેરાત, ગુજરાતના ફેમસ ટુરિસ્ટ સ્પોટ પર બનાવશે શૈક્ષણિક સંકુલ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More