Home> Gujarat
Advertisement
Prev
Next

ધૈર્યરાજ જેવા ગુજરાતમાં 19 બાળકો છે, જેમનો જીવ સરકાર બચાવી શકે છે

ધૈર્યરાજ જેવા ગુજરાતમાં 19 બાળકો છે, જેમનો જીવ સરકાર બચાવી શકે છે
  • કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા SMA 1 રોગના નિદાન માટે જરૂરી 16 કરોડના ઈન્જેક્શન માટે સહાય માટે રજૂઆત કરવામાં આવી
  • ગંભીર બીમારીથી પીડાતા અનેક બાળકોના માતાપિતાએ લોકોને મદદ કરવા માટે અપીલ કરી છે 

હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતમાં પણ SMA 1 અને SMA 2 થી પીડિત અનેક બાળકો છે. મુંબઈમાં SMA 1 બીમારીથી પીડિત એક દીકરીને 22 કરોડનું ઈન્જેક્શન લગાવ્યા બાદ આ બીમારી ચર્ચામાં આવી છે. ત્યારે ગુજરાતભરમાંથી પણ અનેક એવા બાળકો સામે આવ્યા છે જે આ પ્રકારની બીમારીથી પીડિત છે. જેમાં સૌથી પહેલા લુણાવાડાના ધૈર્યરાજ રાઠોડને બચાવવા માટે તેના માતાપિતાએ લોકો સામે મદદના હાથ ફેલાવ્યા હતા. ત્યારે ગુજરાતમાં આવા એક-બે નહિ, પણ 19 જેટલા બાળકો છે, જેમને મદદની જરૂર છે. ત્યારે કોંગ્રેસના દ્વારા સભ્યો દ્વારા ગુજરાત સરકારને આવા બાળકોને મદદ કરવા રજૂઆત કરાઈ છે. 

હાલ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે ધૈર્યરાજ રાઠોડ જેવા ગુજરાતભરમાં 19 બાળકો હોવાની રજૂઆત મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ કોંગ્રેસના ધારાસભ્યોએ કરી હતી. તો સાથે જ તમામ બાળકોને રાહત આપવા રજૂઆત કરી છે. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા SMA 1 રોગના નિદાન માટે જરૂરી 16 કરોડના ઈન્જેક્શન માટે સહાય માટે રજૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસના ધારાસભ્યોએ દાવો કર્યો કે, SMA 1 રોગના ગુજરાતમાં 19 બાળ દર્દીઓ છે. તો બીજી તરફ, મુખ્યમંત્રીએ હકારાત્મક વલણ અપનાવી કેન્દ્ર સરકારમાં રજુઆત કરવા ખાતરી આપી છે.

આ પણ વાંચો : અમદાવાદમાં ફરી આયશાવાળી થતા રહી ગઈ, એસીપીએ મહિલાને સાબમરતીમાં આત્મહત્યા કરતી બચાવી

ધૈર્યરાજને SMA -1 નામની બીમારી
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનો ત્રણ મહિનાનો ધૈર્યરાજ (Dhairyaraj ) ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે. ધૈર્યરાજ સિંહ રાઠોડ નામના ત્રણ મહિનાના બાળકને SMA -1 નામની બીમારી છે. એસ.એમ. એ -1 આ બીમારી એક પ્રકારની સ્નાયુની છે. જેથી બાળક ઉભુ થઈ શક્તુ નથી. તે બીમારી માટે નું ઇન્જેક્શન ભારતમાં અવેલેબલ નથી. ત્યારે વિદેશમાંથી ઇન્જેક્શન મંગાવવું પડે તેમ છે. જે માટે રાઠોડ પરિવારને 22 કરોડ રૂપિયા જેટલી રકમની જરૂર છે. ધૈર્યરાજના માતા-પિતા સામાન્ય પરિવારમાંથી આવી છે. જેથી પુત્રની આટલી મોંઘી સારવાર તેમનાથી શક્ય નથી. જેથી સરકાર ધૈર્યરાજની સારવાર માટે મદદ કરે તેવી અપીલ માતા-પિતા દ્વારા કરવામાં આવી છે. તો બીજી તરફ, આ સમાચાર ચર્ચામાં આવતા ધૈર્યરાજ માટે લોકો દિલ ખોલીને દાન આપી રહ્યા છે.

fallbacks

સુરતમાં નવી બની રહેલી ઈમારતની દિવાલ ધરાશાયી, 8 શ્રમિક દટાયા, એકનું મોત 

જન્મના ત્રણ વર્ષ બાદથી અયના ચાલી શકી નથી 
ધૈર્યરાજને જે બીમારી છે તે SMA Type 1 છે. જ્યારે કે, અયનાને SMA Type 2 બીમારી છે. વેજલપુર વિસ્તારમાં રહેતા જુનૈદ મન્સૂરી અને ઝુવેરિયા મન્સુરીના પરિવારમાં 4 માર્ચ, 2018ના રોજ એક દીકરીનો જન્મ થયો હતો. ભારે લાડકોડથી માતાપિતાએ તેનું નામ અયના રાખ્યું હતું. પરંતું જેમજેમ અયના મોટી થતી ગઈ તેમ તેમ સ્નાયુઓમાં રહેલી નબળાઈ દેખાવા લાગી. એક વર્ષ બાદ જ્યાં બાળક ચાલવા પગ માંડે ત્યાં અયના પોતાના પગ જમીન પર મૂકી શક્તી ન હતી. તેથી ચિંતિત માતા-પિતાએ તબીબોનો સંપર્ક સાધ્યો. પહેલા તો તેમણે આ તકલીફ વિશે અનેક ડોક્ટરોનો સંપર્ક કર્યો. ત્યાર બાદ વીએસ હોસ્પિટલના પીડિયાટ્રીક ડોક્ટરે તેમને SMA Type 2 નો રિપોર્ટ કરાવવા કહ્યું અને તેમાં રિપોર્ટ પોઝિટિવ આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું. 

ચકચારી ઘટના : સગીરા તાબે ન થતા 3 નરાધમોએ તેનો દુષ્કર્મવાળો વીડિયો કરી દીધો વાયરલ 

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More