Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં જલ્દી મળશે સરકારી નોકરીઓ, સરકાર કરશે અત્યાર સુધીની સૌથી મોટી ભરતી

Government Jobs : ગુજરાતના બેરોજગાર યુવાનો માટે  આનંદના સમાચાર સામે આવ્યા... 2033 સુધીમાં અત્યાર સુધીની સૌથી મોટી ભરતીની પરીક્ષા થશે... સરકારે 10 વર્ષના ભરતી કેલેન્ડરની પ્રક્રિયા કરી પૂર્ણ ...
 

ગુજરાતમાં જલ્દી મળશે સરકારી નોકરીઓ, સરકાર કરશે અત્યાર સુધીની સૌથી મોટી ભરતી

Gandhinagar News ગાંધીનગર : ગુજરાતના બેરોજગાર યુવાનો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. હવે આગામી 10 વર્ષ એટલે કે 2033 સુધીમાં અત્યાર સુધીની સૌથી મોટી ભરતીની પરીક્ષા થશે. સરકારે 10 વર્ષના ભરતી કેલેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરી છે. તેથી સરકારી નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આ સમાચાર મહત્વના સાબિત થશે. મહત્વનું છે કે સામાન્ય વહીવટ વિભાગ અને નાણા વિભાગ વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે... જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં જે-તે વિભાગની ખાલી જગ્યા સંદર્ભે બેઠકો યોજાશે.

ગુજરાતમાં મેગા ભરતી
2033 સુધીમાં ગુજરાતમાં મેગા ભરતી થશે. સપ્ટેમ્બર માસમાં ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવશે. રાજ્ય સરકારે આગામી 10 વર્ષના ભરતી કેલેન્ડરને અગાઉ મંજૂરી આપી છે. સામાન્ય વહીવટ વિભાગ અને નાણાં વિભાગ દ્વારા હાલ આ મામલે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. જુન, જુલાઈ અને ઓગસ્ટમાં જે તે વિભાગની ખાલી જગ્યા સંદર્ભે બેઠકો યોજાશે. રાજ્ય સરકાર દ્વારા ગત ૧૦ વર્ષના ભરતી કેલેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. તેથી હવે આગામી ૧૦ વર્ષ એટલે ૨૦૩૩ સુધીના ભરતી કેલેન્ડરમાં અત્યાર સુધીની સૌથી મોટી સરકારી ભરતીઓની પરીક્ષા યોજાશે. 

ગુજરાતમાં છે 950 વર્ષ જૂનુ મહાકાય વૃક્ષ, ઘેરાવ અંબાણીના એન્ટાલિયાના મોટા હોલ જેટલો

સરકારના ઘણાં એવા વિભાગો છે જેમાંથી કર્મચારીઓ નિવૃત્ત તો થાય છે, પણ તેની સામે નવા કર્મચારીઓની ભરતી કરવામાં આવતી નથી. એ કારણસર આ વિભાગોમાં કામનું ભારણ વધે છે. ત્યારે અહીં વાત થઈ રહી છે તાજેતરમાં જ સરકાર દ્વારા જાહેરાત કરાઈ હતી કે, ગુજરાત સરકારના પંચાયત વિભાગની. રાજ્ય સરકારના પંચાયત વિભાગમાં મોટા પ્રમાણમાં કર્મચારીઓની ઘટ છે. જેને પહોંચી વળવા માટે ગુજરાત સરકાર દ્વારા આગામી બે વર્ષમાં સીધી ભરતીથી પંચાયત વિભાગમાં 10 હજાર લોકોની ભરતી કરાશે.  

ભત્રીજીના પ્રેમમાં આડે આવ્યા કાકા, ભાજપમાં મોટું પદ ધરાવતા કાકાએ કર્યા ભારે ધમપછાડા

ઉલ્લેખનીય છેકે, ગાંધીનગરમાં પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતીથી નિમણૂક પામેલા હેલ્થ વર્કરને નોકરીના ઓર્ડર આપવામાં આવ્યા હતા. રાજ્ય સરકારે પંચાયત વિભાગમાં ૧૫૦૦૦ કર્મચારીઓની ભરતી કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે જે પૈકી બે વર્ષમાં તબક્કાવાર ૧૦ હજારની ભરતી કરવામાં આવશે.

સરકારના કયા કયા વિભાગોમાં જગ્યાઓ ખાલી છે?
રાજ્યના વિભાગો જેવાં કે ગૃહ, શિક્ષણ, આરોગ્ય, સામાન્ય વહીવટ વિભાગ, મહેસૂલ, શહેરી વિકાસ, કૃષિ અને સહકાર, પંચાયત, કાયદો અને ન્યાય, ઉદ્યોગ, સામાજીક ન્યાય, ઊર્જા, નાણાં, વન અને પર્યાવરણ તેમજ માર્ગ-મકાનમાં હજારો જગ્યા ખાલી છે. પ્રતિવર્ષ ૧૩૦૦૦ થી | ૧૬૦૦૦ કર્મચારીઓ નિવૃત્ત થઇ રહ્યાં છે જેની સામે ભરતીનું પ્રમાણ માત્ર ૧૫ થી ૨૦ ટકા છે, પરિણામે મોટાભાગની જગ્યાઓ ખાલી પડે છે.

ગુજરાતમાં Adani એ CNG ના ભાવમાં વધારો કર્યો, હવે આટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More