Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતનું પ્રથમ ઓનલાઈન જુગારધામ ઝડપાયું : પોલીસથી કંટાળી ધ ગ્રેટ ગેમ્બલર ઉસ્માન ગલી આ રીતે જુગાર રમાડતો

Online Gambling : રાજ્યનું પ્રથમ ઓનલાઇન જુગારધામ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું...  લાઇવ સ્ટ્રીમિંગ કરી જુગાર રમાડતા 8 આરોપી ઝડપાયા... જુહાપુરા, દરિયાપુર, શાહપુર, વાડજમાં જુગાર રમાડતા હતા... જુગારીઓ ઓનલાઇન રૂપિયા મેળવતા હતા... 12 મોબાઇલ સહિત ઓનલાઇન સ્ટ્રીમિંગનો મુદ્દામાલ ઝડપાયો

ગુજરાતનું પ્રથમ ઓનલાઈન જુગારધામ ઝડપાયું : પોલીસથી કંટાળી ધ ગ્રેટ ગેમ્બલર ઉસ્માન ગલી આ રીતે જુગાર રમાડતો

Ahmedabad News ઉદય રંજન/અમદાવાદ : જુગાર રમવા માટે જુગારીઓ પણ હવે ઓનલાઈન થયા છે. એટલે કે પોતાની એપ્લિકેશન બનાવી સભ્ય નોંધણી બાદ જુગાર રમાડવામાં આવતો હતો. આ ગેંગના કુલ 8 આરોપીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. જોકે એપ્લિકેશન બનાવનાર અને તેનુ સંચાલન કરનાર બે આરોપીની સાયબર ક્રાઇમે શોધખોળ હાથ ધરી છે.

કોણ છે ધ ગ્રેટ ગેમ્બલર
અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં એપ્લિકેશનના માધ્યમથી ગંજીપાનો ઓનલાઈન જુગાર રમાડતા આઠ આરોપીઓની સાઇબર ક્રાઇમે ધરપકડ કરી છે. મુખ્ય આરોપી ઉસ્માનગની મિયાણા તેનો પુત્ર સમસુદ્દીન મિયાણા, ઇમામુદ્દીન લગાણી, પ્રવીણ ચૌહાણ, મોઈન શેખ, સમીર અહેમદ અન્સારી, વિપુલ ચૌહાણ અને રવિ ઉર્ફે મહાદેવ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા તમામ આરોપી જેનેસીસ ગેમ એપ્લિકેશન વડે લાઈવ સ્ટ્રીમિંગ કરી ગંજીપાનાનો લાઇવ ઓનલાઈન જુગાર રમાડતા હતા. 

બ્રહ્મ મુહૂર્તમાં બોલો આ 3 ચમત્કારિક શ્લોક, સ્વર્ગ જેવું સુંદર જીવન બનશે

જુગાર માટે ખાસ એપ્લિકેશન ડેવલપ કરાવી
મહત્વનું છે કે જુગારીઓએ જુગાર રમવા માટે સુરતના એક એપ્લિકેશન ડેવલપર પાસેથી બે અલગ અલગ એપ્લિકેશન પણ બનાવી હતી. જે એપ્લિકેશનથી અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ઓનલાઈન જુગાર રમાડવામાં આવતો હતો તેવુ સાયબર ક્રાઈમના એસીપી જેએમ યાદવે જણાવ્યું. 

અમદાવાદના દુધેશ્વર વિસ્તારમાં આવેલી જ્યુપિટર મિલમાં સાઇબર ક્રાઇમ રેડ કરી બે મુખ્ય આરોપી ઉસ્માન ગની અને તેના પુત્ર સમસુદ્દીનની ધરપકડ કરી હતી. ત્યારબાદ અમદાવાદના જુહાપુરા, દરીયાપુર, શાહપુર, વાડજ, શાહીબાગ જેવા વિસ્તારોમાં ઓનલાઇન જુગાર રમાડનારા જુગારીઓના ત્યાં પણ રેડ કરવામાં આવી. આ રેડમાં 12 મોબાઇલ તથા ઓનલાઇન જુગાર રમવા માટે વપરાતા સાધનો કબજે કરવામાં આવ્યા છે.

મહત્વનું છે કે ઝડપાયેલા આરોપીઓ પૈકી ઉસ્માન ગની, સમસુદ્દીન, મોઇન અને સમીર વિરુદ્ધ હત્યા, હથિયાર ધારા અને રાયોટિંગ સહિતના ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે અન્ય આરોપીઓ વિરુદ્ધ મારામારી અને જુગારના સંખ્યાબંધ ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે. જેમાં મુખ્ય આરોપી એવા ધ ગ્રેટ ગેમ્બલર ઉસ્માન ગની સામે જુગારના 70 ગુના સહિત 100 ગુના નોંધાઈ ચૂક્યાં છે. 

રામ મંદિર મહોત્સવ માટે કેનેડાના ત્રણ શહેરોની મોટી જાહેરાત : 22 જાન્યુઆરી બનશે ખાસ

સાયબર ક્રાઇમે જેનીસીસ ગેમના સર્વર મા તપાસ કરતા અંદાજિત 200 કરતાં વધુ લોકો કાયમી જુગાર રમવા જોડાયા હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ ઓનલાઇન જુગાર રમવા માટે એપ્લિકેશન બનાવનાર અને તેનું મેન્ટેનન્સ કરનાર બે આરોપી ફરાર છે. જેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. 

આ ઉપરાંત આરોપીએ એપ્લિકેશન બનાવવા માટે સુરતના બંને ફરાર આરોપીને અઢી લાખ રૂપિયા તથા એપ્લિકેશનના મેન્ટેનન્સ માટે દર મહિને 50 હજાર રૂપિયા આપતા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અમદાવાદના આ ધ ગ્રેટ ગેમ્બલર ઉસ્માન ગનીએ આ એપ્લિકેશન 1 વર્ષ પહેલાં બનવાનું નક્કી કર્યું હતું. કારણ કે પોલીસની વારંવાર પડતી રેડ અને હપ્તખોરીથી કંટાળીને ઓનલાઈન જુગાર રમાડવાનું શરુ કર્યું હતું. 

બટર ચિકન અને દાલ મખ્ખની શોધ કોણે કરી હતી? એવો વિવાદ થયો કે વાત પહોંચી કોર્ટમાં

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More