Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં લગાવવામાં આવશે લંડન આઇ કરતાં પણ મોટો ઝૂલો ' Gift Eye', જાણો કેટલી હશે ઉંચાઇ

River Front Ahmedabad: રિવરફ્રન્ટ વિસ્તાર માટે કુલ 100 કરોડ રૂપિયા આ વર્ષે બજેટમાં ફાળવવામાં આવ્યા છે. ગિફ્ટ સિટી સુધી સાબરમતી રિવરફ્રન્ટનો વિસ્તાર થઇ ગયા બાદ આ દુનિયાનો સૌથી મોટો રિવરફ્રન્ટ બની જશે. 

ગુજરાતમાં લગાવવામાં આવશે લંડન આઇ કરતાં પણ મોટો ઝૂલો ' Gift Eye', જાણો કેટલી હશે ઉંચાઇ
Updated: Feb 22, 2024, 07:36 PM IST

Gift City: ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી કંપની (GIFTCL) એક સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ તૈયાર કરવાની યોજના બનાવવામાં આવી છે જેમાં મનોરંજન, મનોરંજન ક્ષેત્ર અને અન્ય ઘણી આધુનિક સુવિધાઓ હશે. આ પ્રોજેક્ટને ગિફ્ટ સિટી (GIFT City) માં લગભગ 20.5 એકરમાં તૈયાર કરવામાં આવશે. પરંતુ આ પ્રોજેક્ટનું મુખ્ય આકર્ષણ લંડનના તર્જ પર બનનાર GIFT આઈ હશે. તેનો આકાર લંડન આઈ કરતાં પણ મોટો હશે. આ ગિફ્ટ સિટીના બીજા તબક્કાના વિકાસમાં થશે. 

IPL 2024: 17 દિવસનું શિડ્યુલ જાહેર, ઓપનિંગ મેચમાં ટકરાશે ધોની-વિરાટની ટીમ
ક્યારે છે મહાશિવરાત્રી, હોળીકા દહન અને ધૂળેટી? જાણો ફાગણ મહિના મુખ્ય વ્રત-તહેવાર

મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ફેરફાર અને વિકાસ બાદ GIFT સિટી ફક્ત રાષ્ટ્રીય સ્તર પર જ નહી પરંતુ ગ્લોબલ ફાઇનાન્શિયલ હબ બની જશે. તમને જણાવી દઇએ કે ગિફ્ટ સિટી (GIFT City) થનાર વિકાસોમાં આ વર્ષના જુલાઇ સુધી મેટ્રો નેટવર્ક સ્થાપિત કરવી, ગિફ્ટ સિટીની પાસે લગભગ 9 કિમી લાંબો સાબરમતી રિવરફ્રન્ટ બનાવવનું પણ સામેલ છે. 

ગુજરાતના આ મંદિરમાં ધબકે છે શ્રી કૃષ્ણનો શ્વાસ! જાણો શું છે રહસ્ય
પર્સમાં અચૂક રાખો આ વસ્તું ક્યારે ખૂટશે નહી રૂપિયા, એક ઝાટકે બદલાઇ જશે ભાગ્ય

ગિફ્ટ સિટી (GIFT City) માં લંડન આઇ (London Eye) ના તર્ક પર ઝૂલો લગાવવામાં આવશે, તેની ઉંચાઇ 158 મીટર હશે, તેને ગિફ્ટ આઇ (GIFT Eye) નામે ઓળખવામાં આવશે. લંડન આઇ જેની ચર્ચા દુનિયાભરમાં થાય છે, તેની ઉંચાઇ 135 મીટર જ છે. ગિફ્ટ સિટીમાં લાગનાર ચકડોળની ઉંચાઇ લંડન આઇ કરતાં લગભગ 23 મીટર વધુ હશે. એવામાં ગિફ્ટ સિટીનો ઝૂલો લંડન આઇને માત આપશે. જોકે આ વિશે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયા  (AAI) પાસે નો-ઓબ્ઝેક્શન સર્ટિફિકેટ લેવાની જરૂર પડશે.  

વિદેશ જવાનો વિચાર માંડી વાળશો એવા ગુજરાતમાં બનશે સ્માર્ટ વિલેજ, આ સુવિધાઓથી હશે સજ્જ
કેન્સર જેવી બીમારી માટે રામબાણ ઇલાજ છે આ સુપરફૂડ, બીજા અઢળક છે ફાયદા

તમને જણાવી દઇએ કે ગિફ્ટ સિટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. સરકારે તેને સપનાનું શહેર બનાવવાની તૈયારે પણ શરૂ કરી દીધી છે. તાજેતરમાં જ સાબરમતી રિવરફ્રન્ટની લંબાઇને ડબલ કરવાની અને અમદાબાદ મેટ્રોનો વિસ્તાર ગિફ્ટ સિટી થતાં ગાંધીનગર સુધી કરવાની જાહેરાત કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ગિફ્ટ સિટીમાં થનાર વિકાસ અને રિવરફ્રન્ટ વિસ્તાર માટે કુલ 100 કરોડ રૂપિયા આ વર્ષે બજેટમાં ફાળવવામાં આવ્યા છે. ગિફ્ટ સિટી સુધી સાબરમતી રિવરફ્રન્ટનો વિસ્તાર થઇ ગયા બાદ આ દુનિયાનો સૌથી મોટો રિવરફ્રન્ટ બની જશે. 

એક એવો કૂવો, જે બતાવે છે તમારા મોતની 'તારીખ'! અનેક છે પુરાવા
ભારતમાં 2023 માં PC માર્કેટ રહ્યું ડાઉન, તેમછતાં પણ 5 કંપનીઓનો રહ્યો દબદબો

વૈશ્વિક સ્તર પર ગિફ્ટ સિટીનો વિકાસ કરવા માટે અહીં નાઇટ લાઇફ માટે ક્લબ અને હોટલ ખોલવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જાણકારી અનુસાર ગિફ્ટ સિટીનો 67 ટકા ભાગ કોમર્શિયલ અને 22 ટકા ભાગ રેસિડેન્શિયલ રાખવાની સાથે સાથે બાકી બચેલા 11 ટકા ભાગને સોશિયલ એક્ટિવિટી માટે રાખવામાં આવશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે