રજની કોટેચા/ગીર :શું તમે ક્યારેય વિચાર્યું છે કે, સવારે તમે ઉઠો અને ઘરનો દરવાજો ખોલો તો બહાર તમને સિંહ જોવા મળે. એ પણ એક નહિ, બે-બે સિંહ (Lions). આ વિચાર પણ ડરામણો અને ફિલ્મી છે. આવામાં દરવાજો ખોલનારા શખ્સની હાલત કેવી થઈ જતી હશે. જોકે, ગુજરાતના ગીર જંગલમાં આવું શક્ય છે. સોશિયલ મીડિયા પર સમગ્ર ઘટનાનો વીડિયો (video viral) તેજીથી વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વીડિયોમાં સવારના સમયે પોતાના ઘરમાંથી બહાર નીકળતા એક શખ્સને દરવાજાની બહાર બે સિંહ દેખાય છે. બંને સિંહ ઘરની બહારની પાણીની ટાંકી પર પાણી પીતા હોય છે. વાયરલ થઈ રહેલ વીડિયો ગુજરાતના ફોરેસ્ટ ઓફિસર સાકેતે પોતાના ટ્વિટર એકાઉન્ડ પર શેર કર્યો છે. સાથે જ લખ્યું છે કે, આ વીડિયો પર તમારું રિએક્શન શું હશે. સવારે દરવાજો ખોલતા જ જો તમને આવો નજારો જોવા મળે તો...
મેસેજ સાથે સિંહનો વીડિયો
સાકેતે આ મેસેજ સાથે જે વીડિયો શેર કર્યો છે, તેમાં એક શખ્સ કેમેરાની સામે દરવાજો ખોલતા દેખાઈ રહ્યો છે. દરવાજો ખેલ્યા બાદ ઘરની બહાર બે સિંહો હોય છે, જે પાણીની ટાંકીમાં પાણી પીતા દેખાઈ રહ્યાં છે. દરવાજો ખોલતા જ એક સિંહ શખ્સ સામે જોઈ રહ્યો છે. પરંતુ તે હુમલો નથી કરતો. થોડા સમય બાદ સિંહ અહીંથી પાણી પીને પરત ફરી જાય છે.
What would be your reaction if you open the door and you are greeted with a sight like this ?? #Forward #Lions #Gujarat #India@susantananda3 @ipskabra pic.twitter.com/iZ5jX0HscK
— SAKET (@Saket_Badola) April 2, 2021
વીડિયો બન્યો પોપ્યુલર
સોશિયલ મીડિયા પર ગુજરાતના આ વીડિયોને લોકો બહુ જ પસંદ કરી રહ્યાં છે. 2 એપ્રિલના રોજ સવારે આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેના બાદ અનેક લોકો તેને શેર કરી રહ્યાં છે. સાથે જ વીડિયો બનાવનાર શખ્સના વખાણ પણ કરી રહ્યાં છે.
તો બીજી તરફ, રાજુલાના કાતર ગામમાં સિંહણ અને સિંહબાળની મોડી રાત્રે બજારમાં લટાર છે. થોડા દિવસો પહેલા સિંહણે ડુંગરાળ વિસ્તારમાં સિંહબાળને જન્મ આપ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં સિંહણ સાથે સિંહબાળ લટારની પ્રથમ ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે